Site icon Health Gujarat

ગરમીમાં પાચનને સારું રાખવાની સાથે ઠંડક આપશે રસોઈની 5 ચીજો, કરી લો ટ્રાય

તમારી રસોઈમાં અનેક એવી ચીજો છે જેને ડાયટમાં સામેલ કરીને તમે ઠંડક મેળવી શકો છો. આ મસાલાને આયુર્વેદમાં પણ ખાસ ગણાવ્યા છે. ગરમીમાં શરીરને ઠંડું રાથવા માટે ખાસ ચીજોનું સેવન જરૂરી છે. આગ ઝરતી ગરમીમાં લોકો સ્વીમિં પુલનો સહારો લે છે પણ હાલમાં કોરોનાના કારણે આ સુવિધાઓ મળી શકી રહી નથી. ગરમીમાં તમને અમે રસોઈની કેટલીક ચીજો વિશે જણાવીશું જેનાથી તમે ઘરે બેઠા ઠંડક મેળવી શકો છો. સામાન્ય રીતે તમે ગરમીની સીઝનમાં શરબત, લસ્સી, રાયતું અને ઠંડુ સલાડ ઉપયોગમાં લઈ શકો છો. નિયમિત રીતે તમે ડાયટમાં સામેલ કરી શકો છો. તમને ખ્યાલ છે કે રસોઈમાં એવી પણ ચીજો છે જેનાથી તમે ઠંડક મેળવી શકો છો. આ સસ્તા અને આયુર્વેદિક ઉપાયોથી તમને ઠંડક મળી શકે છે. જો તમને ગરમીમાં ઠંડકનો અનુભવ કરવો છે તો તમે આ ચીજોનું સેવન કરો તે જરૂરી છે.

કોથમીર

Advertisement
image source

કોથમીરનો ઉપયોગ દરેક સીઝનમાં કરાય છે પણ શું તમને ખ્યાલ છે કે કોથમીર તમારા પેટને સ્વસ્થ રાખવાની સાથે સાથે શરીરને ઠંડું પણ રાખે છે. કોથમીર ન ફક્ત શાકના સ્વાદને મજેદાર બનાવે છે પણ હેલ્થને માટે પણ ફાયદો કરે છે. લીંબુ પાણીમાં કોથમીર મિક્સ કરી લેવાથી કે ફૂદીનો મિક્સ કરી લેવાથી અને સાથે જો કોથમીર અને ફૂદીનાની ચટણી બનાવી લેવાથી પણ રાહત મળે છે. તેનાથી તમારી ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે અને આ પાણીના સેવનથી શરીરમાંથી પરસેવાની સ્મેલ પણ દૂર થાય છે. કોથમીરમાં મિસરી મિક્સ કરીને પીવાથી ગરમીથી થતો માથાનો દુઃખાવો ઓછો થાય છે.

લીલી એલચી

Advertisement
image source

અનેક લોકો લીલી એલચીનો ઉપયોગ માઉથ ફ્રેશનરના રૂપમાં કરે છે. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. એલચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ પદાર્થ મળે છે. તેમાં ફાઈબર પણ વધારે પ્રમાણમાં હોય છે. તેનાથી ગરમીમાં થનારી એસિડિટી, છાતીમાં બળતરા, કબજિયાત જેવી પેટની પરેશાની દૂર થાય છે.

ફૂદીના

Advertisement
image source

કોરોનામાં ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે ફૂદીનો ઉપયોગમાં લઈ શકાય છે. આયુર્વેદમાં ફૂદીનાને વિશેષ ઔષધિ માનવામાં આવી છે. તેની સાથે તમામ પ્રકારની જડી બુટ્ટીને સામેલ કરાય છે. ગરમીમાં લોકો એસિડિટી, છાતીમાં બળતરા અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવા માટે ફૂદીનાનું સેવન કરે છે. તેની તાસીર ઠંડી હોય છે. ગરમીની સીઝનમાં તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ફૂદીનો વાત, પિત્ત અને કફને શાંત કરવામાં મદદ કરે છે. ફૂદીનાનો ઉપયોગ લેમન અને શેરડીની સાથે પણ કરાય છે. તેની ચટણી બનાવી લેવાી પણ મોઢાનો ટેસ્ટ બદલાય છે.

હળદર

Advertisement
image source

કોરોના કાળમાં હળદર વાળા દૂધનું સેવન કરવાનું લાભદાયી રહે છે. હળદર ઈમ્યુન સિસ્ટમને ઝડપથી મજબૂત કરે છે. હળદર એક એવી સામગ્રી છે જેને દરેક સિઝનમાં વ્યંજનોમાં સામેલ કરી શકાય છે. આ પારંપરિક દેસી મસાલા અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે. આ શરીરમાં દર્દ અને સોજાને ઓછા કરવાની સાથે સાથે લીવરને પણ સારું રાખે છે. સાથે શરીરને ઠંડું પણ રાખે છે. હળદર લોહીને સાફ કરે છે અને સ્કિનનો ગ્લો વધારે છે.

વરિયાળી

Advertisement
image source

વરિયાળીનો ઉપયોગ લોકો ખાસ કરીને જમ્યા બાદ માઉથ ફ્રેશનરની રીતે કરાય છે. તેનાથી મોઢઆની દુર્ગંધ દૂર થાય છે. વરિયાળી વિટામીન સીથી સમૃદ્ધ છે. વરિયાળીના સેવનથી તમને ઠંડક તો મળે છે અને સાથે ગરમીના કારણે શરીરમાં થતા સોજા પણ ઓછા થાય છે. તેનાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ પણ સારી રહે છે. આ શરીરને ઠંડું રાખે છે. વરિયાળીની સાથે રાતભર પાણીમાં પલાળીને રાખો અને તેને સવારે ગાળી લો. આ પછી આ પાણીમાં એક ચપટી ખાંડ, કાળું મીઠું અને લીંબુ મિક્સ કરીને પીઓ. તેનાથી શરીરને તરત જ ઠંડક મળે છે. આ સિવાય ગળું ખરાબ થયું હોય તો વરિયાળી, મિસરી અને કાળા મરીને સમાન રીતે લઈને ચાવી લેવાથી ગળું સાફ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version