Site icon Health Gujarat

આ લક્ષણો દર્શાવે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, કોરોના કાળમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

આ લક્ષણો દર્શાવે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે – કોરોના કાળમાં ખાસ ધ્યાનમા રાખવા જેવી બાબત
કોરોના વયારસના ગંભીર જોખમથી બચવા માટે હજુ સુધી કોઈ વેક્સીન કે દવા શોધી શકાઈ નથી, તેવામાં આપણી ઇમ્યુન સિસ્ટમ આ લડાઈમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. ડોક્ટર્સનું કહેવું છે કે કોરોના વાયરસનો શિકાર તેવા લોકો સરળતાથી બને છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે પહેલેથી કોઈ બીમારી હોવી કે પછી શરીરની ક્ષમતા બહાર મદ્યપાન કે ધૂમ્રપાન કરવાની આદત. આ ઉપરાતં પૂરતી ઉંઘ ન લેવાથી તેમજ ખાવા-પીવાની ખરાબ ટેવથી પણ તમારી રોગપ્રતિકારક શક્તિને નકારાત્મક અસર થઈ શકે છે. ઇમ્યુન સીસ્ટમ નબળી હોવાથી તમે વારંવાર બીમાર પડી શકો છો અને તમને ઠીક થતાં ઘણો સમય લાગે છે. જો તમારામાં આ લક્ષણો જોવા મળે તો જાણી લો કે તમારું રોગપ્રરતિકારક તંત્ર પણ નબળુ છે.

Advertisement

વારંવાર બીમાર પડવું

image source

ઋતુ બદલાવાથી બીમાર પડવું તે એક સામાન્ય બાબત છે, ખાસ કરીને શિયાળાના મહીનાઓમાં. પણ જો તમે દરેક સિઝનમાં વારંવાર બીમાર પડતા હોવ, તો તેવું એટલા માટે થાય છે કારણ કે તમારું રોગપ્રતિકારક તંત્ર નબળુ છે. રોગપ્રતિકારક તંત્ર બેક્ટેરિયા, વાયરસ અને બીમારીઓથી લડે છે. જો તમને હંમેશા યુરીન ઇન્ફેક્સન, મોઢામાં છાલા, શરદી કે ફ્લુની ફરિયાદ રહેતી હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Advertisement

પાચનની સમસ્યા

image source

આંતરડામાં હાજર બેક્ટેરિયા તમારા રોગપ્રતિકારક તંત્ર પર સીધી જ અસર કરી શકે છે. જે વારંવાર તમને અતિસાર, અલ્સર, સોજા, ગેસ, પીડા કે કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો તે સંકેત નબળી ઇમ્યુનીટીના હોઈ શકે છે. પ્રોબાયોટિક્સ, લેક્ટોબેસિલી અને બિફીડો સારા બેક્ટેરિયા હોય છે અને તે સંક્રમણથી આંતરડાની રક્ષા કરે છે. આ બેક્ટેરિયાનું ઓછું પ્રમાણ તમારા રોગપ્રતિકારક તંત્રને નબળુ બનાવે છે.

Advertisement

ઘા જલદી રુઝાતો ન હોય તો

image source

જો તમને ક્યારેય કંઈક વાગ્યું હોય અને તેનો ઘા પડી ગયો હોય અને તે ઝડપથી રૂઝાતો ન હોય એટલે કે લોહી તરત જામી ન જતું હોય અથવા તો ઘા પર તરત સુકાઈ ન જતું હોય તો બની શકે કે તમારું રોગપ્રતિકારક તંત્ર નબળુ હોઈ શકે. જો આજ તકલીફ શરદી તેમજ ફ્લૂ સાથે થતી હોય તો તે પણ ઇમ્યુનિટિની જ સમસ્યા હોઈ શેક છે. મોટા ભાગના લોકોને એક અઠવાડિયાની અંદર બધું ઠીક થઈ જતું હોય છે, પણ જો તમને વધારે સમય ફ્લૂ રહેતો હોય તો બની શકે કે તમારું શરીર સંક્રમણ સામે લડી નથી શકતું.

