Site icon Health Gujarat

વધતી ઉંમરમાં પણ એકદમ ફિટ રહેવું હોય તો બદલો તમારી આ આદતને, અને ટાળો આ આહાર ખાવાનું…

વધતી ઉંમર સાથે પોતાને સ્વસ્થ રાખવાનું ખૂબ જ મુશ્કેલ કામ છે.વધતી ઉમર સાથે આપણું આરોગ્ય ઘણીવાર એવી વસ્તુઓથી ઘણું દુઃખ સહન કરે છે જેના વિશે આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ.આવી સ્થિતિમાં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે કઈ ચીજોનો ઉપયોગ કરવો જોઈએ અને કેવી ચીજોનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.તો ચાલો આપણે જાણીએ એવી કેટલીક ખાદ્ય વસ્તુઓ વિશે જે 30 વર્ષની ઉંમર પછી ન ખાઈએ,તો વધુ સારું છે.

કોકટેલ

Advertisement
image source

આલ્કોહોલનું વધારે પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે.તે જ સમયે વધતી ઉંમર સાથે તેનું સેવન આરોગ્ય માટે ખૂબ જોખમી બને છે.નિષ્ણાતોના મતે વધતી ઉંમરમાં આલ્કોહોલનું સેવન શરીરના મેટાબિલિઝમને અસર કરે છે.તે જ સમયે આલ્કોહોલને કારણે ઊંઘની સમસ્યા પણ થઈ શકે છે અને તે વજન વધારવા માટે પણ જવાબદાર છે.

સફેદ બ્રેડ અને તેના ઉત્પાદનો

Advertisement
image source

નિષ્ણાતો માને છે કે વધતી ઉંમર સાથે આપણા શરીરની પાચન શક્તિ પણ નબળી પડે છે.આવી સ્થિતિમાં મેંદા અથવા રિફાઈન્ડ ફ્લાયરમાંથી બનાવેલ કોઈપણ ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. મેંદાના લોટની રોટલી પચવામાં લાંબો સમય લે છે.તેવી જ રીતે તેમાં ખાંડ અને ગ્લુકોઝનો ઘણો સમાવેશ થાય છે.જો કે બ્રેડ સામાન્ય રીતે ઘણાં ઘરોમાં નાસ્તાના ટેબલનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે,પરંતુ આખા અનાજથી બનેલી બ્રેડ ખાવી વધુ સારી રહેશે.તે વજનને નિયંત્રિત કરવામાં અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

સુગર ફ્રી નાસ્તો

Advertisement
image source

ઘણી વાર લોકો ગેરસમજ થાય છે કે સુગર ફ્રી નાસ્તો કરવાથી તેમનું વજન વધતું નથી પરંતુ આ સાચું નથી. નિષ્ણાંતોના મતે કૃત્રિમ ખાંડમાંથી બનેલી વસ્તુઓ લેવાથી વધતી ઉંમરે લીવરની સમસ્યા થઈ શકે છે.આવી સ્થિતિમાં ખાંડવાળી ચીજોનું ઓછું સેવન કરવું જોઈએ અથવા તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.આ સિવાય માઇક્રોવેવમાં બનેલા બટર પોપકોર્ન,ક્રીમ બિસ્કીટ અને માર્જરિન જેવી ચીજોથી બચવું પણ ફાયદાકારક છે.

વધારે પ્રમાણમાં ચા-કોફી

Advertisement
image soucre

વધારે ચા અને કોફી પીવાથી શરીરમાં હાઈ બીપી,માઇગ્રેન,માથાનો દુખાવો,અપચો,કબજિયાત જેવા રોગોની સમસ્યા થઈ શકે છે.બીજી બાજુ જો તમને કોફી પીવાના શોખીન છે,તો તમને જણાવી દઈએ કે કોફીમાં ચા કરતા બે ગણી વધારે કેફીન તત્વોની માત્ર હોય છે.જો તમારી ઉમર હવે 30 થી વધુ છે તો તમારે આખા દિવસ દરમિયાન ચા અથવા કોફીનું માત્ર 2 જ કપ સેવન કરવું જોઈએ.

મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ

Advertisement
image source

મીઠામાં સોડિયમ તત્વ જોવા મળે છે,જેનું તમારે જમવા સમયે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.નિષ્ણાતોના મતે,દરરોજ વ્યક્તિએ સોડિયમનું સેવન માત્ર 2,300 મિલી સુધી જ કરવું જોઈએ.આહારમાં સોડિયમની વધારે માત્રા બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે.આવી સ્થિતિમાં વ્યક્તિને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગો પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version