Site icon Health Gujarat

શું તમને પણ દરરોજ આદુવાળી ચા પીવાની ટેવ છે? તો વાંચો ‘આ’ લેખ નહીં તો સપડાઇ જશો આ ગંભીર બીમારીઓમાં

ભારતમાં લોકો ચા પીવાનું ખૂબ પસંદ કરે છે. અહીં મોટાભાગના લોકો ચાની સાથે તેમના દિવસની શરૂઆત કરે છે. શિયાળામાં લોકો આદુની ચા વધારે પસંદ કરે છે, કારણ કે તેનાથી શિયાળામાં થતા સામાન્ય રોગો (શરદી અને ખાંસી) માં રાહત મળે છે. આદુનો ઉપયોગ ઘણી બધી તકલીફોમાં રામબાણનું કામ કરે છે. કેન્સર સામે રક્ષણ, શરદી, ખાંસી, હાર્ટ પ્રોબ્લેમ વગેરેમાં આદુ ખૂબ જ ફાયદો કરે છે. એમાં પણ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં આદુ બજારમાં જોવા મળે છે. જેથી આ સીઝનમાં આદુનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને રોજ ચામાં કટકો આદુ નાખીને પીવી જોઈએ.

image source

જો કે, આદુ ચાનું વધુ પડતું સેવન ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડે છે. તેથી, જો તમે આદુ ચાના શોખીન છો, તો તે મહત્વનું છે કે તમારે તેના દ્વારા થતાં નુકસાન વિશે પણ જાણવું જોઈએ. ચાલો જાણીએ આદુ ચાના વધુ પડતા સેવનથી થતા નુકસાન વિશે …

Advertisement

આદુવાળી ચા પીવાથી થાય છે આટલા નુકસાન

આવો જાણીએ આદુવાળી ચા પીવાથી શું શું નુકસાન થાય છે ?

Advertisement

ડાયાબિટીસ

image source

આદુનું સેવન બ્લડશુગરના લેવલને ઓછું કરી દે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને જેનું શુગર ઓછું રહેતું હોય છે તેને આદુનું સેવન ટાળવું જોઈએ. આદુના વધારે સેવનથી બ્લડ શુગર ઓછું થઇ જતા તકલીફ પડે છે તેના કારણે ગ્લાઈસીમિયાની સ્થિતિ પેદા થઇ શકે છે.

Advertisement

નિષ્ણાતો કહે છે કે કોઈએ પણ એક દિવસમાં પાંચ ગ્રામ કરતાં વધુ આદુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો તમે આદુની ચા પીતા હોવ, તો એક કપ ચામાં 1/4 ચમચી આદુ પૂરતુ છે. સગર્ભા સ્ત્રીઓએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. તેઓએ એક દિવસમાં 2.5 ગ્રામ કરતા વધુ આદુનું સેવન ન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન આદુની ચા ન લો, તે વધુ સારું છે.

ભૂખ ઓછી કરે

Advertisement
image source

આદુ વાળી ચા પીવાથી વજન ઘટી શકે છે. આદુમાં સેરોટોનિન હાર્મોનની સાંદ્રતા ભૂખ ઓછી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે વજન વધારવા માંગતા હોય તો આદુવાળી ચાનું સેવન કરવાથી બચો.

એસીડીટી

Advertisement
image source

આદુનું સેવન પ્રમાણસર કરવાથી ફાયદો થાય છે. પરંતુ જો તેનું સેવન વધારે પડતું થઇ જાય તો એસીડીટી જેવી બીમારીનો ભોગ બની શકાય છે. શરીરમાં એસિડનું પ્રમાણ વધી જવાથી એસીડીટી થઇ જાય છે.

image source

જો તમે પાચનની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, તો તમારે એક દિવસમાં 1.2 ગ્રામ કરતાં વધુ આદુનું સેવન ન કરવું જોઈએ. આદુનું વધુ પડતું સેવન કરવાથી તમારી પાચનની સમસ્યાઓ વધી શકે છે. કોઈએ પણ ખાલી પેટ પણ આદુની ચા ન પીવી જોઈએ, કારણ કે તેનાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે.

Advertisement
image source

આદુની ચા વધારે પ્રમાણમાં લેવાથી બેચેની અને ઉંઘ આવે છે. વધારે માત્રા લેવાથી અતિસાર, ઝાડા, ઉબકા અને બળતરા થઈ શકે છે. આ સિવાય વધુ આદુનું સેવન કરવાથી બ્લડ સુગરનું પ્રમાણ પણ ઓછું થઈ શકે છે. તેથી, જે લોકોને આદુ ચાના શોખીન હોય છે તેઓએ વધુ સાવધ રહેવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version