Site icon Health Gujarat

જાણો કોરોનાના કપરા સમયમાં કેમ ખાવું જોઇએ ગુલકંદ

ગુલકંદ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખૂબ ફાયદાકારક છે.જો તમે કોરોના વાયરસથી બચવા માટે ગુલકંદનો ઉપયોગ કરો છો,તો તમને માનસિક રીતે ફીટ રહેવામાં પણ ઘણી મદદ કરશે …

શિયાળામાં અને ખાસ કરીને ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ગુલાબના ફૂલોની મોસમ આવે છે.પરંતુ આ ફૂલની નાજુક પાંખડીઓમાંથી તૈયાર થયેલ ગુલકંદનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન થઈ શકે છે.જો કે,ગુલકંદને આખા વર્ષ દરમિયાન જાળવી રાખવું સરળ નથી.તમને પણ ગુલકંદના આ ફાયદાઓ જાણીને આશ્ચ્ર્ય થશે,ચાલો અહીં અમે તમને જણાવીએ ગુલકંદ ના ફાયદાઓ વિશે.

Advertisement

કેવી રીતે ગુલકંદ બનાવવામાં આવે છે

image source

ગુલાબની તાજી પાંદડીઓને ખાંડ અથવા સાકરમાં ભેળવીને ગુલકંદ તૈયાર ક્યારે કરવામાં આવે છે અથવા તમે તેને મધ સાથે મિક્સ કરીને પણ તૈયાર કરી શકો છો.ગુલાબની પાંખડીઓને ખાંડ સાથે ભેળવીને તેને સૂર્યપ્રકાશમાં 2 અથવા 3 દિવસ માટે રાખવામાં આવે છે,તો પછી ખાંડનું કુદરતી પાણી અને ગુલાબની પાંખડીઓ એક સાથે ભળીને સ્વાદિષ્ટ પેસ્ટી ફૂડ બની જાય છે.તેને ગુલકંદ કહે છે.

Advertisement

આયુર્વેદમાં ગુલકંદનું મહત્વ

image source

આયુર્વેદમાં ગુલકંદને દવા કહેવામાં આવે છે.ઘણી દવાઓ અથવા અમુક રોગોમાં અસર વધારવા માટે ગુલકંદ ખાવાની સલાહ આપવામાં આવે છે.આયુર્વેદમાં,ફૂલોનો રસ અને તેમની વિવિધ ગુણધર્મોનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગોને દૂર કરવા માટે થાય છે.સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ગુલકંદ ખાવાનું કહેવામાં આવે છે.તેનું એક કારણ એ છે કે આ ઋતુમાં ગુલાબના ફૂલોનું વાવેતર કરવામાં આવે છે અને ખાવા માટે મોટી માત્રામાં તાજું ગુલકંદ મળે છે,પણ તેનો મતલબ એવો નથી કે ગુલકંદ બીજી ઋતુમાં અસર નથી દેખાડતું.ગુલકંદ બધી ઋતુમાં ફાયદાકારક માનવામાં આવે છે.

Advertisement

કોરોનાના સમયમાં ગુલકંદના ફાયદાઓ

image source

તમે તો જાણો જ છો,કે આજ-કલ કોરોનના સમયમાં પેહલો પ્રશ્ન એ જ થાય છે,કે શું ખાવું અને શું ન ખાવું ? કોરોના વાયરસથી થતો કોવીડ-19 નામનો રોગ સંપૂર્ણપણે એક ચેપી રોગ છે.તેથી સામાન્ય રીતે ખૂબ જ ઝડપથી લોકો તેનો ભોગ બને છે,જે લોકોની રોગ પ્રતિકારકશક્તિ નબળી છે તે લોકો આ રોગનો શિકાર વહેલી તકે બને છે.આ સમયમાં,ગુલકંદ ખાવાથી તમારા શરીરની રોગ પ્રતિકારકશક્તિ વધારવામાં મદદ મળશે. ગુલકંદમાં મર્યાદિત માત્રામાં મધ અથવા ખાંડનું સેવન કરવાથી શરીરમાં ગ્લુકોઝની ઉણપ નહીં આવે અને તમે અંદરથી જ મજબૂત હોવાનો અનુભવ કરશો.

Advertisement

કબજિયાત દૂર કરે અને બળતરા શાંત કરે

image source

જો કોઈને કબજિયાતની સમસ્યા હોય તો,જમ્યા પછી 1 થી 2 ચમચી ગુલકંદનું સેવન કરી શકાય છે.આ તમારા પાચનમાં સુધારો કરશે અને કબજિયાતને દૂર કરશે.ઉપરાંત,જો પેટમાં બળતરા,એસિડિટી અથવા એસિડ બનવાની સમસ્યા હોય,તો તમે તાત્કાલિક રાહત માટે ગુલકંદના 1 થી 2 ચમચી ખાઈ શકો છો.ગુલકંદ ખાવાથી તમને આ સમસ્યાથી જલ્દી રાહત મળશે.ધ્યાનમાં રાખો કે આ રાહત મેળવવાનો એક માર્ગ છે રોગ મટાડવાનો નથી.તેથી,જો આવી સમસ્યા વારંવાર થઈ રહી છે,તો મેહરબાની કરીને ડૉક્ટરની સલાહ જરૂર લો.

Advertisement

ત્વચાને સુંદર બનાવે છે

image source

જેમ ગુલાબજળનો ઉપયોગ કરવાથી આપણી ત્વચાની સુંદરતામાં વધારો થાય છે,તેવી જ રીતે ગુલકંદ ખાવાથી આપણા શરીરના રંગમાં પણ સુધારો થાય છે.ગુલકંદ આપણી ત્વચાના કોષોને તેના ફાયદાકારક ગુણધર્મોથી અંદરથી સુધારે છે.ગુલકંદ ખાવાથી રોમ છિદ્રોને બંધ કરતી ગંદકીની સામગ્રીને દૂર કરવા માટે કામ કરે છે. ઉપરાંત,વધતી ઉંમરના કારણે આપણી ત્વચા પર આવતી કળચલીઓ પર ગુલકંદના સેવનથી દૂર થાય છે.

Advertisement

અનિંદ્રા અને થાક દૂર કરે છે

image source

ગુલકંદનું સેવન અનિદ્રા અને થાકને દૂર કરવામાં મદદગાર છે,લોકો વધુ પડતા બીમાર થાક અને અનિંદ્રાના કારણે જ થાય છે,ગુલકંદ ખાવાથી નિંદ્રામાં રાહત મળે છે.ગુલાબના ફૂલોમાં એન્ટીઓકિસડન્ટ્સની સાથે પ્લેઝર હોર્મોન્સમાં વધારો કરે,તેવા તત્વો જોવા મળે છે.આ કારણોસર,તે માનસિક તાણને દૂર કરવામાં પણ મદદગાર છે.જો તમે દરરોજ દૂધ સાથે ગુલકંદનું સેવન કરો છો,તો શારીરિક થાક તમારા પર વર્ચસ્વ મેળવી શકશે નહીં અને તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રેહશો.આ રીતે ગુલકાંડનું સેવન કરવાથી તમે થોડા દિવસોમાં તમારી રીતે જ મજબૂતી અનુભવશો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version