Site icon Health Gujarat

શું તમે જાણો છો દરરોજ બગીચામાં ચાલવા જવાથી કેટલા ફાયદાઓ થાય છે ? જાણો સંશોધન શું કહે છે

એક સંશોધન દર્શાવે છે કે જે વ્યક્તિ દરરોજ પોતાના ઘરના બગીચામાં ચાલે છે.તે વ્યક્તિ એવા લોકોથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય છે જે વ્યક્તિઓ ક્યારેય પણ ચાલતા નથી.આ સંશોધન લેખ જર્નલ લેન્ડસ્કેપ અને અર્બન પ્લાનિંગમાં પ્રકાશિત થયો છે.આ સંશોધન નેચરલ ઇંગ્લેંડ દ્વારા 2009 થી 2016 દરમિયાન 8,000 લોકો પર કરવામાં આવ્યું હતું.

ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Advertisement
image source

સંશોધન દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે ફક્ત બગીચામાં ચાલવાવાળા વ્યક્તિઓ પર જ નહીં,પરંતુ ઘરની બહાર આંગણા અને યાર્ડમાં ચાલવાવાળા લોકોમાં પણ નજર રાખી હતી અને પરિણામ ચોંકાવનારું આવ્યું. આ સંશોધનનાં પરિણામો દર્શાવે છે કે બગીચામાં અથવા યાર્ડમાં ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

image source

આ સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ નજીકના બગીચામાં રોજ ફરવા જાય છે અથવા ઘરની બહાર યાર્ડમાં શારીરિક પ્રવૃત્તિ કરે છે,તો તેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને દરરોજ બચીમાં ફરવા જવાથી વ્યક્તિ પ્રકૃતિની ખુબ નજીક રહે છે.

Advertisement

લોકોએ જાગૃત રહેવાની જરૂર છે

image source

આ વિશે વધુ માહિતી આપતાં સંશોધનકર્તા એ કહ્યું હતું કે આ કુદરતી લાભથી કોઈ અજાણ ન રહે તે માટે લોકોને જાગૃત થવાની જરૂર છે.જો કોઈ વ્યક્તિ પાસે બગીચો અથવા યાર્ડ નથી,તો તે જાહેર બગીચાઓમાં ફરવા જઈ શકે છે.તે ચોક્કસપણે તેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.

Advertisement
image source

નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસ રોગચાળાને લીધે વિશ્વભરમાં અસ્થિરતા આવી છે.દેશ અને વિશ્વના દરેક દેશોમાં આ વાયરસના સંકટથી બચવા માટે લોકો એકબીજાથી દૂર પણ રહે છે.લોકો તેમના ઘરોમાં જ બંધ રહે છે.કોઈના ઘરે જતા નથી અથવા કોઈ વ્યક્તિઓ તેમના ઘરે આવે એ કોઈને પસંદ નથી.આવી સ્થિતિમાં આ સંશોધન લોકોને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.આ માટે તમે તમારા ઘરના બગીચામાં અથવા તો તમારા ઘરમાં પણ ચાલી શકો છો અને અત્યારે તો ઘણા લોકો તેમના ઘરની અગાસી પર ઘણા બધા છોડ રાખતા હોય છે,જો તમારા ઘરમાં પણ અગાસી પર છોડ હોય તો આ રીતે પણ તમે કુદરતી સૌંદર્યનો અનુભવ કરી શકો છો અને માનસિક રીતે શાંત થઈ શકો છો.

image source

મોટેભાગે તમે ડોક્ટર દ્વારા સાંભળ્યું અથવા સલાહ લીધી હશે કે તમારે દરરોજ સવારે મોર્નિંગ વોકમાં જવું જોઈએ. આ તમને તાજી હવા આપે છે સાથે સાથે તમારો મૂડ પણ ફ્રેશ કરે છે.દરરોજ સવારે બગીચામાં જવાથી તમને ખુબ જ તાજગીની અનુભવ થશે,કારણ કે સવારમાં રહેલું કુદરતી સૌંદર્ય સૌથી અલગ જ હોય છે.દરરોજ સવારે ચાલવા જવાથી તમે બ્રેઈન સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિથી પણ બચી શકો છો.તમને સાંભળીને આશ્ચર્ય થશે પણ જો તમે આખા અઠવાડિયામાં કુલ 2 કલાક ચાલો છો,તો તે મગજ સ્ટ્રોકનું જોખમ ઘણી હદ સુધી ઘટાડે છે.

Advertisement
image source

કેટલીકવાર ઓફિસના કામ,ઘરના ઝગડા,મિત્રો સાથે થતા ઝગડાના કારણે તમે ડિપ્રેશનમાં જતા રહો છો અને તમને તેના વિશે પણ ખબર નથી હોતી,પરંતુ જો તમે દરરોજ ચાલવા જશો,તો તમારી આ સમસ્યા દૂર થશે. સંશોધન પરથી જાણવા મળ્યું છે કે ડિપ્રેશનની સમસ્યાથી બચવા માટે તમારે દરરોજ 30 મિનિટ ચાલવું જોઈએ. ખરેખર દરરોજ ચાલવાથી આપણા શરીરના તમામ કોષોનો એક્સરસાઇઝ થાય છે અને તે મગજ પર પણ ખૂબ જ સક્રિય અસર કરે છે.તેથી તમે ડિપ્રેશનની સમસ્યાથી પણ દૂર રહો છો.તેથી તમારા જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ ચાલવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version