Site icon Health Gujarat

દાંતની પીળાશ દૂર કરવા માટે આ ફળ ખાઓ

પીળા દાંત એ લોકો માટે સમસ્યા બની જાય છે. આ કારણે આપણે ઘણી વાર બધા સામે હસી પણ નથી શકતા. પીળા દાંતના કારણે સુંદર ચહેરો પણ નિર્જીવ જેવો દેખાય છે. હોર્મોનલ ફેરફારો, ધૂમ્રપાન, યોગ્ય રીતે બ્રશ ન કરવા જેવા દાંતના પીળા થવા માટેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ પીળા દાંત થવા પર ચિંતા કરવાની જરૂર નથી. તમારી આ સમસ્યા ફળો ખાવાથી પણ દૂર થઈ શકે છે. તમે સ્વાસ્થ્ય અને સ્વાદ માટે અનેક પ્રકારના ફળોનું સેવન કરતા હશો, હવે તમે તમારા દાંતને ચમકદાર બનાવવા માટે પણ થોડા ફળો ખાઈ શકો છો. આ ફળો તમારા સ્વાસ્થ્ય અને સ્વાદ સાથે તમારા દાંતને ચમકદાર બનાવશે. તો ચાલો જાણીએ કે તે ફળ કયા છે.

સ્ટ્રોબેરી

Advertisement
image source

સ્ટ્રોબેરી સ્વાદમાં તો સારી છે જ સાથે તે પોષણથી પણ ભરપૂર છે. તેનો એક ફાયદો તે છે કે તે દાંતને ચમકદાર પણ બનાવે છે. આ ફળમાં મૈલિક એસિડ હોય છે, જે દાંતમાં રહેલો મેલ દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. દાંતને સફેદ બનાવવા માટે, સ્ટ્રોબેરી કાપો અને તેમાં બે ચપટી બેકિંગ સોડા ઉમેરો, પછી તેને થોડીવાર માટે દાંત પર ઘસો. તમારા દાંત ચમકવા લાગશે.

કેળા

Advertisement
image source

મોટાભાગના લોકોને કેળા ખાવાનું ખુબ પસંદ હોય છે. કેળા પોષક તત્ત્વોથી ભરપૂર છે અને તેનો સ્વાદ પણ સારો છે સાથે તે અનેક રોગોમાં પણ ફાયદાકારક છે. તેની એક વિશેષતા એ છે કે તે દાંતને ચમકદાર બનાવે છે. તેને દાંત પર લગાવવાથી દાંતની સફેદી વધે છે. કેળામાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ હોય છે, જે દાંતની ગંદકી દૂર કરવામાં અસરકારક છે.

તરબૂચ

Advertisement
image source

તરબૂચ દાંતનું તેજ વધારે છે. તરબૂચમાં મેંગેનીઝ, ઝીંક, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયોડિન શામેલ છે. તે દાંતના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દાંતની પીળાશ દૂર કરવા માટે તરબૂચનો એક ટુકડો દાંત પર ઘસવો. આ ઉપાય કરવાથી દાંતની પીળાશ દૂર થશે.

અનાનસ

Advertisement
image source

અનાનસમાં બ્રોમેલેન નામનું તત્વ હોય છે, જે દાંતની સફેદી વધારવામાં મદદગાર છે. તેનું સેવન કરવા અને તેના ટુકડાને દાંત પર ઘસવાની દાંતની પીળાશ દૂર થાય છે અને દાંત મોતી જેવા ચમકદાર બને છે.

સફરજન

Advertisement
image source

તમે સાંભળ્યું જ હશે કે એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો, પરંતુ તમને આ જાણીને આશ્ચ્ર્ય થશે કે સફરજન ખાવાથી દાંતની ચમક વધે છે. આ ફળ દાંત માટે સ્ક્રબ તરીકે કામ કરે છે. સફરજનમાં મૈલિક એસિડ જોવા મળે છે, જેના કારણે મોમાં લાળ ઉત્પન્ન થાય છે. આ લાળ દાંતની પીળાશ દૂર કરે છે અને તમારા દાંત ચમકદાર બનાવે છે.

લીંબુ

Advertisement
image source

એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. તેમાં દાતણ નાખો અને આખી રાત તેને રહેવા દો. સવારે આ દાતણનો ઉપયોગ કરો. તેનાથી દાંતની પીળાશ જતી રહેશે. જો તમે દરરોજ દાતણ ન કરી શકો, તો પછી ચોક્કસપણે અઠવાડિયામાં એક વાર દાતણ જરૂર કરો. દાતણ દાંત અને પેઢાને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version