Site icon Health Gujarat

માથાના દુખાવામાંથી તરત છૂટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાયો

આજના સમયમાં વધુ પડતા ટેંશનને કારણે માથું દુખાવાની સમસ્યા સાવ સામાન્ય બની ગઈ છે. ઘણાખરા લોકો એવા હશે જેઓ માથાના દુખાવાની સમસ્યાથી પીડાતા હશે. આ સમસ્યાથી છુટકારો મેળવવા અનેક લોકો દવાઓનો ઉપયોગ કરે છે પરંતુ દવાઓનું વધારે પડતું સેવન ક્યારેક શરીર માટે જોખમી પણ બની રહેતું હોય છે. નોંધનીય છે કે માથાના દુખાવાની સમસ્યાના નિવારણ માટે અનેક ઘરેલુ ઉપાય પણ કારગર છે. ત્યારે આજના આ સ્વાસ્થ્ય સંબંધી લેખમાં આપણે માથાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચારો વિષે જાણીશું.

ગરમ પાણીમાં જાયફળનો પાવડર મિક્સ કરી પીવું

Advertisement
image source

જાયફળ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા ગરમ પાણીમાં જાયફળનો પાવડર મિક્સ કરી તે પાણી પીવાથી માથાનો દુખાવો મટી શકે છે.

લવિંગ અને નારિયળના તેલનો ઉપયોગ

Advertisement
image source

માથાના દુખાવાની સમસ્યામાં લવિંગ અને નારિયળનું તેલ મેળવીને માથા પર મસાજ કરવાથી માથું દુખાવાની ફરિયાદ નથી રહેતી.

આદુ અને લીંબુનો રસ

Advertisement
image source

માથાના દુખાવામાં આદુ અને લીંબુનું સેવન ફાયદાકારક છે. આદુ અને લીંબુના રસને એક સાથે મેળવીને તેનું સેવન કરવાથી માથું દુખતું બંધ થાય છે. આ પ્રયોગને દિવસમાં બે થી ત્રણ વખત કરવો.

તુલસીના પાન અને ચંદન પાવડર

Advertisement
image source

તુલસી આમ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. માથાના દુખાવાની સમસ્યામાં પણ તુલસીના પાન, પાણી અને ચંદન પાવડર એક સાથે મેળવીને પેસ્ટ બનાવી તેને માથા પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.

લવિંગ

Advertisement
image source

લવિંગનું સેવન સ્વાસ્થ્ય માટે રાહતરૂપ છે. માથાના દુખાવાની સમસ્યામાં ચાર – પાંચ લવિંગ શેકી તેને કપડામાં બાંધી લો. આ કપડાંની પોટલીને થોડી થોડી વારે સુંઘતા રહેવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

નારિયળ તેલથી મસાજ

Advertisement
image source

માથાના દુખાવાની સમસ્યા દૂર કરવા નારિયળના તેલથી માલિશ કરવું ફાયદાકારક છે. નારિયળ તેલથી માથાને મસાજ કરવાથી માથાનો દુખાવો મટી જાય છે. નોંધનીય છે કે માઈગ્રેનને કારણે પણ માથાનો દુખાવો થઇ શકે છે. જો તમને સતત માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો ડોક્ટર દ્વારા તપાસ કરાવવી હિતાવહ છે.

ગાજરનો રસ

Advertisement
image source

માઈગ્રેનના દર્દીઓએ ગાજરના જ્યૂસનું સેવન કરવું જોઈએ. ગાજરના જ્યૂસનું સેવન કરવાથી માઈગ્રેનની સમસ્યામાં રાહત મળે છે. એ સિવાય ગાજરનું જ્યુસ શરીર માટે પણ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version