Site icon Health Gujarat

માથાના વાળ બહુ ધોળા થઇ ગયા છે? તો થોડા જ દિવસોમાં આ રીતે કરી દો કાળા

કરો ડુંગળીના રસનો આ અદ્ભુત પ્રયોગને ગણતરીના દિવસોમાં તમારા ધોળા વાળ બનાવી દો કાળા

ઘેરા કાળા લાંબા વાળ માટે ડુંગળીના રસનો કરો આ રીતે ઉપયોગ – મળશે અદ્ભુત લાભ

Advertisement

આજ કાલની લાઈફ સ્ટાઈલ તેમજ પ્રદૂષણ ભર્યા વાતાવરણના કારણે સમય પહેલાં જ લોકોના વાળ ધોળા બની જતા હોય છે. તો વળી કેટલાક લોકોના વાળ વારસાગત રીતે જ જુવાની કે પછી કીશોરા વસ્થામાં જ ધોળા બની જતા હોય છે. અને ધીમે ધીમે વાળ આછા પણ બની જતા હોય છે એટલે કે વાળનો જથ્થો ઓછો થઈ જતો હોય છે. ધોળા વાળને છૂપાવવા માટે તમારે ડાઈ તેમજ હેર કલરનો ઉપયોગ કરવો પડતો હોય છે. પણ ડુંગળીના રસનો આ પ્રયોગ તમારા વાળને કૂદરતી રીતે જ કાળા બનાવશે અને પછી તેને કાળા જ રાખશે.

image source

કાળા ઘેરા વાળ માટે ટેલિવિઝન પર તમને વિવિધ પ્રકારના શેમ્પુ તેમજ હેર ઓઈલની ઘણીબધી જાહેરાતો જોવા મળતી હોય છે અને કેટલીક વાર તો તમે તેનો ઉપયોગ પણ કરતા હોવ છો પણ તમને તેનાથી કોઈ સંતોષકારક પરિણામ નથી મળતું હોતું. પણ ડુંગળીનો આ પ્રયોગ તમારા માટે અક્સીર સાબિત થશે.

Advertisement
image source

ડુંગળીના રસ કૈટેકલ નામના એન્ટી ઓક્સિડન્ટ એન્ઝાઈમ્સને વધારે છે. આ સિવાય ડુંગળીના રસમાં સલ્ફરનું પ્રમાણ પણ નોંધનીય હોય છે જે તમારા માંથામા રહેલા રોમ છિદ્રોને પોષણ પુરુ પાડે છે અને તેને પુનઃ સક્રિય બનાવે છે જીવંત બનાવે છે. સલ્ફર વાળને એક મજબૂતી પુરી પાડે છે જેનાથી વાળ તૂટતા બચે છે. તેની સાથે સાથે જ ડુંગળીના રસમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ વાળને સફેદ થતાં અટકાવે છે અને ધોળાવાળને કાળા કરવામાં પણ મદદ કરે છે. તો હવે તમારે એ જાણી લેવું જોઈએ કે ડુંગળીના રસનો વાળમાં કેવી રીતે પ્રયોગ કરવો જોઈએ.

ડુંગળીના રસનો પ્રયાગ એકલો કરવાની જગ્યાએ તમારે તેની સાથે તેલનો પણ પ્રયોગ કરવો જોઈએ. તો ચાલો જાણીએ તે વિષે.

Advertisement

ઓલિવ ઓઈલ અને ડુંગળીનો રસ

image source

ઓલિવ ઓઇલ એટલે કે જૈતુનનું તેલ તમારી ત્વચા તેમજ તમારા વાળ માટે ખૂબ જ ગુણકારી છે. અહીં તમારે ડુંગળીને છીણીને તેનો રસ ગાળી લેવો અને તેમાં એક ચમચી ઓલિવ ઓઇલ ઉમેરી તેને બરાબર મિક્સ કરીને તેને માથામાં લગાવી લેવું. તેનાથી જો મસાજ કરશો તો ઉત્તમ પરિણામ મળશે. તેને તેમજ એક-દોઢ કલાક રાખી ત્યાર બાદ હળવા શેમ્પુથી વાળ ધોઈ લેવા. આ પ્રયોગને તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો

Advertisement

ડુંગળીનો રસ અને દીવેલ

image source

તેના માટે તમારે એક ડુંગળી લેવાની છે તેની છાલ કાઢીને તેને છીણી લેવી ત્યાર બાદ તેના રસને ગાળી લેવો હવે આ તૈયાર થયેલા રસને તમારે એક ચમચી દીવેલમાં બરાબર મિક્સ કરી લેવો અને તેનાથી વાળમાં 10 મિનિટ સુધી માલિશ કરવું. ત્યાર બાદ તેને તેમજ અરધાથી એક કલાક રાખીને વાળ ધોઈ લેવા. વાળ શેમ્પુથી ધોઈ લેવા. બને ત્યાં સુધી વાળને નોર્મલ પાણીથી જ ધોવા. ગરમ પાણીથી વાળ ક્યારેય ન ધોવા જોઈએ. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

Advertisement

કોપરેલ તેલ અને ડુંગળીનો રસ

image source

કોપરેલ તેલ એટલે કે નાળિયેરનું તેલ આપણા વાળને વિવિધ રીતે લાભ પહોંચાડે છે. તેની સાથે જો ડુંગળીનો રસ ઉમેરીને તેનું મસાજ કરવામાં આવે તો વાળને પુષ્કળ પોષણ મળે છે આ પ્રયોગ માટે તમારે એક ડુંગળીનો રસ, બે ચમચી કોપરેલ તેલ અને 4-5 ટીપાં ટી-ટ્રી ઓઇલના ઉમેરવા તેને બરાબર મિક્સ કરી લેવું. હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે હળવા હાથે માથામાં મસાજ કરવું. ત્યાર બાદ માથા પર શાવર કેપ લગાવી લેવી અથવા તમે સામાન્ય પ્લાસ્ટિક બેગથી પણ વાળને કવર કરી શકો છો. તેને તેમજ અરધો કલાક રાખ્યા બાદ હળવા શેમ્પુ વડે વાળ ધોઈ શકો છો. આ પ્રયોગ કરવાથી તમારા વાળ ઘેરા, મજબૂત, કાળા અને શાઈની બનશે.

Advertisement

આ સિવાય તમે તમારા રેગ્યુલર તેલ જેમ કે તમે આંબળાનું તેલ વાપરતા હોવ કે મહાભ્રૃંગરાજ વાપરતા હોવ તો તેની સાથે પણ ડુંગળીના રસનો પ્રયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version