Site icon Health Gujarat

શું તમે હવે સફેદ વાળથી કંટાળી ગયા છો? તો તમે પણ આજથી જ અજમાવો આ ઉપાયો, અને મેળવો રિઝલ્ટ

1) આમળાનું ચૂર્ણ આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે એને બરાબર મસળી લો અને ત્યારબાદ તેને ગાળી લો. હવે આ પાણીથી તમારા વાળ ધુઓ. તમારા વાળ કાળા અને મુલાયમ થઈ જશે.

image soucre

2) એક કિલો આમળાનો રસ, એક કિલો દેશી ઘી, 250 ગ્રામ મુલેઠી આ ત્રણેય વસ્તુઓને ધીમા તાપે મુકો. જ્યારે પાણી સુકાઈ જાય અને ફક્ત ઘી જ બાકી રહી જાય ત્યારે આ મિશ્રણને એક બોટલમાં ભરી લો. આ મિશ્રણને વાળમાં લગાવો. થોડા જ દિવસમાં તમારા વાળ કાળા થઈ જશે.

Advertisement

3) આમળાના ચૂર્ણને પાણીમાં ઘોળી લો અને એમાં લીંબુનો રસ નાખો. આ મિશ્રણથી રોજ વાળ ધુઓ. તમારા સફેદ વાળ કાળા થવા લાગશે.

image source

4) નાની ઉંમરમાં જ વાળ સફેદ થવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અખરોટની છાલ 10 ગ્રામ, સફેદ ફટકડી 2 ગ્રામ અને બીનોલનું તેલ 250 ગરમ લઈને એક સાથે ઉકાળો. જ્યારે અખરોટની છાલનું પાણી બળી જાય તો એને ઉતારીને નીચે મૂકી દો. આ તેલને લગાવવાથી સફેદ વાળ કાળા અને ઘટ્ટ થવા લાગશે.

Advertisement
image source

5) મહાભૃંગરાજ તેલ કે પછી તલના તેલ કે પછી નારિયેળના તેલને રાત્રે સૂતી વખતે માથામાં લગાવીને ધીમે ધીમે હલકા હાથે મસાજ કરો. અઠવાડિયામાં 3 4 વાર આવું કરવાથી વાળ સફેદ નહિ થાય.

6) રાત્રે સૂતી વખતે પગના તળિયે ઘી લગાવીને માલિશ કરો. આવું કરવાથી વાળ સફેદ થતા અટકી જશે.

Advertisement
image source

7)એક આખું આમળું ગરમ પાણીમાં ઉકાળી લો. આમળું ઠંડુ થઈ જાય છે પછી આમળાને દબાવીને ગોટલી કાઢી લો. આ છૂંદામાં દળેલી ખાંડ, જીરું, મરી અને સિંધવ મીઠું નાખીને ભોજનની સાથે ખાઓ. એનાથી વાળને પોષણ મળે છે અને કસમયે વાળ સફેદ નથી થતા.

8) આમળાને લીમડા અને મહેંદીના પાન સાથે દૂધમાં પીસીને રાત્રે વાળમાં લેપ લગાવો. સવારે ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરો.

Advertisement
image source

9) લોહ ચૂર્ણ, હરડ, બહેડા, આમળા અને કાળી માટીને પીસીને ચૂર્ણ બનાવી લો અને આ ચૂર્ણને શેરડીના રસમાં એક મહિના સુધી પલાળીને રાખો. એક મહિના પછી આ લેપ વાળમાં લગાવો. રાત્રે લગાવી લો અને સવારે ધોઈ નાખો.

image source

10) તાજા આમળાને પીસીને પેસ્ટ બનાવો અને વાળમાં લગાવો કે પછી સૂકા આમળાનો પાઉડરને પાણીમાં ભેળવીને માથામાં મસાજ કરો. આનાથી વાળ વધુ સમય સુધી કાળા રહે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version