Site icon Health Gujarat

વાળમાં કલર કરાવ્યા પછી રાખશો આટલી તકેદારી તો લાગશે વાળ લાંબા સમય સુધી નેચરલ…

હેર કલરને લાંબા સમય સુધી સાચવી રાખવા ફોલો કરો આ ટિપ્સ

આજકાલ યંગસ્ટર્સમાં વાળમાં કલર કરાવવાનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. મોટાભાગની છોકરીઓ ટ્રેન્ડી લુક માટે વાળમાં કલર કરાવતી હોય છે. ઘણી છોકરીઓ દર મહિને પોતાના હેરમાં નવો કલર ટ્રાય કરતી હોય છે. જો કે આ હેર કલર દેખાવમાં જેટલા સારા લાગે છે તેટલું જ તેનાથી નુકશાન પણ થાય છે.

Advertisement
image source

જોકે સૌથી મહત્વની વાત એ છે કે, હેરકલર કરાવ્યા પછી એને સાચવવો અને એની સુંદરતા કાયમ રાખવી, જેથી એ મહિનાઓ પછી પણ એવો ને એવો ફ્રેશ અને વાઇબ્રન્ટ દેખાય. ખાસ કરીને તડકામાં વાળમાં કરેલા હેર-કલર અને વાળના ઓરિજિનલ રંગ બન્નેને સાચવવા ખૂબ જરૂરી છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમના હેરમાં કલર લોન્ગ ટાઇમ સુધી રહેતો નથી. જો કે લાંબા સમય સુધી વાળમાં કલર રાખવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમ, જો તમે પણ આ સમસ્યાનો ઉકેલ લાવીને તમારા વાળમાં કરેલા કલરને લાંબા સમય સુધી સાચવવા ઇચ્છતા હોવ તો આજથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

image source

જિમમાં સ્ટીમ અને હોટ ટબ બાથ કલર કરાવ્યા પછી ન લેવું, કારણકે એનાથી પસીનો થાય છે જે વાળનાં રોમછિદ્રોને ખોલી દેશે. એ કલર વહેલો ઊતરી જવામાં કારણભૂત બનશે.

Advertisement
image source

હેર-કલર લગાવતાં પહેલાં તમારા વાળ એ હેર-કલરનાં કેમિકલ્સને સહન કરી શકશે કે નહીં એની ચકાસણી કરો. જો વાળ પહેલેથી જ સનલાઇટથી ડેમેજ અને સૂકા થઈ ગયા હોય તો એના પર કલર લગાવવાથી એ વધારે ડેમેજ થશે. એટલે કલર લગાવતાં પહેલાં વાળને ડેમેજ થવાથી બચાવો.
વાળમાં શેમ્પૂ કરીને તરત જ કલર ન કરાવો. જોકે વાળને અઠવાડિયા સુધી ધોયા વગરના રાખીને મેલા વાળમાં કલર કરવાની જરૂર નથી, પણ વાળને 24થી 36 કલાક પહેલાં શેમ્પૂ કરી શકાય. વાળને આટલા કલાક પછી જ કલર કરવાનું કારણ એ છે કે વાળમાં જરૂરી એવા નેચરલ ઓઇલનું જમા થવું જરૂરી છે, જેથી કલર એબ્સોર્બ થવામાં મદદ થાય અને કલર લાંબા સમય સુધી ચાલે.

image source

કલરવાળા વાળ પર વાપરવામાં આવતા શેમ્પૂ અને કન્ડિશનર પર પણ ધ્યાન આપો. જો એ પ્રોડક્ટ્સ કલર કરેલા વાળ માટે સ્પેશ્યલ ન હોય તો તમે ખોટું શેમ્પૂ વાપરી રહ્યા છો. કલર લગાવ્યા પછી વાળમાં ફરજિયાત કલર્ડ વાળ માટેનું શેમ્પૂ અને કન્ડિશનર જ વાપરો જેથી વાળની સોફ્ટનેસ જળવાઈ રહે.

Advertisement

વાળમાં કલર કરાવ્યા પછી સ્વિમિંગ-પૂલમાં જવાનું ટાળો. સ્વિમિંગ-પૂલનું ક્લોરિન યુક્ત પાણી કલરનો શેડ બદલી દેશે, કારણ કે કલરમાં રહેલું અમોનિયા અને પાણીનું ક્લોરિન આ બે કેમિકલ્સ એકસાથે ભળવાથી વાળનો કલર ડેમેજ થશે તેમજ વાળમાં સ્પ્લિટ એન્ડ, વાળ તૂટવા તેમજ બરછટ થવા જેવી તકલીફ થઈ શકે છે.

image source

કલર કરાવ્યા પછી બને એટલું તડકાથી બચો. બહાર નીકળતી વખતે વાળને સ્કાર્ફથી કવર કરો. જો તડકામાં વધારે વાર કપડાં સૂકવવામાં આવે તો એ પણ ઝાંખાં પડી જાય છે. એટલે તડકો વાળની શું હાલત કરશે એ તો વિચારવું જ રહ્યું. બીજો ઉપાય એ છે કે વાળને ડીપ કન્ડિશનિંગ કરો જેથી વાળને તડકાની આડઅસર ન થાય.

Advertisement

1 ચમચી એપ્પલ વિનેગારમાં અડધો કપ પાણી મિક્સ કરીને વાળમાં એપ્લાય કરો. આમ કરવાથી તમારા વાળમાં લગાવેલો કલર વધારે ડાર્ક થઇ જશે.

image source

2 વાળને ગરમ પાણીથી કોઇ દિવસ ધોશો નહીં. ગરમ પાણીના કારણે વાળનો કલર લાંબા સમય સુધી ટકતો નથી અને વાળ તૂટવાની સમસ્યા વધવા લાગે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version