Site icon Health Gujarat

માથાના વાળથી લઇને પગના તળિયા સુધીની અનેક સમસ્યાઓને દૂર કરે છે રાઇ, જાણો કેવી રીતે

મિત્રો, આપણને ખ્યાલ નથી આપણુ રસોઈઘર એ એક ઔષધીશાળા છે. અહી તમને તમારા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ બીમારીઓનો ઈલાજ મળી જાય છે. અહી રહેલી મોટાભાગની વસ્તુઓનો તમે ઔષધી તરીકે ઉપયોગ કરી શકો છો અને તમારા શરીરમા રહેલી જીવલેણ સમસ્યાઓને પણ ખુબ જ સરળતાથી દૂર કરી શકો છો. આજે આ લેખમા આપણે રસોઈઘરમા રહેલી એક એવી જ ઔષધી વિશે જાણવા જઈ રહ્યા છીએ કે, જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે તો ચાલો જાણીએ.

image source

આપણા ભારતીય રસોઈઘરોમા સબજીના તડકાથી માંડીને અથાણા સુધીની તમામ વસ્તુઓમા રાઈ નો ઉપયોગ કરવામા આવે છે પરંતુ, મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે, રાઈ એ ફક્ત તમારી સબ્જીને તડકો લગાવવા માટે જ નહિ પરંતુ, તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Advertisement
image source

રાઈમા અનેકવિધ પ્રકારના ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. આનાથી આપણા શરીરમા બીમારીઓનુ જોખમ પણ ઘટી શકે છે. આજે આ લેખમા અમે તમને રાઈમા સમાવિષ્ટ ગુણતત્વો વિશે જણાવીશુ. જો તમને કાનમા દુ:ખાવો થઈ રહ્યો છે તો તમે રાઈના તેલને ગરમ કરીને તેના બે-ત્રણ ટીપા કાનમા મૂકી શકો છો, જે તમને આરામ આપશે.

image soucre

ઘણીવાર બહેરાશની સારવારમા પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય જો તમને માથાનો દુ:ખાવો થતો હોય તો તેને ઝીણી પીસીને દુ:ખાવાના ભાગમાં લગાવવામા આવશે તો તમને રાહત મળે છે. આ સિવાય જો તમારા શરીરના કોઈ ભાગ પર કાચ લાગી ગયો હોય અથવા તો ખૂંચી ગયો હોય તો રાઇ અને મધની પેસ્ટ તૈયાર કરો અને તેને તે જગ્યાએ લગાવો. આમ, કરવાથી ત્વચાની અંદરથી જ કાચ તુરંત બહાર નીકળી જશે.

Advertisement
image source

રાઈમા કેલરી ઓછી અને ફાઇબરની માત્રા વધારે હોય છે. તે આપણું વજન ઘટાડવામાં ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. જો કે, આ નાના-નાના સ્તરને નિયંત્રણમા રાખે છે, જેનાથી ડાયાબિટીસનુ પણ જોખમ ઓછુ થાય છે. આ સિવાય રાઈમા માયોરોકિસન, સીનીગ્રિન જેવા તત્વો પણ સમાવિષ્ટ હોય છે. જો તમે વહેલી સવારે તેની પેસ્ટ તૈયાર કરીને તમારી ત્વચા પર લગાવો તો ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

image source

આ સિવાય માથા પર રાઈનુ દ્રાવણ લગાવો તો તમારી અનેકવિધ સમસ્યા દૂર થાય છે. આ સિવાય વાળ ખરવા અને વાળમા ખોળો પડી જવો જેવી સમસ્યાઓમા પણ તે ફાયદાકારક રહે છે. આ સિવાય રાઈને ક્રશ કરીને તેમા કપૂર મિક્સ કરીને તેનાથી સાંધાની માલિશ કરવાથી સાંધાની પીડામા તમને રાહત મળે છે. આ સિવાય તે અલ્ઝાઈમરની સમસ્યા દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version