Site icon Health Gujarat

વરસાદી ઋતુમાં વાળ અને સ્કિનની આ રીતે કરો કાળજી, નહિં થાય ડેમેજ

ચોમાસાની ઋતુમાં ક્યારેય અનહદ ગરમી હોય છે અથવા તો ક્યારેય ખુબ જ વરસાદ આવે ત્યારે ઠંડી હોય છે.આવા સમયમાં આપણે નક્કી નથી કરી શકતા કે આપણી ત્વચા અને વૅલ માટે શું યોગ્ય છે.તેથી આજે અમે તમને અહીં જણાવીશું કે આ સમયમાં તમારા વાળ અને ત્વચા સોફ્ટ અને સુંદર રાખવા માટે શું કરવું જોઈએ.

ત્વચાની સંભાળ માટે સરળ ટીપ્સ:

Advertisement

1. ચહેરો સાફ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ માટે ચહેરાના કોઈપણ સાબુથી સાફ કરવો જોઈએ.આ કરવાથી ચહેરાની ગંદકી સાફ થઈ જાય છે અને થાક પણ ઓછો થાય છે.

image source

2. ટોનરથી ચહેરો સાફ રાખવાથી ત્વચા પર એકઠું થતું વધારે તેલ દૂર થાય છે.ટોનર એવું હોવું જોઈએ કે તે છિદ્રોને સખ્ત કરે અને ગંદકી સાફ કરે.

Advertisement
image source

3.ત્વચાને અનુકૂળ હાઇડ્રેટેડ મોઇશ્ચરાઇઝર ચહેરા પર લગાવવું જોઈએ.આ બાહ્ય વાતાવરણ ત્વચાના સંપર્કમાં સુધી નથી આવવા દેતું અને તે પ્રદૂષણની અસર પણ ઓછી કરે છે.

4.દિવસમાં વારંવાર સદા પાણીથી ચેહરો સાફ કરતું રેહવું.આ કરવાથી ચેહરો પણ સાફ રહે છે અને ચેહરા પર કોઈ સુક્ષમ જંતુઓ ચોંટ્યા હોય,તો તે પણ દૂર થાય છે.

Advertisement
image source

5. દિવસમાં માત્ર પાંચથી સાત મિનિટની સંભાળ તમારી ત્વચાના ગ્લો જાળવવા માટે પૂરતી છે.

વાળની ​​સંભાળ

Advertisement

નિષ્ણાતો માને છે કે વરસાદની ઋતુમાં માથા ઉપરની ચામડીમાંથી વધુ પડતું તેલ વારંવાર નીકળતું રહે છે,જેનાથી વાળ ચીકણા થઈ જાય છે અને તેની કુદરતી સૌંદર્ય ગુમાવે છે.આને કારણે ડેન્ડ્રફ,વાળ ખરવા અને તૂટેલા વાળ જેવી મુશ્કેલીઓ શરૂ થાય છે.આ સમયમાં,વાળની વધુ કાળજી લેવાની જરૂર છે.અત્યારે ચાલતા કોરોનના સમયમાં પાર્લરમાં જવું પણ અશક્ય છે અને હવે તો ઘણી જગ્યા પર પાર્લર ખુલી પણ ગયા છે,તો પણ ત્યાં જતા ડર લાગતો રહે છે.તેથી આ સમસ્યાઓથી છૂટકારો મેળવવાના કેટલાક સરળ રસ્તાઓ અમે તમને અહીં જણાવીશું.

image source

1. વરસાદના દિવસોમાં વાળ સુકા રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ માટે વાળને યોગ્ય રીતે કાપવા પણ જરૂરી છે.

Advertisement

2. તે મહત્વનું છે કે વાળનું પીએચ સ્તર યોગ્ય રહે.આ માટે મોરોક્કન સ્પાનો વિકલ્પ અપનાવી શકાય છે.તમે આ સ્પા ઘરે તમારી રીતે પણ કરી શકો છો.

3. જો વરસાદ પડી રહ્યો છે,તો વાળ પર મેંદી લગાવવાનો વિચાર રદ કરો.

Advertisement
image source

4. વાળ ધોયા પછી તે સંપૂર્ણપણે સુકાઈ જાય પછી જ તમારા વાળ બાંધો.જો તમે ભીના વાળ જ બાંધી લેશો તો વાળમાં ડેન્ડ્રફ થશે સાથે જ તેઓ ચીકણા પણ થઈ જશે.

5.થોડા ગરમ તેલની માલિશ કરવી

Advertisement
image source

વાળની ​​મૂળમાં તેલની માલિશ કરવી દરેક ઋતુમાં સારી રહે છે.વાળના મૂળમાં નાળિયેર તેલ લગાવો અને હળવા હાથથી મસાજ કરો.માથામાં માલિશ કરવાથી સારી રીતે ઊંઘવામાં પણ મદદ મળે છે. નવશેકું તેલ વાળનો ભેજ જાળવી રાખે છે અને તેને હાઇડ્રેટ પણ કરે છે.જો કે,અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર આ કરો. કારણ કે આ ઋતુમાં માથું પહેલેથી જ ચીકણું હોય છે,તેથી તેલનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ.

6.એલોવેરા જેલ

Advertisement
image source

વાતાવરણમાં ભેજ હોવાને કારણે વાળ નિર્જીવ અને સુકા લાગે છે.વાળને સ્વસ્થ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરો.એલોવેરા જેલને વાળના મૂળમાં લગાવો અને થોડા સમય પછી તેને ધોઈ લો.તેનાથી વાળ સાફ રહે છે.

7 શેમ્પૂ કરો,

Advertisement
image source

વરસાદની ઋતુમાં વાળ સાફ રાખવા ખૂબ જ જરૂરી છે.આ ઋતુમાં થોડી બેદરકારી એ વાળ ખરાબ કરવાનું કારણ બની શકે છે.માથાની ઉપરની ચામડી સાફ રાખવા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વાર શેમ્પૂ કરો.શેમ્પૂ માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો.હળવા શેમ્પૂ વાળને પોષણ આપશે અને વાળ ખરતા અટકાવશે.સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મુક્ત શેમ્પૂનો ઉપયોગ કરો.

શેમ્પૂ કરતી વખતે પાણીનું તાપમાન પણ ધ્યાનમાં રાખો.ગરમ પાણીથી માથુ ધોવાનું ટાળવું જોઈએ.કારણ એ છે કે ગરમ પાણીથી માથું ધોવાથી માથાની ત્વચા શુષ્ક થઈ જાય છે,જેનાથી વાળ તૂટી જાય છે અને પડી જાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version