Site icon Health Gujarat

ગરમીમાં વધી જાય છે આ 13 બિમારીનો ખતરો, અવગણશો તો પડી જશે ભારે

ઉનાળાની ઋતુ તેની સાથે અનેક પ્રકારની સમસ્યાઓ લઈને લાવે છે. આ મોસમમાં આગ ઝરતી ગરમી અને પરસેવાને કારણે આરોગ્યની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, બેદરકારી તમારું આરોગ્ય પણ ખરાબ કરી શકે છે. આ સિઝનમાં ઘણા રોગો અને ચેપનું જોખમ રહેલું છે. ચાલો આપણે જાણીએ કે ઉનાળાની ઋતુમાં કયા રોગોમાં વધારો થવાની સંભાવના છે.

image soucre

હીટ સ્ટ્રોક- ઉનાળાની ઋતુમાં લાંબા સમય સુધી તાપમાં રહેવાને કારણે હીટ-સ્ટ્રોક એટલે કે લૂ લાગવી સામાન્ય વાત છે. હીટ સ્ટ્રોકના લક્ષણોમાં માથાનો દુખાવો, નબળાઇ, શરદી, સ્નાયુઓમાં દુખાવો, તાવ અને શ્વાસ ચઢવો જેવી સમસ્યા સામેલ છે.

Advertisement
image soucre

ડાયેરિયા- ડાયેરિયા એટલે કે ઝાડા એ એક એવી સમસ્યા છે જે ગલત ખાનપાનથી થાય છે. ઉનાળામાં વધુ તળેલું, મસાલેદાર અને જંક ફૂડનું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે.

image soucre

ચિકનપોક્સ- ઉનાળામાં મોટાભાગના લોકોને ચિકનપોક્સ એટલે કે અછબડા થાય છે. તેનાથી આખા શરીરમાં ખંજવાળ, ફોલ્લીઓ થાય છે. આ સિવાય અન્ય લક્ષણોમાં તાવ અને ભૂખ ઓછી થવી શામેલ છે.

Advertisement
image soucre

ફૂડ પોઇઝનિંગ- દૂષિત ખોરાક ખાવાથી આ સમસ્યા થાય છે. ગરમી અને ભેજને કારણે બેક્ટેરિયા આ ઋતુમાં સરળતાથી વિકસે છે જેના કારણે ખોરાક દૂષિત થઈ જાય છે. તેથી, ઉનાળાની ઋતુમાં વાસી ખોરાક અને બહારના ખોરાકને ટાળવો જોઈએ.

image soucre

અસ્થમા- ઉનાળાની ઋતુમાં અસ્થમાના દર્દીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ સિઝનમાં પ્રદૂષણને કારણે અથવા અન્ય કારણોસર વાયરસથી ચેપનું જોખમ વધે છે. આનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

Advertisement

ડિહાઇડ્રેશન- ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીનો અભાવ રહે છે જેના કારણે વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આ મોસમમાં, પરસેવા દ્વારા શરીરમાંથી ઘણું પાણી નિકળી જાય છે અને ઇલેક્ટ્રોલાઇટ બેલેંસ અનિયંત્રિત બને છે. તેથી ઉનાળામાં પોતાને હાઇડ્રેડ રાખવું મહત્વપૂર્ણ છે.

image soucre

ફ્લૂ- ઉનાળામાં લૂમાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા હોય છે. જેનાથી મોસમી ફ્લૂ થવાનું જોખમ વધી જાય છે. આમાં વ્યક્તિને તાવ, થાક, માથાનો દુખાવો, શરદી વગેરે થઈ શકે છે.

Advertisement
image soucre

મમ્સ(Mums)- આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે. મમ્સમાં, પેરાટીડ ગ્રંથિ (કાન અને જડબાની વચ્ચે) ને અસર કરે છે. આ રોગમાં, ગાલના નીચલા ભાગમાં સોજો આવે છે.

image soucre

શરદી-ઉધરસ- ઘણીવાર લોકો ઉનાળાની ઋતુમાં ઠંડી વસ્તુઓ વધુ ખાવાનું પસંદ કરે છે. ઘણી વખત આકરી ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા, કોલ્ડ વોટર અથવા આઈસ્ક્રીમ જેવા ઠંડી આઈટમ ખાઈ લેશે. તેનાથી શરદીનું જોખમ વધી જાય છે.

Advertisement
image soucre

માથાનો દુખાવો- ઉનાળાની આકરી ગરમીમાં માથાનો દુખાવો થવો સ્વાભાવિક છે. આ સીઝનમાં શરીરમાં પાણીની તંગી રહે છે જેના કારણે માથાનો દુખાવો થાય છે.

image soucre

આંખોની સમસ્યાઓ- ઉનાળામાં સૂર્યના તેજ કિરણો અને તડકો આંખોને નુકસાન પહોંચાડે છે. આનાથી ઘણા પ્રકારના બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્સ થઈ શકે છે. આ સીઝનમાં કાંઝેક્ટિવઆઈટિસ સૌથી વધુ થનાર એલર્ઝિક રિએક્શનથી થાય છે. આનાથી આંખોમાંથી પાણી પડવું, આંખ ખટકવી અને લાલાશ આવી જાય છે.

Advertisement
image soucre

સનબર્ન- ખૂબ લાંબા સમય સુધી તડકામાં રહેવાને કારણે સનબર્ન થાય છે. તેનાથી ત્વચા પર ફોલ્લીઓ થાય છે. સૂર્યની તીવ્ર કિરણો દ્વારા ઉત્સર્જિત યુવી કિરણો ત્વચા માટે હાનિકારક છે. તેથી, તડકામાં બહાર નીકળતાં પહેલાં સનસ્ક્રીન લગાવવાની સલાહ આપવામાં આવે છે.

image soucre

ટાઇફોઇડ- ટાઇફાઇડ એ પણ દૂષિત ખોરાકને લીધે થતો રોગ છે. તેમાં પેટમાં દુખાવો, તાવ, થાક, નબળાઇ, માથાનો દુખાવો વગેરેનાં લક્ષણો શામેલ છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version