Site icon Health Gujarat

વાળને સુંદર બનાવવા માટે ભૂલથી પણ આ ભૂલો ના કરતા…

દરેક મહિલાનું સપનું હોય છે કે, તેમના વાળ જાડા અને લાંબા હોય. એના માટે મોટાભાગની મહિલાઓ ઘણા બધા ઉપાયો અજમાવતી હોય છે. તેમ છતાં પણ ઘણી મહિલાઓને કોઈ ફાયદો મળતો નથી. આવામાં જો આપ પણ પોતાના વાળને લઈને મૂંઝવણમાં છો તો આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે, યોગ્ય રીતે વાળની સંભાળ રાખ્યા પછી પણ જો આપના વાળ જાડા અને લાંબા કેમ નથી થઈ રહ્યા ?

image source

હેર એક્સપર્ટનું માનીએ તો લાંબા વાળ મેળવવાની ઈચ્છામાં કેટલીક મહિલાઓ એવી ભૂલો કરી બેસે છે કે જેનાથી આવી મહિલાઓનું લાંબા અને જાડા વાળનું સપનું ફક્ત એક સપનું બનીને જ રહી છે. આજે અમે આપને જણાવીશું કે, લાંબા અને જાડા વાળની ઈચ્છા પૂરી કરવા માટે જાણતા- અજાણતા જે ભૂલ કરી બેસીએ છીએ તેના વિષે જણાવીશું.

Advertisement

ઘરે રહીને જ ક્યાંક તો નથી કરી રહ્યા આપ ૩ ભૂલો, ઈમ્યુન સિસ્ટમ નબળી થઈ શકે છે.

ડ્રાયરનો વધારે પડતો ઉપયોગ કરવાથી.:

Advertisement
image source

મોટાભાગની મહિલાઓ પોતાના વાળને ધોઈ લીધા પછી સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરે છે પરંતુ જયારે વાળને સૂકવવા માટે રોજ નિયમિત રીતે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે તો તે આપના વાળ માટે ખતરનાક સાબિત થઈ જાય છે.

એટલા માટે રોજ બ્લો ડ્રાયરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. બ્લો ડ્રાયરના વધુ પડતા ઉપયોગથી આપના વાળમાં રહેલ નેચરલ ઓઈલને પણ ધીરે ધીરે સમાપ્ત કરી દે છે જેના લીધે આપના વાળ તુટવા લાગે છે.

Advertisement

વધારે શેમ્પુ કરવાથી.:

image source

કેટલીક મહિલાઓને આદત હોય છે કે, એક અઠવાડિયા દરમિયાન ૩ થી ૪ વાર પોતાના વાળને શેમ્પુથી ધોવે છે. આવી રીતે એક અઠવાડિયા દરમિયાન ૩ થી ૪ વાર વાળમાં શેમ્પુ કરવામાં આવે છે તો તેની ઊંડી અસર આપના વાળ પર પણ જોવા મળે છે. આમ કરવાથી આપના વાળ પાતળા થવા લાગે છે અને વાળમાં રહેલ નેચરલ વોલ્યુમ પણ ઘટવા લાગે છે. વાળને વધારે વખત શેમ્પુથી ધોવામાં આવે છે તો આપના વાળ વધારે પડતા તુટવા લાગે છે.

Advertisement

વાળને ટાઈટ બાંધવાથી.:

image source

ઘણીવાર મહિલાઓ સુંદર દેખાવા માટે રોજ પોતાના વાળને અલગ અલગ રીતે સ્ટાઈલમાં બાંધવાનું પસંદ કરે છે. આવામાં ઘણી મહિલાઓ પોતાના વાળને પોનીટેલની જેમ પણ બાંધે છે. પોનીટેલ બાંધતા સમયે જો આપ આપના વાળને ટાઈટ બાંધો છો તો તેનાથી આપના વાળ વધારે ખેંચાઈ જાય છે અને વાળ તૂટી જાય છે. આવામાં આપે હંમેશા લુઝ પોનીટેલ બનાવવી જોઈએ. આમ કરવાથી આપના વાળ સુરક્ષિત રહેશે.

Advertisement

સ્ટ્રેટનિંગ કરાવવા.:

image source

મહિલાઓ વાળને સીધા કરવા માટે મોટાભાગે સ્ટ્રેટનરનો ઉપયોગ કરે છે. આની સાથે જ કેટલીક મહિલાઓ પોતાના વાળને સ્ટ્રેટ કરાવવા માટે પોતાના વાળની સાથે કેટલીક ટ્રીટમેન્ટ પણ કરાવે છે. આ બધું કરાવતા તેમને એવું લાગે છે કે, તેમના વાળ મજબુત રહેશે પરંતુ આવું કરીને મહિલાઓ અજાણતામાં જ પોતાના વાળને જ નુકસાન પહોચાડી રહ્યા હોય છે. અંતમાં આ બધું કરવાનું પરિણામ એક જ આવે છે કે તેમના વાળ પાતળા થઈ જાય છે એટલા માટે જો આપને પોતાના વાળને સ્ટ્રેટ કરવા ઈચ્છો છો તો આપે કાંસકાનો ઉપયોગ કરવો જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version