Site icon Health Gujarat

આ 5 સરળ ટિપ્સથી અનિદ્રાની સમસ્યામાંથી મેળવો છૂટકારો, નહિં પડે કોઇ દવા લેવાની પણ જરૂર

ઘણા લોકો અનિદ્રા જેવી સમસ્યાઓનો શિકાર બને છે. ઊંઘ એ દિનચર્યાની છેલ્લી પ્રક્રિયા છે અને તે તમને બીજા દિવસે માટે તૈયાર કરે છે. ઘણીવાર, જે લોકોને રાત્રે બરાબર ઊંઘ નથી આવતી તેમનો બીજો દિવસ એકદમ ખરાબ જાય છે અને આખો દિવસ તેમને ઊંઘ જ આવ્યા કરે છે જેથી તેઓ ઓફિસ પર કોઈ કામ સરળ રીતે કરી શકતા નથી, સાથે દિવસભર થાક અનુભવે છે, કોઈ પણ કામ કરવાનું મન કરતું નથી અને સતત આળસ ચાલુ રહે છે. જો કે, કેટલાક ઉપાય છે જે તમારી અનિંદ્રાની સમસ્યા દૂર શકે છે. ડરશો નહીં, તમારે કોઈ પણ પ્રકારની દવા લેવાની પણ જરૂર નથી, કારણ કે અમે જે ઉપાય જણાવી રહ્યા છો તે પ્રક્રિયા આધારિત ઉપાય છે અને એકદમ ઘરેલુ અને સરળ ઉપાય છે. તો ચાલો જાણીએ એ ઉપાય વિશે.

પુસ્તક વાંચો

Advertisement
image source

એવું કહેવામાં આવે છે કે બાળપણમાં પુસ્તકો ખોલતાંની સાથે જ મને ઊંઘ આવતી હતી અને તે ઊંઘ સવારે ખુલતી હતી. જો તમે અનિદ્રાની સમસ્યા સાથે ગંભીરતાથી સંઘર્ષ કરી રહ્યાં છો, તો ફરીથી પુસ્તકો ખોલો. સામયિકો, કોમિક્સ, જેવા જુદા-જુદા પુસ્તકો જે તમને વાંચવામાં આનંદ થાય છે, તે વાંચો. પછી જુઓ કે તમે કેટલી ઝડપથી ઊંઘી જાઓ છો.

2. પગ ધોઈને સૂવું

Advertisement
image source

જ્યારે તમે રાત્રે થાકીને ઘરે પહોંચો છો, આ પછી, કોઈપણ પ્રકારનું કામ કરવાનું મન ન થતું નથી, પરંતુ તેથી જ તમને ઊંઘ નથી આવતી. અનિંદ્રાની સમસ્યા દૂર કરવા માટે રાત્રે સુતા પેહલા તમારા પગને ઠંડા પાણીથી ધોઈ લો અને સૂઈ જાઓ. આ ઉપાય પછી તમે તાજગી અનુભવો છો, જેથી તમને સરળતાથી ઊંઘ આવશે.

ગણતરી કરો

Advertisement
image soucre

ઘણીવાર, મધ્યરાત્રિમાં ઊંઘ ખુલી જાય છે અને પછી આવતી નથી, રાત્રિ દરમિયાન પણ બદલાવ આવે છે. એટલું જ નહીં, આવું થવા પર લોકો તેમના મોબાઈલનો ઉપયોગ કરે છે, જે આંખો માટે ખૂબ નુકસાનકારક છે. જ્યારે તમે ઊંઘની સમસ્યા થાય ત્યારે ગણતરી ગણવાની શરૂ કરો. ગણતરી ગણતા-ગણતા તમે ક્યારે સુઈ જશો તે તમને ખબર પણ નહીં પડે.

કેફીન પીણાં પીવાનું ટાળો

Advertisement
image soucre

પરીક્ષા દરમિયાન અથવા અન્ય મહત્વપૂર્ણ કાર્યો દરમિયાન, આપણે રાત્રે જાગવા માટે ચા અને કોફી લઈએ છીએ, જેનાથી આપણને ઊંઘ ના આવે. ઘણી વાર, અતિશય થાકને લીધે, આપણે સૂતા પહેલા કેફીનવાળા પદાર્થનું સેવન કરીએ છીએ. આ અનિદ્રાની સમસ્યામાં વધારો કરે છે. આ કેફીનવાળા પીણાં પીવાના બદલે એક ગ્લાસ ગરમ દૂધનું સેવન કરવું વધુ સારું રહેશે.

આહારમાં ફેરફાર કરો

Advertisement
image soucre

ઘણીવાર રાત્રે વધુ જમ્યા પછી અનિંદ્રાની સમસ્યા થાય છે. આ કિસ્સામાં, રાત્રિ ભોજનમાં હળવા ખોરાક લો, સલાડ ખાઓ, સાદી ખીચડી અથવા દાળ-ભાટ ખાઓ. રાત્રી ભોજન ઓછામાં ઓછી 30 મિનિટ ચાલો. આનાથી તમે થાક અનુભવો છો અને પથારીમાં જતાંની સાથે જ તમે સુઈ જશો.
એપલ સાઇડર વિનેગર

image soucre

ડોકટરના જણાવ્યા અનુસાર એપલ સાઈડ વિનેગર તમારા થાકમાં રાહત આપે છે. તેમાં એમિનો એસિડ હોય છે. આ માટે તમે એપલ સાઇડર વિનેગરમાં પાણી મિક્સ કરીને પી શકો છો જે તમારા થાકમાં રાહત આપવાની સાથે તમારી ઊંઘની સમસ્યા પણ દૂર કરશે.

Advertisement

મધ

મધ પણ ઊંઘ લાવવામાં ફાયદાકારક માનવામાં આવે છે. તમે મધનો ઉપયોગ વિવિધ રીતે કરી શકો છે. તે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારીને સારી ઊંઘમાં મદદ કરે છે.

Advertisement

મેથી

image soucre

સારી ઊંઘ માટે બીજી સારવાર મેથીનો રસ છે. થોડી મેથીના પાનનો રસ કાઢો અને તેમાં મધ મિક્સ કરો અને દરરોજ તે પીવો. આ ઉપાય તમારા સ્વાસ્થ્ય માટે સારો છે અને નિંદ્રાની સમસ્યા માટે પણ ફાયદાકારક છે.

Advertisement

કેળા

image soucre

કેળા ખાવાથી પણ સારી ઊંઘ આવે છે. કેળામાં ટ્રાયપ્ટોન નામનો એમિનો એસિડ હોય છે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version