Site icon Health Gujarat

મધથી લઇને આ ઘરેલું ઉપાયો તમારા ગળામાં જમા થયેલા કફમાંથી અપાવે છે છૂટકારો, અપનાવો તમે પણ

બદલાતી ઋતુ દરમિયાન કફ, શરદી, તાવ જેવી સમસ્યાઓ હોવી ખૂબ જ સામાન્ય બાબત છે. જ્યારે ઉધરસ, શરદી અને તાવ જેવા રોગો થાય ત્યારે બીજી એક બીમારી પણ આવી જાય છે, એ છે છાતી અને ગળામાં કફ જામવાનની બીમારી. આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેની મદદથી તમે છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યાથી છુટકારો મેળવશો.

image source

એક રીતે તો કફની સમસ્યા ખૂબ ગંભીર નથી, પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી ચાલે છે, ત્યારે તે શ્વસન રોગોનું કારણ બની શકે છે, પરંતુ જો કફ બહાર નીકળે ત્યારે તેમાં લોહી હોય તો તરત ડોક્ટરને મળો અને તમારી સમસ્યાની તપાસ કરાવો જેથી કોઈ ગંભીર રોગ ના થાય. તેથી કફથી છૂટકારો મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છે તેને શરીરમાંથી બહાર કાઢવું કારણ કે કફને ગળી જવાથી તે પાછું શરીરમાં ફરે છે અને આ કફ શરદીની સમસ્યા વધારે છે.

Advertisement

મધ

image source

દિવસમાં બે વાર લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી તમે થોડા દિવસોમાં છાતી અને ગળામાં જામેલા કફથી છુટકારો મેળવી શકો છો.

Advertisement

આદુ

image soucre

એક ચમચી મધ અને એક ચમચી આદુનો રસ મેળવીને પીવો. તેનું સેવન કરવાથી તમને થોડા દિવસોમાં રાહત મળશે.

Advertisement

કાળા મરી

કાળા મરીના પાઉડર પાણીમાં ઉમેરીને સારી રીતે ગરમ કરો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો જયારે તે થોડું ઠંડુ થાય ત્યારે તેને પીવો. આ પાણી પીવાથી તમે છાતી અને ગળામાં કફની સમસ્યાથી 1 દિવસમાં જ છૂટકારો મેળવી શકો છો.

Advertisement

લસણ

image source

લસણ ખાવાથી ગળામાં સંગ્રહિત કફ બહાર આવે છે અને ટી.બી. ની બીમારીમાં પણ રાહત મળે છે.

Advertisement

આદુ

આદુની છાલ કાઢો અને તેનો એક નાનો ટુકડો મોમાં રાખો પછી તેને ચૂસી લો, આ ઉપાયથી કફ સરળતાથી બહાર આવશે.

Advertisement

ગાયનું શુદ્ધ ઘી

image soucre

નાના બાળકની છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે ગાયનું શુદ્ધ ઘી બાળકની છાતી પર લગાડવું આ ઉપાયથી જામેલો કફ બહાર આવશે.

Advertisement

હળદરનો રસ

કફના આયુર્વેદિક ઉપચાર, ગળામાં ફોલ્લાઓ, ગળામાં દુખાવો, કાકડા અને ગળાની કોઈ સમસ્યા દૂર કરવા માટે મોં ખુલ્લું રાખીને ગળામાં કાચી હળદરનો રસ નાખો અને થોડા સમય માટે ચૂપ રહેવું. જલદી જ આ રસ ગળામાંથી નીચે આવશે અને અસ્વસ્થતા ઓછી થવા લાગશે. જો નાના બાળકોને કાકડાની પીડા હોય તો આ ઉપાય બાળકો માટે પણ ફાયદાકારક છે. હળદરનો રસ ગળાના રોગોની સારવાર માટે અસરકારક દવા છે.

Advertisement

ગરમ પાણી અને મીઠું

image source

ગરમ પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરવાથી કફની સારવારમાં મદદ મળે છે. આ સાથે ગરમ પાણી ગળાના દુખાવા અને બળતરાની સમસ્યામાં રાહત આપવા માટે કામ કરે છે. મીઠું બેક્ટેરિયાને મારી નાખે છે અને કફની સમસ્યાને દૂર કરે છે.

Advertisement

આ માટે સૌથી પેહલા એક ગ્લાસ પાણી લો અને તેમાં અડધી ચમચી મીઠું નાખો. ત્યારબાદ આ પાણી ગરમ કરો અને કોગળા કરો. કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દિવસમાં 4 થી 5 વાર આ ઉપાય અજમાવો.

વેજીટેબલ સૂપ

Advertisement
image soucre

ગરમ-ગરમ વેજીટેબલ સૂપ કફની સારવારમાં મદદરૂપ થાય છે. ગરમ સૂપ શ્વાસ નળીને ભેજયુક્ત કરે છે જેથી કફ પાતળો થાય છે. આ ઉપરાંત સૂપ ગળામાં થતી બળતરામાં પણ રાહત આપે છે. ઓછામાં ઓછું દિવસ દરમિયાન બે થી ત્રણ વખત સૂપ પીવો, જેથી કફ સંપૂર્ણપણે ગળામાંથી દૂર થાય. આ સૂપને વધુ ફાયદાકારક બનાવવા માટે તમે સૂપમાં આદુ અથવા લસણ ઉમેરી શકો છો. બહાર મળતા સૂપ કરતાં હોમમેઇડ સૂપ પીવાનું વધુ સારું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version