Site icon Health Gujarat

વજન ઘટાડવા માટે ફુલાવર છે અક્સીર, જાણો બીજા આ ફાયદાઓ વિશે તમે પણ

ફુલકોબી સામાન્ય રીતે મળતી સૌથી વધુ સરળ શાકભાજી છે,જેનો ઉપયોગ ફક્ત શાકભાજી બનાવવા માટે જ નહીં,પણ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે પણ થાય છે.આ શાકભાજી ખૂબ સામાન્ય છે,પરંતુ તેના ફાયદા ખૂબ જ ખાસ અને અમૂલ્ય છે.ઘણા લોકો ફુલકોબીનું શાક બિલકુલ પસંદ નથી કરતા પણ અહીં જણાવેલ તેના ફાયદાઓ જાણીને તમે પણ આજથી ફુલકોબીનું શાક પસંદ કરશો.તો ચાલો અમે તમને જણાવીએ આ શાકભાજીના અમૂલ્ય ફાયદાઓ.

1 કોબીજમાં કેલ્શિયમ,ફોસ્ફરસ,પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ અને આયરન ઉપરાંત વિટામિન એ,બી,સી,આયોડિન અને પોટેશિયમ અને થોડી માત્રામાં કોપર જોવા મળે છે.તેથી કહી શકાય કે ફુલકોબી તમને એક સાથે ઘણા બધા પોષક તત્વો પ્રદાન કરે છે.

Advertisement
image soucre

2 ફુલકોબી લોહીને સાફ કરવામાં અને ત્વચાના રોગોથી બચાવવામાં ખૂબ ફાયદાકારક છે.આ માટે તમે કાચી ફુલકોબી અથવા તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો.ફુલકોબી ગમે તે રીતે ખાવાથી તે આપણા માટે ફાયદાકારક જ રહેશે.

image soucre

3. સાંધાનો દુખાવો,સંધિવા અને હાડકામાં દુખાવો થવાની સ્થિતિમાં ફુલકોબી અને ગાજર બને સરખા લેવા અને તેનું જ્યુસ બનાવીને પીવાથી આપણને ફાયદો થાય છે.સતત ત્રણ મહિના સુધી આ જ્યૂસનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે.

Advertisement

4 ફુલકોબી પેટમાં દુખાવો અથવા પેટ સંબંધિત અન્ય સમસ્યાઓમાં અસરકારક છે.ચોખાના પાણીમાં તેના લીલા ભાગને પલાળીને તેનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

image soucre

5 ફુલકોબીનું સેવન લીવરમાં હાજર એન્ઝાઇમ્સને સક્રિય કરવામાં મદદગાર છે.ફુલકોબીનું નિયમિત સેવન કરવાથી આપણું લીવર યોગ્ય રીતે કાર્ય કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે.

Advertisement

6 ગળામાં દુખાવો,ગાળામાં સોજો વગેરે જેવી ગળાની સમસ્યાઓ દૂર કરવા માટે ફુલકોબીના પાનને પીસીને તેનો રસ કાઢીને પીવાથી ગળાની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે.

image soucre

7. જો તમારા દાંત અથવા પેઢામાં દુખાવો થાય છે,પેઢામાં સોજો આવે છે અથવા પેઢામાંથી લોહી નીકળતું હોય તો ફુલકોબી પાનનો રસ કાઢી તે રસથી કોગળા કરવાથી ફાયદો થશે.આ પેરાથાઇરોઇડ ગ્રંથિનું યોગ્ય કાર્ય કરવામાં પણ મદદરૂપ છે.

Advertisement

8 ગર્ભાવસ્થા દરમિયાન ફુલકોબી ખૂબ ફાયદાકારક છે.તે ફોલેટ,વિટામિન એ અને વિટામિન બીથી પણ સમૃદ્ધ છે.ફુલકોબીનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં કોષોની વૃદ્ધિ થાય છે સાથે ગર્ભાશયના સમયમાં ફુલકોબીનું સેવન કરવાથી ગર્ભમાં રહેલા બાળકના વિકાસમાં ઘણો ફાયદો થાય છે.ફુલકોબી એ વિટામિન સીનો ઉત્તમ સ્રોત પણ છે.

image soucre

9 ફુલકોબી વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે.તેમાં હાજર વિટામિન સી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.તેમાં જોવા મળતું ફોલેટ જાડાપણાને દૂર કરવામાં પણ મદદગાર છે અને ફૂલગોબીમાં સ્ટાર્ચ પણ નથી હોતું.તેથી તે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

Advertisement
image soucre

10 ફુલકોબી એન્ટીઓક્સિડેન્ટ તેમજ કેલ્શિયમથી ભરપૂર છે,જે નર્વસ સિસ્ટમ મજબૂત બનાવે છે.કેલ્શિયમ આપણા દાંત અને હાડકાઓને મજબૂત બનાવે છે અને શરીરને યોગ્ય કાર્ય કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version