Advertisement

હંમેશા થાકની ફિલિંગ રહ્યા કરવી

image source

હંમેશા થાક અને સુસ્તીનો અનુભવ થાય તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે તમે પૂરતી ઉંઘ ન લેતા હોવ, માનસિક તાણ, એનિમિયા અથવા તો કોઈ ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમ હોવું. જો તમને તેની પાછળનું કારણ ન ખબર હોય તો અને પૂર્ણ ઉંઘ લીધા બાદ પણ તમને થાક લાગ્યા કરતો હોય તો તમારે સમજવું કે તમારું રોગપ્રતિકારક તંત્ર નબળુ છે.
વારંવાર એલર્જીની ફરિયાદ રહેતી હોય

Advertisement

ઘણા બધા લોકોને એલર્જીની ફરિયાદ રહેતી હોય છે જેના કારણે તેમને વાયરલ તાવ રહેતો હોય છે. પણ જો તમારી આંખમાં હંમેશા પાણી આવતું રહેતું હોય, ખાવાની કોઈ વસ્તુનું તમને રિએક્સન થતું હોય, સ્કિન રેશીઝ, સાંધામાં દુખાવો અને પેટમાં હંમેશા સમસ્યા રહેતી હોય તો તે પણ તમારી રોગપ્રતિકારક શક્તિની નબળાઈ હોઈ શકે છે.

image source

નબળી રોગપ્રતિકારક ક્ષમતાની સીધી જ અસર તમારા સ્વાસ્થ્ય પર થાય છે જેના કારણે તમને થાકથી લઈને વાળ ઉતરવાની સમસ્યા થઈ શકે છે. પોતાની ઇમ્યુનિટી મજબૂત બનાવવા માટે તમારે હેલ્ધી ડાયેટની સાથે સાથે એક્સરસાઇઝ કરવી પણ જરૂરી છે. અને ઉંઘ પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

Advertisement

કેટલાક અભ્યાસ દર્શાવે છે કે સ્વસ્થ ખોરાક તમારા સ્વાસ્થ્યને સુધારે છે. તેમજ શરીરમાં અન્ય આક્રમક વયારસ સામે લડવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. તો ચાલો જાણીએ ઇમ્યુનિટિ વધારવા માટે તમારે ડાયેટમાં કેવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ તે વિષે.

ચણા – ચણામાં ઘણું બધું સારું પ્રોટીન હોય છે. તેમાં અમીનો એસિડથી બનેલું જરૂરી પોષક તત્ત્વ મળી આવે છે જે શરીરના ઉત્તકોને વધારવા તેમજ મજબૂત કરવામાં મદદ કરે છે. એકેડેમી ઓફ ન્યુટ્રીશન એન્ડ ડાયટેટીક્સ પ્રમાણે આ એન્જાઈમને યોગ્ય રીતે જાળવી રાખે જેથી કરીને આપાણા શરીરની સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકે. આ ઉપરાંત ચણામાં પુષ્કળ પ્રમાણમાં ઝિંક સમાયેલું હોય છે જે ઇમ્યુન સિસ્ટમ અને ઇમ્યુન રિસ્પોન્સને અંકુશમાં રાખે છે.

Advertisement

લસણ

image source

લસણ ખાવાથી સ્વાદ તો વધે જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યને પણ ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે બ્લડ પ્રેશર અને હૃદય સાથે જોડાયેલા જોખમને ઘટાડે છે. લસણમાં મળી આવતા સલ્ફરના કારણે સંક્રમણથી લડવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે ઇમ્યુનિટિ પણ વધારે છે. લસણ શરીરને શરદી તેમજ ઉધરસથી બચાવે છે.

