Site icon Health Gujarat

શું તમને પણ આ વસ્તુઓ ફ્રીજમાં મુક્યા પછી ગરમ કરીને ખાવાની આદત છે? તો હવેથી કરી દેજો બંધ નહિં તો…

આજની વ્યસ્ત જિંદગીમાં બધા લોકો ટૂંકા સમયમાં પોતાનાં બધાં કામ કરવાની ઉતાવળમાં છે.આપણે આપણા રસોડામાં પણ તે જ ઉતાવળ જોયે છે.ઘણીવાર આપણે બપોરના સમયે થોડો વધારે ખોરાક રાંધીએ છીએ,જેથી બપોરનો વધેલો ખોરાક આપણે રાતે પણ જમી શકીએ.તેથી તે બપોરનો બચેલો ખોરાક આપણે ફ્રિજમાં રાખીએ છીએ અને રાત્રે તેને ગરમ કરીને તેનું ફરીથી સેવન કરીએ છીએ.પરંતુ શું તમે જાણો છો કે આ ગરમ કરેલો ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે સારો નથી.તમને જાણીને આશ્ચર્ય થશે કે પણ હા એવુ જરૂરી નથી કે દરેક ખોરાક ગરમ કરવો જોઈએ,અમુક ખોરાક ગરમ કરવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

સંશોધન દર્શાવે છે કે કેટલીક ખાદ્ય ચીજો એવી હોય છે કે તેને ગરમ કરવાથી તેના પોષક તત્ત્વો નાશ પામે છે. એટલું જ નહીં ઘણી વાનગીઓને ફરીથી ગરમ કરવાથી તે ઝેરી પણ બને છે.એવી કેટલીક ચીજો છે જે ગરમ થવા પર તેમાંનો પ્રોટીન ખસી જાય છે અને તેમાંના કેટલાક તત્વો કેન્સરના પરિબળોમાં ફેરવાઈ જાય છે.તો ચાલો અમે તમને જણાવીએ કે એવા કયા ખોરાક છે જેને ફરીથી ગરમ ન કરવા જોઈએ.

Advertisement

બટેટા

image source

બટેટા આપણા સ્વાસ્થ્ય માટે સારા છે,પરંતુ તેને ફરીથી ગરમ કરવાથી તે આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.તમને આ ખબર નહીં હોય,પરંતુ બટેટાને ઉકાળીને અને તેને ફ્રિજમાં ઠંડુ થવા દીધા પછી તેમાં બોટુલિઝ્મ નામનો બેક્ટેરિયા ગરમીને કારણે ઉત્પન્ન થાય છે.ઠંડા થયા પછી બટેટાને ગરમ કરીએ તો પણ તેમાં બેક્ટેરિયા જીવતા રહે છે.આવી સ્થિતિમાં જો તમે બટેટાને ફ્રિજમાંથી કાઢીને ગરમ કરશો તો તેમાં ઝેર ઉત્પન્ન થાય છે,જે આપણી પાચક શક્તિ પર નકારાત્મક અસર કરે છે.

Advertisement

ભાત

image source

દરેક ઘરમાં બાકીના ભાતનો ઉપયોગ ફરીથી કરવા માટે ગરમ કરવામાં આવે છે.ઠંડા ભાતમાંથી ઘણી વાનગી બનાવવામાં આવે છે અથવા તો તેના ફ્રાઈડ રાઇઝ બનાવવામાં આવે છે,પરંતુ તે એકદમ ખોટું છે.કારણ કે ઠંડા ભાતને ફરીથી ગરમ કરવાથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઈ શકે છે.
મશરૂમ

Advertisement
image source

મશરૂમ એ પ્રોટીનનો ખજાનો છે.તેથી તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે,પરંતુ તેને ફરીથી ગરમ કરવાથી તેના પ્રોટીનની રચના બદલાઈ જાય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી.

ચિકન

Advertisement
image source

ચિકન પણ પ્રોટીનથી ભરપુર હોય છે,પરંતુ તેને ગરમ કર્યા પછી ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.તેથી જો તમે ચિકનને ફરીથી ગરમ કરો છો,તો ધ્યાનમાં રાખો કે તે તમારા માટે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.

ઇંડા

Advertisement
image source

ઈંડાને ફરીથી ગરમ કરવામાં આવે તો તેમાં રહેલું પ્રોટીન આપણા શરીરમાં ઝેર બને છે.

પાલક

Advertisement
image source

પાલકને ફરીથી ગરમ કરવાથી કેન્સરની સમસ્યા થઈ શકે છે.પાલકમાં હાજર નાઈટ્રેટ્સને ફરીથી ગરમ કર્યા પછી કેટલાક તત્વોમાં ફેરવાય છે જે આપણા શરીરમાં કેન્સરનું જોખમ વધારે છે.

તો આવી સ્થિતિમાં જો તમે આ ખાદ્ય ચીજોને ફરીથી ગરમ કરો છો,તો સાવચેત રહો,જેથી આ ખાદ્ય ચીજોથી તમારા શરીર પર ખરાબ પ્રભાવ ન પડે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version