Site icon Health Gujarat

જાણો રોજ સવારે ગંગાજળની ચા પીવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે

ગંગાજળ એટલે કે, સૌથી પવિત્ર જળ. જેનો ઉપયોગ હિંદુ ધર્મમાં કરવામાં આવતા દરેક નાના- મોટા પૂજા- પાઠમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહી, જયારે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક હોય છે તો તેવી વ્યક્તિને ગંગાજળનું સેવન કરાવવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો કે, ગંગાજળને રોજ સવારના સમયે પીવું જોઈએ.? એટલું જ નહી, રોજ ગંગાજળનું સેવન કરવું હિતાવહ છે કે નહી? ઘણી વ્યક્તિઓને આપે એવું કહેતા સાંભળ્યા હશે કે, ગંગાજળનું સેવન એવી વ્યક્તિએ જ કરવું જોઈએ જે વ્યક્તિ મૃત્યુની નજીક હોય. પરંતુ શું આ વાત સાચી છે.? ઉપરાંત જુના જમાનામાં ગંગાજળનો ઉપયોગ કેવીરીતે કરવામાં આવતો હતો. એટલું જ નહી, ગંગાજળ પર કરવામાં આવેલ રીસર્ચ પર વિષે પણ આ લેખમાં જણાવીશું.

જુના જમાનામાં ગંગાજળનો ઉપયોગ.:

Advertisement
image source

માતા ગંગા અને ગંગાજળનું ભારતમાં વિશેષ મહત્વ છે, વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુપર્યંત કરવામાં આવતા પ્રત્યેક સંસ્કારના અવસર પર ગંગાજળનો પ્રયોગ, પૂજા- પાઠમાં હંમેશા ગંગાજળનો પ્રયોગ કરવામાં આવે છે. તેમજ ગંગાજળનો ઉપયોગ દૈનિક દિનચર્યા દરમિયાન ચરણામૃત તરીકે સામેલ કરવામાં આવ્યું છે.

image source

ભારતમાં એક સમય એવો પણ હતો જયારે લગ્ન પ્રસંગ દરમિયાન ગંગાજળ પીવડાવું શાનની વાત હતી. જેવી રીતે આજકાલ મિનરલ વોટર (બોટલબંધ પાણી) પીવડાવવું સ્ટેટ્સ સિમ્બલ માનવામાં આવે છે એવી જ રીતે વર્ષ ૧૪૫૦-૭૦ના સમયમાં જાનૈયાઓને ગંગાજળ પીવડાવું શાનની વાત હતી.
ફ્રાંસના યાત્રી ટેવર્નીયરએ પોતાની યાત્રા સંસ્મરણોમાં લખ્યું છે કે, એ દિવસોમાં હિંદુઓમાં લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન કરી લીધા પછી મહેમાનોને ગંગાજળ પીવડાવવા માટે ઘણી દુરથી ગંગાજળ મંગાવવામાં આવતું હતું. જે વ્યક્તિ જેટલું વધારે અમીર હોતા, તેઓ એટલું જ વધારે ગંગાજળ પીવડાવતા હતા. દુરથી ગંગાજળ મંગાવવાનો ખર્ચ પણ વધારે થતો હતો. ગંગાજળની વ્યવસ્થા કરવામાં ક્યારેક ક્યારેક લગ્નોમાં ૨ થી ૩ હજાર રૂપિયા સુધી ખર્ચ કરી દેવામાં આવતા હતા.

Advertisement

આધુનિક સમયમાં ગંગાજળ પર કરવામાં આવેલ રિસર્ચના પરિણામો.:

image source

ગંગા નદી અને ગંગા નદીને સંબંધિત બાબતોના એક્સપર્ટ અને ઈલાહાબાદ હાઈકોર્ટના એમિકસ ક્યુરી એડવોકેટ અરુણ ગુપ્તા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ગંગાજળનું સેવન કરીને ના ફક્ત શરીરની ઈમ્યુનીટીને વધારતા કોરોના વાયરસને હરાવી શકાય છે, ઉપરાંત ગંગાજળમાં રહેલા બેક્ટેરિયોફાઝ બીજા અન્ય વાયરસોની જેમ કોરોના વાયરસને પણ ખતમ કરીને લોકોને કોર્રોના વાયરસથી છુટકારો અપાવી શકે છે. મતલબ સ્પષ્ટ છે કે, ગંગાજળને કોરોના વાયરસના દર્દીઓ માટે દવાની જેમ કામ કરી શકે છે. અરુણ ગુપ્તાએ પોતાના દાવાની પાછળ ગંગાજળને લઈને દુનિયામાં કરવામાં આવેલ રિસર્ચના પરિણામોનો હવાલો આપ્યો છે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગાની સિફારિશ પર ICMR એટલે કે, ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ દ્વારા અરુણ ગુપ્તાના આ દાવા બાબતે તેમની ટીમનું પ્રેઝન્ટેશન પણ જોઈ લેવામાં આવ્યું છે. ગંગોત્રીથી નીકળતા ગંગાજળનો ઉપયોગ કરીને શરીરની ઈમ્યુનીટી પાવર વધારતા કોરોના વાયરસને હરાવી શકાય છે.

Advertisement
image source

અરુણ ગુપ્તા દ્વારા કરવામાં આવેલ દાવા મુજબ, પોલેંડ યુનીવર્સીટીએ વર્ષ ૨૦૧૬માં, USAની સ્ટેનફોર્ડ યુનીવર્સીટીએ વર્ષ ૨૦૧૯માં અને ભારતની નેશનલ ઇન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ નાગપુરએ વર્ષ ૨૦૦૭માં ભારતની યુનીવર્સીટી તરફથી કરવામાં આવેલ ગંગાજળ પર રિસર્ચના પરિણામમાં મળી આવ્યું છે કે, ગંગાજળમાં બધા જ રેડિયો એક્ટિવ એલિમેન્ટની સાથે જ બેક્ટીરિયોફાઝ નામનો એક એવો વાયરસ મળી આવ્યો છે જે ના ફક્ત ગંગાના પાણીમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરે છે ઉપરાંત ગંગાજળમાં મળી આવતા બધા પ્રકારના અન્ય વાયરસને પણ નષ્ટ કરી દે છે. આ રીસર્ચ મુજબ ગંગાજળમાં ઓક્સિજનનું પ્રમાણ ઘણું વધારે હોય છે, આ સાથે જ ગંગાજળમાં મળી આવતા કોપર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને ફોરસ જેવા તત્વો પણ મળી આવે છે. ઉપરાંત આજના સમયના સાધુ- સંતોનું પણ કહેવું છે કે, ગંગાજળમાં એવું કઈક ખાસ છે જેના કારણે ગંગાજળ લાંબાસમય સુધી ખરાબ થતું નથી.

આમ જુના જમાનામાં નહી પરંતુ આજના આધુનિક સમયમાં પણ ગંગાજળનું મહત્વ, પવિત્રતા સહિત કેટલીક ખાસિયતો પણ ધરાવે છે. જો કે, હાલના સમયમાં ગંગાજળને નિયમિત રીતે સેવન કદાચ નહી કરવામાં આવતું હોય પરંતુ ગંગા અને ગંગાજળને અત્યારે પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version