Site icon Health Gujarat

આ ઘરેલું ઉપાયોથી હર્નિયાની સમસ્યામાંથી મેળવો છૂટકારો, નહિં કરાવું પડે ઓપરેશન પણ

આપણા શરીરની અંદર કેટલીક ખાલી જગ્યાઓ હોય છે,જેને શરીરની પોલાણ કહેવામાં આવે છે.આ પોલાણ ત્વચાની ચામડી અને સ્નાયુઓથી ઢંકાયેલા હોય છે.જ્યારે આ ચામડી કેટલીકવાર ફાટી જાય છે અથવા સ્નાયુઓ નબળી પડી જાય છે,ત્યારે શરીરના અંગનો અમુક ભાગ બહાર આવે છે અને એવી જગ્યાએ પહોંચે છે જ્યાં તેને ન પોંહચવું જોઈએ.આ વિકૃતિને હર્નિયા કહેવામાં આવે છે.જો હર્નીયા દબાણ અથવા જટકા સાથે બહાર આવે તો તેને સામાન્ય હર્નીયા કહેવામાં આવે છે,જેને ઘટાડી શકાય છે અને તે જોખમી નથી.પરંતુ જો અંગ અથવા પેશીઓનો ભાગમાં થાય છે,તો તે ખતરનાક માનવામાં આવે છે.આને ઇન્સર્સેરેટેડ હર્નીયા કહેવામાં આવે છે,જે એક ગંભીર સમસ્યા છે.સૌથી ખતરનાક હર્નિયાને સ્ટ્રેન્ગ્યુલેટેડ હર્નીયા કહેવામાં આવે છે, જેમાં પેશીઓમાં લોહીનો પ્રવાહ અટકે છે.

image source

હર્નિયા એ એક એવી સમસ્યા છે જેના પર સમયસર ધ્યાન આપવાની જરૂર છે,કારણ કે તે એક એવી શારીરિક સમસ્યા છે કે જો યોગ્ય સમયે તેની સારવાર ન કરવામાં આવે તો તેનો ઈલાજ એકમાત્ર ઓપરેશન જ છે.પણ આવી સમસ્યાઓમાં ઘણીવાર ઘરેલુ ઈલાજ કામ આવે છે.તો ચાલો અમે તમને જણાવીએ કે હર્નિયાની સમસ્યાથી બચવા માટેના ઘરેલુ ઉપાય.

Advertisement
image source

હર્નિયાની સમસ્યાથી બચવા માટે સૌથી પેહલા જરૂરી છે કે તમે તમારા પેટને સ્વસ્થ રાખો,પેટમાં કબજિયાતની સમસ્યા ન થવા દો,પેટની માંસપેશીઓ પર દબાણ થાય તેવા વધુ કાર્યો કરવાનું ટાળો.તમારું વજન સંતુલિત રાખવાનો પ્રયત્ન પણ કરો.

image soucre

કોઈપણ પ્રકારની ધૂમ્રપાનની આદતને તરત જ છોડો.આલ્કોહોલ,સિગરેટ,તમાકુ વગેરે સિવાય માંસાહારી ખોરાક ન લેવો.કારણ કે તમારી આ આદતો તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

Advertisement

વધુ આહારનું સેવન કરવાનું ટાળો અને ચા,કોફી અને અન્ય કેફીનયુક્ત પદાર્થોનું સેવન કરવાનું પણ ટાળો.જયારે તમે પાણી પીવો ત્યારે એકસાથે બધું પાણી ન પીવું.થોડું-થોડું પાણી પીવાની આદત પાડો.

image soucre

જમ્યાના લગભગ 1 કલાક પછી એક ગ્લાસ પાણીમાં એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને ધીમે ધીમે પીવો. દિવસમાં 3 વખત જીરું ચાવીને ખાવું અને ત્યારબાદ નવશેકું પાણી પીવાથી ફાયદો થશે.

Advertisement
image soucre

એલોવેરાનો રસ,અળસી,મેથી વગેરેનું સેવન કરવાથી પણ આ સમસ્યામાં ફાયદો થાય છે.ઉપરાંત કસરત અને ચાલવાનું પણ ચાલુ રાખો.તેનાથી પણ ફાયદો થશે.

બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર કેમોલી ચામાં મધ ઉમેરો અને દિવસમાં ઓછામાં ઓછા 4 વખત આ ચા પીવો.તે તમારી પાચક શક્તિને સ્વસ્થ રાખે છે અને હર્નિયાની સમસ્યા દૂર કરે છે.

Advertisement
image soucre

આદુની મૂળ અથવા કાચું આદુ ખાવાથી તમને હર્નીયાની સમસ્યાથી મુક્તિ મળે છે.તેના બળતરા વિરોધી ગુણધર્મો તમારી હર્નીયાની સમસ્યાને દૂર કરે છે અને પેટના દુખાવાને પણ દૂર કરે છે.

image source

મુલેઠીની ચા પીવાથી ક્ષતિગ્રસ્ત પેશીઓ ઝડપથી મટે છે.મુલેઠીમા એનાલજેસિક ગુણધર્મો હોય છે,જેથી પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું પણ દૂર થાય છે.
દૂધમાં હરડે ઉકાળ્યા બાદ તેને એરંડા તેલમાં તળી લો અને તેનો પાવડર બનાવો.તે પછી તેમાં કાળું મીઠું,અજમો અને હિંગ નાખો.દિવસમાં 2 વખત આ પાવડરનું સેવન કરવાથી તમારી હનિયાની સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થઈ જશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version