Site icon Health Gujarat

જો તમે હળદરને ઘરગથ્થું ઉપચાર તરીકે અવારનવાર ઉપયોગમાં લો છો તો આ માહિતી તમારી માટે જ છે…

દક્ષિણ અશિયામાંથી આવેલો આ મસાલો, એટલે કે હળદર અત્યારે મોટા ભાગની બધી વાનગીઓમાં વપરાય છે. અને તે ફક્ત મસાલા તરીકે જ નહિ, પણ એક ઔષધી તરીકે પણ તે વપરાય છે.

image source

સામાન્ય રીતે આપણે હળદરના ફાયદાઓ જોયા હશે પરંતુ આજે અમે તેની કેટલીક આડ અસરો લાવ્યા છીએ જે નીચે પ્રમાણે છે.

Advertisement

૧. પથરી

image source

હળદરને હદ કરતા વધારે પ્રમાણમાં લેવાથી પથરી થઈ શકે છે. આવું થવાનું કારણ હળદરમાં હાજર રહેલા ઓક્ઝાલેટ છે. આ ઓક્ઝાલેટ કેલ્શિયમને ભેગા કરે છે જે પથરી માટે જવાબદાર છે. આથી જો તમને પથરી હોય તો તમારે હળદરથી દુર જ રહેવું હિતાવહ રહેશે.

Advertisement

એક અભ્યાસમાં એવું સાબિત પણ કરવામાં આવ્યું હતું કે તજની સરખામણીમાં હળદરને લીધે પેશાબમાં વધુ માત્રામાં ઓક્ઝાલેટ આવે છે.

૨. પેટની સમસ્યા

Advertisement
image source

રસોઈ બનાવતી વખતે નાખેલી હળદરને કારણે કોઈ ગેસની અથવા પેટને લગતી સમસ્યા તો નથી થતી પણ કોઈ સમસ્યા જેમ કે સાંધાના દુખાવાનું નિવારણ લાવવા ખાધેલી હળદર ગેસને લગતી સમસ્યા ઉભી કરી શકે છે.

આ ઉપરાંત એવુ પણ જાણવા મળ્યું છે કે હળદરનું વધુ પ્રમાણ લાંબા સમય સુધી લેવાથી પણ ગેસની સમસ્યા ઉભી થઈ શકે છે.
આટલું જ નહિ, તેણે કારણે અપચો પણ થઇ શકે છે. અને જો તમને એસિડીટીની તકલીફ હોય તો હળદરથી દુર જ રહેવું.

Advertisement

૩. યકૃતમાં પથરી

image source

હળદરમાં ઓક્ઝાલેટ નામનું કેમિકલ હોય છે જે કીડનીની સાથે સાથે યકૃતમાં પણ પથરી કરી શકે છે. આટલું જ નહિ, ૨૦ થી ૪૦ મિલીગ્રામ હળદર પિત્તાશયનું સંકોચન વધારી શકે છે.

Advertisement

આ ઉપરાંત અમેરિકન જર્નલ ઓફ કલીનીકલ ન્યુટ્રીશનમાં કરેલા અભ્યાસ પ્રમાણે હળદરને કારણે મૂત્રમાં ઓક્ઝાલેટનું પ્રમાણ વધે છે.

૪. લોહી નીકળવાનું જોખમ

Advertisement
image source

હળદર કેટલીક દવાઓ સાથે મળીને લોહી નીકળવાનું પ્રમાણ વધારે છે.

૫. એલર્જી

Advertisement
image source

હળદરને આદુનો જ એક પ્રકાર માનવામાં આવે છે આથી જે પણ વ્યક્તિને આદુથી અથવા પીળા કલરથી એલર્જી થતી હશે તેને હળદરથી પણ એલર્જી થાય જ.

આ ઉપરાંત હળદર તમારી શ્વાસોચ્છવાસ ઉપર પણ અસર કરે છે તેમજ તમારી ચામડી પણ ફાટે છે.

Advertisement

આ પ્રકારની એલર્જી હળદરને ચામડી ઉપર લગાવવાથી અથવા ખાવાથી થઈ શકે છે. આથી જો તમને ઉપરની કોઈ બીમારી અથવા અસર હોય તો હળદરનો ઉપયોગ બને એટલો ઓછો કરવો વધારે યોગ્ય રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version