Site icon Health Gujarat

હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા જ શરીરમાં આ 5 ફેરફારો દેખાવાનું થઇ જાય છે શરૂ, ભૂલથી પણ ના કરતા આ લક્ષણોને નજરઅંદાજ

હૃદય એ આપણા શરીરનો મુખ્ય ભાગ છે.હૃદય આપણા સમગ્ર શરીરમાં લોહી અને ઓક્સિજનને સપ્લાય કરે છે. પરંતુ આજકાલ ખોટી જીવનશૈલી અને ખોટા આહારને કારણે મોટાભાગના લોકોને હાર્ટ એટેકની બિમારી થઈ રહી છે.મોટાભાગના લોકો માને છે કે હાર્ટ એટેક એ અચાનક આવતી બિમારી છે.હાર્ટ એટેક સિવાય શરીરમાં કોઈ અચાનક રોગ આવતો નથી.પણ આ ખોટું છે,કારણ કે હાર્ટ એટેકના 1 મહિના પહેલા જ શરીર તેના સંકેતો જાહેર કરે છે.જે સંકેતોને તમે નજર-અંદાજ કરો છો.તો ચાલો અમે તમને જણાવીએ કે હાર્ટ એટેકના 1 મહિના પહેલા શરીરમાં ક્યાં 5 પરિવર્તન દેખાવાનું શરૂ થાય છે.આ સંકેતોને ક્યારેય અવગણો નહીં.

હાર્ટ એટેકના સંકેતો

Advertisement

1. પગ અથવા શરીરના કોઈ અન્ય અંગોમાં સોજો

image soucre

હૃદય આપણા શરીરમાં લોહી સપ્લાય કરે છે અને જ્યારે લોહીના સપ્લાયમાં કોઈ અવરોધ આવે છે,ત્યારે શરીરના ભાગોમાં સોજા આવે છે અને આ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.

Advertisement

2. શ્વાસની તકલીફ

image source

જ્યારે હૃદયમાંથી ઓક્સિજન ફેફસામાં યોગ્ય રીતે પહોંચતું નથી,ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.આ હાર્ટ એટેકની નિશાની પણ હોઈ શકે છે.તેથી તેને અવગણશો નહીં.

Advertisement

3. છાતીમાં દુખાવો અને બળતરા થવી

image source

લાંબા સમયથી છાતીમાં દુખાવો અને બળતરાની સમસ્યા થવી એ પણ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.જો તમને પણછતીમાં દુખાવો અથવા બળતરા થતી હોય,તો તમારા ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરો.

Advertisement

4. શરીરમાં નબળાઇ અને થાક

image source

હંમેશાં કામ કર્યા વિના શરીરમાં નબળાઇ અને થાક રહેવું એ પણ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.હૃદય આખા શરીરમાં ઓક્સિજન પૂરું પાડે છે અને જ્યારે શરીરના અવયવોમાં ઓક્સિજનની સપ્લાય સારી હોતી નથી,તો પછી કંઈપણ કામ કર્યા વગર જ શરીરમાં નબળાઇ અને થાકનો અનુભવ થાય છે.

Advertisement

5. ચક્કર આવવા

image source

હૃદય મગજમાં પણ ઓક્સિજનની સપ્લાય કરે છે અને જ્યારે ઓક્સિજન સંપૂર્ણ રીતે મગજમાં પહોંચતું નથી, ત્યારે ચક્કર આવવાના શરૂ થાય છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.

Advertisement

જાણો હાર્ટ એટેકની સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ.

નિયમિત કસરત કરો

Advertisement
image source

હાર્ટ એટેકથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે દરરોજ કસરત કરવી.દરરોજ ઓછામાં ઓછા 15 મિનિટ સુધી કસરત કરવાથી હૃદય સ્વસ્થ રહે છે.તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે ચાલવું એ પણ એક સારી કસરત છે.

જંક-ફૂડનું સેવન કરવાનું ટાળો

Advertisement
image source

તેલયુક્ત અથવા જંક ફૂડ ખાવાનું ટાળો,કારણ કે તેમાં વધારે તેલ હોય છે,તેથી તે હૃદય માટે યોગ્ય નથી.હાર્ટ એટેકથી બચવા માટે આ પ્રકારના ખોરાકને ટાળો.

જાડાપણું દૂર કરો

Advertisement
image source

શરીરમાં વધારે ચરબી હોવી એ પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે.વધારે વજન હોવાને કારણે હૃદયને વધુ લોહી અને વધુ ઉર્જા પંપ કરવી પડે છે,જે નાજુક હૃદય પર વધુ દબાણ લાવે છે.

તાણથી દૂર રહો

Advertisement
image source

શું તમે તણાવમાં છો ? હાર્ટ એટેકથી બચવા માટે તાણથી દૂર રહેવું જરૂરી છે.જો તમે કોઈ તમારું પ્રિય ગુમાવ્યું છે,તો તે માટે તમારા હૃદયને તૈયાર કરો અને પ્રેમ અને શાંતિ મેળવવાનો પ્રયાસ કરો.

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખો

Advertisement

જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો,તો સમયાંતરે બ્લડ પ્રેશરની તપાસ કરવો.હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

સંપૂર્ણ ઊંઘ લો

Advertisement
image source

હાર્ટ એટેકથી બચવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ ઊંઘ છે.દરરોજ 8 કલાકની ઊંઘ એ અનેક રીતે હૃદય માટે ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version