Site icon Health Gujarat

શું ખરેખર ગાંજો આટલો જોખમી છે કે પછી તપાસ એજન્સીઓ તેને ઘાતક બનાવી રહ્યા છે?

ડ્રગ તસ્કરો, બોલીવૂડ અને ચંદન તસ્કરોની કથિત સાઠગાંઠને લઈને તાજેતરના વર્ષોમાં જે સૌથી વધારે ગંભીર ચર્ચા છેડાઈ છે તેની અસર એન્ટરટેનમેન્ટ અને મિડિયા જગત સહીત બીજા ઘણા ક્ષેત્રો પર થઈ છે.

બોલીવૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નામોથી લઈને ડ્રગ તસ્કરોની જાળમાં ફસાઈને ગાંજા ઉગાડવાવાળા નાના ખેડૂતોના જીવન પર તેની અસર થશે તે સમજવા માટે હજુ ઘણો સમય લાગશે. પણ એવું લાગે છે કે આ વિવાદની મોટી અસર ગાંજાના છોડના ઔષધીય ગુણો અને તેના બિન-નશિલા અને લત ન લાગવા સાથે જોડાયેલા ગુણોને લઈ ચાલી રહેલી વૈજ્ઞાનિક શોધ પર પડી રહી છે.

Advertisement
image source

ગાંજાના છોડને લઈને કરવામાં આવેલા વૈશ્વિક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે તેના બિન-નશીલા અને લત ન લગાવતા ભાગનો ઉપયોગ, ખેંચ, માનસિક રોગો, કેંસરના દર્દીઓમાં પીડા ઘટાડવા, તેમજ કેટલાએ પ્રકારના સ્ક્લેરોસિસ અને ત્વચાને લગતી બિમારીઓમાં કરી શકાય છે.

ભારતમાં ગાંજો કેટલો વધારે જોખમી છે ?

Advertisement
image source

દેશના જાણીતા મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે મૂળ રીતે આ આખા વિષયમાં ઘણા બધા ગ્રે એરિયા છે. આ મામલામાં જો એ નક્કી કરવામાં આવે કે શું માન્ય થશે અને શું માન્ય નહીં થાય તો તેનાથી ઘણી મદદ મળી શકે છે. પણ સામાન્ય રીતે આપણા હાલનો કાયદો એવો સંદેશ આપે છે કે તેનાથી દૂર રહો. તેની નજીક જવાની કોઈ જ જરૂર નથી.

image source

પણ તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું કે આપણા દેશમા સૌથી વધારે જોખમ શેનું છે. બે કરોડ લોકો ભાંગ, ચરસ અને ગાંજા જેમ કે ગાંજાના છોડમાંથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. ભારતમાં ભાંગ કાયદેસર રીતે ઉપલબ્ધ છે. બીજી બાજુ વૈશ્વિક ટકાવારીની દ્રષ્ટિએ ભારતમાં ગાંજાનો ઉપયોગ 3.9 ટકા વિરુદ્ધ 1.9 ટકા છે. તેની સરખામણીએ ભારત માટે ચિંતાનો વિષય છે અફીણમાંથી બનતું હેરોઇન. જ્યાં વિશ્વમાં એવરેડ 0.7 ટકા લોકો અફીણથી બનેલા નશીલા પદાર્થોનો ઉપયોગ કરે છે તેની સામે ભારતમાં 2.1 ટકા લોકો આ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરે છે.

Advertisement
image source

ગાંજાને લઈને આખાએ વિશ્વમાં બે મત પડી રહ્યા છે કેટલાક કહે છે તેની ખેતીને સદંતર બંધ કરી દેવી જોઈએ તો વળી ઘણી બધી પ્રયોગશાળાઓ આ બાબતનો વિરોધ કરી રહી છે. કારણ કે ગાંજાના છોડ પર ઘણા બધા સંશોધનો કરવામાં આવ્યા છે અને જાણવા મળ્યું છે કે તેનાથી શરીરના ઘણા બધા રોગોમાં રાહત મળવાના તેમજ તેને દૂર કરવાની સારવાર મળી શકે તેમ છે. તો બીજી બાજુ સરકારોને તેના સદઉપયોગ કરતાં દૂર ઉપયોગ થવાનો પણ સતત ભય રહે છે. અને જો થોડી પણ ઢીલ આપવામાં આવે તો આખુંએ યુવાધન આ નશિલા પદાર્થ પાછળ રોળાઈ શકે તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version