Site icon Health Gujarat

ગરમીમાં હિટ સ્ટ્રોકથી બચવું હોય તો ખિસ્સામાં રાખો આ કલરની ડુંગળી, થશે ફાયદો જ ફાયદો

ગરમીની સીઝનમાં ગરમ હવાએ લૂનું રૂપ લઈ લેવાનું શરૂ કર્યું છે. આ સમયે એક તરફ કોરોના અને બીજી તરફ લૂ જીવલેણ સાબિત થઈ શકે છે. ગરમીના દિવસોમાં અનેક વાર લૂ લાગવાથી લોકોના મોત થાય છે. લૂ લાગવાની સાથે પગના તળિયામાં બળતરા, આંખમાં બળતરાની સાથે બેહોશીની સ્થિતિ પણ બને છે.

અનેક વાર લૂ લાગવાથી વ્યક્તિનું મોત પણ થાય છે. આવી સ્થિતિથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયો કરી લેવા જરૂરી છે. કેટલાક લોકો ઘરેથી બહાર નીકળતા પહેલા ખિસ્સામાં ડુંગળી રાખવાની સલાહ આપે છે. પણ આ વાત કેટલી સાચી છે તે જાણવું જરૂરી છે.

Advertisement
image source

એક રિપોર્ટ અનુસાર ગરમીના દિવસોમાં લૂથી બચવા માટે ખિસ્સામાં ડુંગળી રાખવાથી સુરક્ષા મળતી નથી. આ સીઝનમાં ડુંગળી ખાવાથી લઈને લાલ ડુંગળીને ફૂડમાં સામેલ કરવાથી બોડી ઠંડુ રહે છે. લાલ ડુંગળીમાં કેરસેટિન નામનું કેમિકલ હોય છે જેમાં એન્ટી હિસ્ટામાઈન ઈફેક્ટ મળએ છે. આ તત્વ જે ગરમીમાં તકતા અને કીડા કરડવાના અને ડંખ મારવાના બાદ આરામ આપે છે. ડુંગળીમાં રહેલું વોલટાઈલ ઓઈલ શરીરને ઠંડું રાખે છે. ઈલેક્ટ્રોલાઈટ્સની ખામીને પૂરું કરે છે.

એક્સપર્ટ્સ માને છે કે ખોરાકમાં કાચી ડુંગળીને સલાડની જેમ સામેલ કરવાથી રાહત મળે છે. આમ કરવાથી લૂ લાગતી નથી. ડુંગળી ગરમી અને લૂને શોષી લે છે. લૂ લાગે તો ડુંગળીનો રસ કાઢીને છાતી પર અને કાનની પાછળ લગાવો. આ હીટ સ્ટ્રોક કે સનસ્ટ્રોકનો ઘરેલૂ ઉપાય છે.

Advertisement
image source

આ સિવાય તમે ઢાંકણા વિનાની પેનમાં થોડી ડુંગળીને સુધારીને શેકી લો. તેમાં જૂરું અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને હીટ સ્ટ્રોક માટે મહત્વનો ઘરેલૂ ઉપાય માનવામાં આવે છ.

ગરમીની સીઝનમાં હીટ સ્ટ્રોકથી બચવા માટે નિયમિત આહારમાં તાજા ફળ, શાક અને રસને સામેલ કરો. કેમકે બોડીમાં પાણીની ખામીના કારણે તમને લૂ લાગી શકે છે. એવામાં ખોરાકમાં ફળ, શાક લો જેમા પાણી વધારે હોય. જેમકે ખીરા, તરબૂચ, ટેટી, તૂરિયા, ગલકા, ડુંગળી વગેરે. તે તમારી મદદ કરી શકે છે.

Advertisement
image source

તો હવે તમે પણ સમજી ગયા હશો કે ખિસ્સામાં ડુંગળી રાખવાથી નહીં પણ ખોરાકમાં ડુંગળી લેવાથી તમે ગરમીની સીઝનમાં લૂ અને હીટ સ્ટ્રોકથી બચી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version