Site icon Health Gujarat

ગરમીમાં હોઠની સંભાળ રાખવામાં કામની છે આ ટિપ્સ, કરી લો સરળ ઘરેલૂ ઉપાયો

જ્યારે તમારા હોઠ પર ડ્રાય સ્કીન જમા થાય છે ત્યારે તમારા હોઠ સફેદ દેખાવવા લાગે છે અને સાથે તેનો નેચરલ કલર ખોવાઈ જાય છે. ચહેરાની સુંદરતાની વાત કરીએ તો હોઠની સુંદરતા પણ મહત્વની બને છે. આ માટે તેની દેખરેખ જરૂરી છે.

હોઠની સુંદરતા વધારવા માટે અનેક રીત હોઈ શકે છે. સૌથી જરૂરી છે કે ફક્ત શિયાળામાં જ નહીં પણ દરેક સીઝનમાં હોઠની કેર કરવામાં આવે. તમે સરળતાથી કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી તમારા હોઠને સુંદર બનાવી શકો છો. આ પછી જ્યારે તમે તેની પર લિપસ્ટીક લગાવશો તો તે સુંદર દેખાશે.

Advertisement
image source

ગરમીની સીઝનમાં હોઠને સારા રાખવા માટે કરો આ ખાસ ઉપાયો

સૌથી પહેલા જરૂરી છે કે તમે હોઠ પરની ડ્રાય સ્કીનને હટાવી દો. હોઠ પર જેટલી ડ્રાય સ્કીન જમા થઈ છે તેને દૂર કરો. આ પછી તે વધારે સફેદ દેખાશે અને સાથે નેચરલ રંગ ખોવાતો જશે. આ માટે તેને એસ્ફોલિએટ કરવાનું જરૂરી છે.

Advertisement

તમે આ માટે હોમમેડ લિપબામનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે 1 ચમચી મધની સાથે 1 ચમચી ખાંડ મિક્સ કરો. તમારી પાસે મધ નથી તો તમે ઓલિવ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. આ મિક્સરને હોઠ પર થોડું થોડું લઈને ઘસો અને ધ્યાન રાખો કે વધારે જોરથી ન ઘસો નહીં તો તમને નુકસાન થઈ શકે છે. હળવા હાથથી સર્ક્યુલર મોશનમાં ઘસો. તેમ કરી લીધી બાદ સાદા પાણીથી તેને ધોઈ લો.

image source

જો તમે ઈચ્છો તો તમે થોડું પિપરમિંટ ઓઈલ પણ લગાવી શકો છો. આમ કરવાથી હોઠ થોડા ફૂલશે. ધ્યાન રાખો કે તેનું પ્રમાણ વધારે ન હોય નહીં તો તે નુકસાન કરી શકે છે.

Advertisement

તમે બીટની મદદથી પણ તમારા હોઠની રંગત વધારી શકો છો. જો તમારા હોઠ કાળા થઈ ગયા છે અને સૂકાઈ ગયા છે તો તમે બીટનો નેચરલ લિપ સ્ટેન યૂઝ કરી સકો છો. ધ્યાન રાખો કે ફ્રેશ બીટરૂટનો ઉપયોગ તમારે કરવાનો છે. તેનો પલ્પ બનાવો અને તેને હોઠ પર ઘસો, તેનો જ્યૂસ હોઠ પર રહેવા દો. તેનાથી તમારા હોઠ પર કલર આવશે અને પછી લિપબામ લગાવી લો.

image source

બીટરૂટ પાવડરથી લિપ સ્ટેન પણ બનાવી શકાય છે. તેના માટે તમે થોડું બીટરૂટ પાવડર લો અને ઓલિવ ઓઇલમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને હોઠ પર લગાવી રાખો. તે સૂકાઈ જાય તો તેને ટિશ્યૂથી લૂસી લો અને લિપ બામની મદદથી કલરને સીલ કરો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version