Advertisement

લાલ કેપ્સિકમ – ફળો તેમજ શાકમાં લાલ કેપ્સિકમમાં સૌથી વધારે વિટામીન સી સમાયેલું હોય છે. અમેરિકાના કૃષિ વિભાગના જણાવ્યા પ્રમાણે એક કપ કાપેલા લાલ કેપ્સીકમમાં લગભગ 211 ટકા વિટામીન સી હોય છે, જે સંતરામાં મળી આવતા વિટામીન સી કરતાં બે ગણું છે. 2017માં નેશન ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થમાં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે વિટામીન સી શરીરમાં તે કોશિકાઓને મજબૂત બનાવે છે જેનાથી રેગપ્રતિકારકતા વધે છે. સાથે સાથે શ્વસન સંક્રમણના જોખમોને પણ ઘટાડે છે. વિટામીન સી શરીરના ઉત્તકોને પણ મજબૂત બનાવે છે.

સ્ટ્રોબેરી

Advertisement
image source

તમારી એક દિવસની વિટામીન સીની જરૂરિયાતને પૂરી કરવા માટે તમારે અરધો કપ સ્ટ્રોબેરીની જરૂર પડે છે કારણ કે તેમાં 50 ટકા વિટામીન સી હોય છે. આપણા પર્યાવરણના કારણે આપણી કોશિકાઓને કેટલીએ રીતે નુકસાન થાય છે અને વાટમીન સી તેને નુકસાન થતું અટકાવે છે.

દહીં

Advertisement

દહીં પ્રોબાયોટિક્સનો સૌથી સારો સ્રોત છે. તે શરીર માટે એક સારો બેક્ટેરિયા છે, જે ઇમ્યુન સિસ્ટમ અને પાચન તંત્રને જાળવી રાખે. તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ પ્રમાણે પ્રોબાયોટિક્સને સામાન્ય શરદી તેમજ ઇન્ફ્લૂએંજા જેવા શ્વસન સંક્રમણથી લડવામાં અસરકારક ગણવામાં આવ્યું છે.

પાલક

Advertisement
image source

પાલક વિટામીન સી અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે પર્યાવરણથી થતા નુકસાનનથી આપણી કોશિકાઓને બચાવે છે. આ ઉપરાંત તેમાં બીટા કેરોટીન મળી આવે છે, જે વિટામીન એનો મુખ્ય સ્રોત છે. વિટામિન એ ઇમ્યુન ફંક્શનને યોગ્ય રીતે ચલાવવા માટે જરૂરી છે. બ્રોકોલીની જેમ પાલકને કાચી પાકી રાંધીને ખાઈ શકાય છે અને તેને તેમ જ ખાવી જોઈએ.
સુરજમુખીના બીજ

સુરજમુખીના બીજમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ઈ સમાયેલું હોય છે જે એક એન્ટીઓક્સીડન્ટ તરીકે કામ કરે છે અને ઇમ્યૂન સિસ્ટમને વધારવામાં મદદ કરે છે. નેશન ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ પ્રમાણે સુકા, શેકેલા સુરજ મુખીના બીજ માત્ર એક જ ઔંસ દિવસ દરમિયાન ખાવાથી વિટામીન ઈની દિવસ દરમિયાનની જરૂરિયાતના 49 ટકા તેમાંથી મળી જાય છે.

Advertisement
image source

બ્રોકોલી – બ્રોકોલી પણ વિટામીન સીથી ભરપૂર હોય છે. અરધો કપ બ્રોકોલીમાં 43 ટકા વિટામીન સી હોય છે. નેશનલ ઇસ્ટીટ્યુટ ઓફ હેલ્થના જણાવ્યા પ્રમાણે તમારા શરીરને રોજ આટલા જ વિટામીન સીની જરૂર હોય છે, બ્રોકોલી ફાઇટોકેમિકલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપુર હોય છે જે આપણી ઇમ્યુન સિસ્ટમમને મજબૂત બનાવે છે. તેમાં વિટામિન ઈ પણ હોય છે, જે એક એન્ટીઓક્સીડન્ટ છે અને તે બેક્ટેરિયા અને વાયરસથી લડવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version