Site icon Health Gujarat

ગરમીમાં યૂઝ કરો આ ખાસ ટ્રીટમેન્ટ, ફેસપેકની મદદથી ઉકેલાઈ જશે અનેક સમસ્યાઓ અને મળશે ખાસ લૂક

ગરમીની સીઝનમાં ખાસ કરીને સ્કીન વારેઘડી થતા પરસેવાના કારણે ઓઈલી થવાની, પિમ્પલ અને ખીલની સમસ્યા રહે છે. અનેક લોકોને આદત હોય છે કે તેઓ પિમ્પલ અને ખીલને ફોડી દે છે અને પરિણામે તેમના મોઢા પર ડાઘા પડી જતા હોય તેવું પણ જોવા મળે છે. જો તમે પણ ગરમીની સીઝનમાં ખીલ, પિમ્પલ અને ઓઈલી સ્કીનની સમસ્યા અનુભવો છો તો તમે ખાસ કરીને ગરમીમાં ઠંડક આપનારી મુલ્તાની માટીનો ઉપયોગ કરી શકો છો. આ માટીના ઉપયોગથી હાનિકારક બેક્ટેરિયાને મારવાનું અને સ્કીન પરના વધારાના તેલ અને ગંદગીને હટાવવાનું કારગર સાબિત થાય છે. તેનાથી સ્કીન સાફ અને મુલાયમ રહે છે. આ સ્કીન પર ઠંડક આપનારી સાબિત થાય છે. ખીલ થવાના કારણે જો તમને પણ સ્કીન પર સોજા આવે છે તો તેનાથી રાહત મળે છે. મુલ્તાની માટીનો ગુણ છે કે તે સ્કીનને ટાઈટ કરે છે અને તમને ઉંમરવાન દેખાતા અટકાવે છે. તે ફેસ પરની કરચલીઓને પણ દૂર કરે છે.

image soucre

તમારા ઘરમાં જો મુલ્તાની માટી છે તો તમે ગરમીના સમયમાં તેની સાથે વિવિધ વસ્તુઓને મિક્સ કરીને અનેક વિવિધ ફેસ પેક બનાવી શકો છો. તો જાણો કેવી રીતે કયા પેક તમારી મદદ કરી શકે છે.

Advertisement

મુલ્તાની માટી અને ગુલાબજળનો સિમ્પલ ફેસપેક

image soucre

આ માટે તમારે લગભગ 2 ચમચી જેટલી મુલ્તાની માટી અને 4 ચમચી ગુલાબજળ લેવાનું રહે છે. આ બંનેને સારી રીતે હલાવીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો ને પછી તેને ચહેરા પર સારી રીતે એપ્લાય કરી લો. તે સૂકાઈ જાય ત્યાં સુધી તેને ચહેરા પર રહેવા દો. થોડા સમયમાં તમને પરફેક્ટ રીઝલ્ટ મળશે. ગુલાબજળ અને મુલ્તાની માટી બંને નેચરલ વસ્તુઓ હોવાથી તમને તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ થશે નહીં. આ ફેસપેકને તમે 15 મિનિટ માટે અને અઠવાડિયામાં 2 વાર સરળતાથી યૂઝ કરી શકો છો, આ બંને વસ્તુઓ એટલે કે ગુલાબજળ અને મુસ્તાની માટી બંને સ્કીનના પીએચ સ્તરને સંતુલિત કરે છે અને સાથે તમારી સ્કીનને ઠંડક પણ આપે છે. આ સિવાય સ્કીનના ઓઈલને ઘટાડે છે અને બહારની મૃત સ્કીનને હટાવવામાં પણ મદદ કરે છે.

Advertisement

બદામ, દૂધ અને મુલ્તાની માટીનો ફેસ પેક

image soucre

આ ફેસપેકને બનાવવા માટે તમે 1 ચમચી બદામનો પાવડર લો અને તેમાં એક ચમચી કાચું દૂધ અને 2 ચમચી મુલ્તાની માટી મિક્સ કરી લો. હવે આ બધાને મિક્સ કરીને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. તેને એક મિનિટ માટે એમ જ રહેવા દો. આ પેકને લગાવી રાખો. તે સૂકાય એટલે સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 વાર તેનો ઉપયોગ કરી શકો છો. તે તમારી સ્કીનને નિખારવાનું કામ કરે છે.

Advertisement

ટામેટાનો રસ અને મુલ્તાની માટીનો ફેસ પેક

image soucre

આ ફેસ પેકને બનાવવા માટે તમે 1 ટામેટાનો રસ, 1 ચમચી મુલ્તાની માટી, 1 ચમચી ચંદન પાવડર અને હળદર પાવડરની મદદ લઈ શકો છો. આ બધી સામગ્રીને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. તેને 10 મિનિટ માટે ફેસ પર લગાવો. તેનો ઉપયોગ નિયમિત રીતે કરો. ટામેટાનો રસ એક સારો એક્સફોલિએન્ટ છે. મુલ્તાની માટીની સાથે તેનો ઉપયોગ સ્કીનને ગ્લોઈંગ બનાવવા અને ડાઘ ધબ્બાને ઓછા કરવામાં પણ મદદ કરે છે. મુલ્તાની માટી, ટામેટાનો રસ અને ચંદન પાવડરની જે પેસ્ટ તૈયાર કરો છો તેને ચહેરા પર યૂઝ કરતા પહેલા હાથ પર થોડું લગાવીને ચેક કરી લો કે તમને તેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ તો થતી નથી ને. પછી તમે તેનો યૂઝ કરો તે યોગ્ય રહે છે.

Advertisement
image soucre

તો હવેથી સ્કીનની કેર કરવા માટે તમે ઘરમાં રહેલી મુલ્તાની માટીનો વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો અને સાથે જ તમારી સ્કીનને સાફ પણ રાખવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version