Site icon Health Gujarat

આદુવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક નુકસાન, જાણો અને બદલો આદુવાળી ચા પીવાની આદતને

સવારમાં જો ચાની ચુસકી લેવામાં ન મળે તો જાણે આખો દિવસ ખરાબ જાય છે. મોટે ભાગે લોકો પોતાની દિવસની શરૂઆત ચાની ચુસકી સાથે જ કરતા હોય છે. પણ આ ટેવ ક્યારેક તમારા સ્વાસ્થ્યને હાની પણ પહોંચાડી શકે છે. ગરમ ચા પીવાની વાસ્તવિક મજા ફક્ત એ લોકો જ જાણે છે કે જે ચા ના શોખીન હોઈ છે. કેટલાક લોકોને ચાનું એવુ વ્યસન હોય છે. કે જો તેઓને ચા ના મળે, તો તેઓને માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા સાથે તમારો દિવસ શરૂ કરવો સારો માર્ગ નથી. રોજ સવારમાં ઉઠીને ચા પીવાથી તમારા દાંત પર ખરાબ અસર થાય છે અને તે તમારા પાચનતંત્રના આરોગ્ય માટે પણ નુકસાનકારક છે. તો ચાલો તમને કહીએ કે જો તમે સવારમાં જાગી ને પથારી પર જ ચા પીવો છો તો નુકસાન થઈ શકે છે.

આદુવાળી ચાથી સાઇડ ઇફેક્ટ થઇ શકે છે

Advertisement
image source

ચામાં આદુ નાખીને પીવાથી તેનો ટેસ્ટ કઈક અલગ જ આવે છે. આદુના મૂળિયાની ચા પોટેશિયમ અને મેગ્નિશિયમ, વિટામિન બી6 અને વિટામિન સીથી ભરપૂર હોય છે. આ સાથે જ તેમાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી ઘણા જરૂરી ઓઇલ જેમ કે જિંજરોલ, જિંજરરોન, શોગોન, ફરનીસીન અને થોડું બીટા-ફેલાડ્રેન, સિનિયોલ અને કિટ્રલ હોય છે. એટલે કે તમે કહી શકો કે આદુવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ જેમ કે એક જાણિતી કહેવત છે કે ‘કોઇપણ વસ્તુની અતિ ખરાબ હોય છે અને આદુ પણ અપવાદ નથી. દરેક જડીબુટ્ટીની માફક આદુવાળી ચાની પણ સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. જો તમે વધુ માત્રામાં આદુવાળી ચા પીવો છો તો તમને નુકશાન થઈજ્ શકે છે. કેટલાક લોકોના પેટ ખરાબ થવા, છાતીમાં બળતરા, મોંઢામાં બળતરા વગેરેની સમસ્યા થઇ શકે છે.

પથરીના દર્દીઓએ ડોક્ટરની સલાહ બાદ ચાનું સેવન કરવું

Advertisement
image source

પિત્તની પથરીના દર્દી ડોક્ટરની સલાહ બાદ જ આદુવાળી ચાનું સેવન કરવું જોઇએ. કારણ કે તેનાથી સાઇડ ઇફેક્ટ થવાના ખતરા વધુ હોય છે. પિત્તની પથરીના દર્દીઓમાં પિત્તનું નિર્માણ ખૂબ દર્દનાક હોય શકે છે. આદુ પિત્તના નિર્માણમાં મદદ કરે છે, જેથી હાલત અને ખરાબ થઇ શકે છે.

બેચેની અને અનિદ્રા

Advertisement
image source

સુવાના સમયે ક્યારેય ચાનું સેવન કરવું જોઈએ નહીં. આદુવાળી ચા પીવાથી બેચેની અને અનિદ્રાની ફરિયાદ થઇ શકે છે. સૂતાં પહેલાં આદુવાળી ચા પીવાથી બચવું જોઇએ. કારણ કે તેનાથી કેટલાક લોકોની ઉંઘ ખરાબ થઇ શકે છે. આદુવાળી ચા પીધા બાદ તમે મોડાં સુધી ઉંઘી શકશો નહી. કારણ કે તેનાથી બળતરા થઇ શકે છે. અને અનિદ્રાના લીધે તમને ઘણી પરેશાનીઓ પણ થાય છે.

પાચનક્રિયા પર થાય છે અસર

Advertisement
image source

આદુવાળી ચાનું વધુ સેવન તમારી પાચનક્રિયાને બગાડી શકે છે. તેના પરિણામ સ્વરૂપ મોંઢામાં બળતરા, ડાયરિયા, ઉબકા અને છાતીમાં બળતરાની પરેશાની થઇ શકે છે. આ સાથે જ તેના વધુ સેવનથી માનવ શરીરમાં એસિડનું નિર્માણ પણ થઇ શકે છે જેથી એસિડિટી થાય છે. અને ડાયાબિટિસના દર્દી કોઇપણ રૂપે આદુનુ વધુ માત્રામાં સેવન ન કરવું જોઇએ. કારણ કે આદુ શરીરમાં શર્કરાની માત્રાને ઓછી કરી દે છે જેથી હાયપોગ્લાસેમિયા થઇ શકે છે.

પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે

Advertisement
image source

તમારે ખાલી પેટ આદુવાળી ચા ક્યારેય ન પીવી જોઈએ. ઊબકા સારવારની સારવાર થયા બાદ ખાલી પેટ આદુવાળી ચાનું સેવન પેટ ખરાબ થઇ શકે છે. યૂનિવર્સિટી ઓફ મૈરીલેંડ મેડિકલ સેંટરના અનુસાર આમ કરવાથી ગૈસ્ટ્રોઇનટેસ્ટિનલ ખરાબ થાય છે. આદુવાળી ચાની યોગ્ય માત્રા દરેક વ્યક્તિના હિસાબે અલગ-અલગ હોય છે. તો એવામાં આ કહેવું જરાય મુશ્કેલ છે કે આ સમસ્યાથી બચવા માટે આદુવાળી ચાની કેટલી માત્રા ઉપયોગી સાબિત થશે.

સર્જરીના સમયે ન કરવું સેવન

Advertisement
image source

બેભાન સર્જરી પહેલાં આદુવાળી ચા પીવી સારું નથી, કારણ કે આદુ બેહોશી માટે આપવામાં આવતી દવાની સાથે પ્રતિક્રિયા કરે છે. વધુ લાંબા સમય સુધી આદુવાળી ચા પીનારાઓને પણ પરેશાનીઓ થઇ શકે છે. એંટીકોગ્લુએંટ્સની પ્રતિક્રિયાઓના કારણે પરિણામ સ્વરૂપ વ્યક્તિને સહજ પ્રતિક્રિયાઓ, ઇજા અને રક્તસ્ત્રાવમાંથી બહાર નિકળવામાં સમસ્યા થાય છે. તો ઘણા ડોક્ટરો સર્જરીના એક અઠવાડિયા પહેલાંથી જ આદુવાળી ચા પીવાનું બંધ કરવાની સલાહ આપે છે.

આ દવા સાથે ન કરવું ચાનું સેવન

Advertisement

લોહી પાતળુ કરનાર કોઇપણ દવા અથવા અન્ય વસ્તુની સાથે આદુનું સેવન ન કરવું જોઇએ. તેમાં આઇબ્રૂફિન અને એસ્પ્રિન જેવી દવાઓ સામેલ છે. આ સાથે જ તે લોકો જે હાઇ બીપીની દવાનું સેવન કરી રહ્યાં છે તેમને કોઇપણ રૂપમાં આદુનું સેવન ન કરવું જોઇએ કારણ કે આ બ્લડપ્રેશને ઓછું કરી શકે છે. જેમાં હાર્ટ પલ્પીટેશનની ફરિયાદ થઇ શકે છે. આદુના મૂળિયા બ્લડ પ્લેટલેટ્સની સાથે ક્રિયા કરે છે જે ફળસ્વરૂપ હીમોગ્લોબિન જામવા લાગે છે. આદુના સેવનથી લોકોમાં હીમોફિલિયા જેવા રક્ત વિકાર થઇ શકે છે. તો આદુવાળી ચા પીતાં પહેલાં તમારા ડોક્ટર સાથે જરૂર વાત કરો.

પ્રેગ્નેંસીમાં આટલી વાતોનું જરૂરથી રાખો ધ્યાન

Advertisement
image source

ગર્ભાવસ્થામાં મહિલાઓને ખૂબ વધારે કેયરની જરૂર હોય છે. હેલ્દી ફૂડ નાની -નાની એક્સરસાઈજથી તને પ્રેગ્નેંસેમાં પોતાને અને બાળકનો સાચી રીતે સાચવી શકો છો.
ગર્ભાવસ્થામાં લઈને બાળકના જન્મ થતા સુધી મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર હોય છે. તેથી જો તમે પ્રેગ્નેંસીમાં આદુની ચા પીવો છો તો આજથી જ આ ટેવને ઓછી કરી નાખો કારણ કે એવી ટેવથી તમારી હેલ્થ પર ખરાવ અસર પડી શકે છે. ગર્ભાવસ્થામાં આદુનું સેવન કરવું જોઇએ અથવા નહી એ જરા વિવાદાસ્પદ મુદ્દો છે. ગર્ભવતી મહિલાઓને આદુનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી ગર્ભસ્થ શિશુ પર ખરાબ અસર પહોંચે છે. તો બીજી તરફ કેટલાક જાણકારોનું એવું માનવું છે કે મોર્નિંગ સિકનેસ માટે આદુવાળી ચા ખૂબ જ મદદગાર થાય છે. પરંપરાગત ચીની વૈદ્ય ગર્ભાવસ્થા દરમિયાન આદુનું સેવન માતા અને શિશું બંને માટે ખતરનાક ગણવામાં આવે છે. તેમનું માનવું છે કે તેનાથી ગર્ભપાત પણ થઇ શકે છે. તો સારું રહેશે કે ગર્ભાવસ્થામાં આદુવાળી ચાનું સેવન કરતાં પહેલાં તમારા ડોક્ટર પાસેથી જરૂર સલાહ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version