Site icon Health Gujarat

એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર આ રીતે વાળને કરો સ્ટ્રેટ, વાળ નહિં થાય ડેમેજ પણ થશે સિલ્કી

બધા એવું ઇચ્છતા હોય છે કે તે સુંદર દેખાય તેના માટે તે ઘણા ઉપાય કરે છે પરંતુ જ્યારે ત્વચા તો સુંદર હોય અને આપના વાળ સારા ન હોય ત્યારે આપણે સુંદર લાગી શકતા નથી. તેથી આપણે આપના વાળને સુંદર અને ચમકીલા બનાવવા માટે ઘણા ઉપાય કરીએ છીએ. આપના વાળ સીધા અને સિલ્કી હોય તો આપની સુંદરતામાં વધારો કરે છે. જ્યારે આપના વાળ સીધા હોય ત્યારે તેની ચમકમાં પણ વધારો કરે છે. તેથી વાળને સીધા કરવા માટે આપણે પાર્લરમાં જઈને આપણે ઘણા પૈસા ખર્ચ કરીએ છીએ તેનાથી આપના વાળ થોડા દિવસ તો સુંદર દેખાય છે.

image source

પરંતુ વાળને સીધા કરવા માટે આપણે જ્યારે પાર્લરમાં જઈએ છીએ ત્યારે તે વાળમાં ઘણા કેમિકલ લગાવે છે અને તેની સાથે વાળમાં ગરમ સ્ટ્રેટનરથી વાળને સીધા કરે છે તેનાથી વાળને ઘણું નુકશાન થાય છે. આથી આપણે વાળને સીધા અને સિલ્કી કરવા માટે ઘરેલુ ઉપાય કરવા જોઈએ. તેના માટે તમારે વધારે ખર્ચ પણ નહીં કરવો પડે અને વાળને કોઈ નુકશાન પણ નહીં થાય. આના માટે તમે ચ્ખાના લોટનો ઉપયોગ કરી શકો છો. આનાથી આપના વાળ કુદરતી રીતે સીધા અને ચમકીલા બને છે અને આની સાથે તે જાડા અને સિલ્કી પણ બને છે.

Advertisement

તેના માટે સામગ્રી :

image source

હેરપેક બનાવવા માટે ચોખાનાઓ લોટ બે કપ, ઈંડું એક નંગ, દૂધ એક કપ, મુલતાની માટી બે કપ, કંડિશનર બનાવવા માટે મધ ત્રણ ચમચી, ગુલાબ જળ ત્રણ ચમચી.

Advertisement

તેને બનાવવાની રીત :

image source

તેને બનાવવા માટે આપણે એક વાસણમાં ચોખાનો લોટ લેવો અને તેમાં તમારે મુલતાની માટી અને દૂધ ભેળવીને એક પેસ્ટ બનાવી લેવી. તે પછી તમારે તેમાં ઇંડાનો સફેદ ભાગ નાખીને તેને સારી રીતે ભેળવી લેવું. તે પછી વાળને કાસકાથી સારી રીતે ઓળી લેવા અને તે પછી આને તમારે આને વાળના મૂળ પર લગાવો અને તેના બધા વાળ પર લગાવવું. જ્યારે તે સુકાઈયા જાય તે પછી તમારે આને સાદા પાણીથી ધોઈ લેવું જોઈએ. કંડિશનર બનાવવા માટે બંનેને ભેળવી લેવું અને તેને અડધા ભીના વાળ પર લગાવો અને એએ તમારે અઠવાડિયામાં એક વાર વાપરવું જોઈએ આનાથી વાળ સીધા થાય છે.

Advertisement
image source

આને લગાવો તે પહેલા તમારા વાળ સારી રીતે સાફ હોવા જોઈએ તેથી તેને શેમ્પુથી પહેલા ધોઈ લેવા અને તે પછી આને લગાવો. આનાથી માથાની ત્વચાને પણ સારી રીતે સાફ કરી શકાય છે તેનાથી ખંજવાળ અને ખોડા જેવી સમસ્યા રહેતી નથી. આનાથી તમારા વાળની શુષ્કતા પણ દૂર થશે અને તમારા વાળ સીધા, સિલ્કી અને ચમકીલા બને છે. ચોખાના લોટમાં રહેલ વિટામીન અને ખનીજ વાળને પ્રાકૃતિક પોષણ આપે છે. આનાથી વાળને મજબૂત બનાવે છે. તેનાથી વાળમાં ભેજ બનાવી રાખે છે. તેનાથી વાળ જાડા, લાંબા અને મુલાયમ અને ચમકીલા બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version