Site icon Health Gujarat

જો તમે નિયમિતપણે આ ટિપ્સ ફોલો કરશો તો હૃદયને લગતી અનેક તકલીફોથી બચશો, જાણો અને રાખો ખાસ ધ્યાન

હૃદય અને ફેફસાના દર્દીઓ માટે ધૂમ્રપાન કરવું અને આલ્કોહોલ પીવું એ મૃત્યુ તરફ જવાના રસ્તા જેવું જ છે.કોરોનાવાયરસને કારણે લોકો લાંબા સમયથી લોકડાઉન હોવાથી ઘરોમાં ફસાયેલા હતા.કેટલાક લોકો માટે, આ સમયગાળો ખૂબ તણાવપૂર્ણ સાબિત થયો.તેવી જ રીતે યુવા પેઢી પણ ઘરેથી કામ કરતી વખતે સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપી રહી હતી.આ કોરોના સમય દરમિયાન વૃદ્ધ લોકો પણ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ નિષ્ક્રીય બન્યા છે.આ વાયરસના ફેલાવવાના કારણે લોકો બહાર નીકળતા ડરે છે અને તબીબી સારવારની અવગણના કરે છે.આવું કરવાથી તે તેમની રક્તવાહિની આરોગ્ય માટે જોખમ વધારે છે.આવી સ્થિતિમાં દરેક વયના લોકોએ તેમના આરોગ્યની ખાતરી કરવા માટે ઘરે આ નિયમોનું પાલન કરવું જોઈએ.જેથી તમારું સ્વસ્થ્ય અને તમારું જીવન બંને સ્વસ્થ રહે.તો ચાલો જાણીએ એ ટિપ્સ જેને અપનાવવાથી તમારું હૃદય એકદમ સ્વસ્થ રહેશે.

પરફેક્ટ ડાયેટ

Advertisement
image source

કોરોના સમય દરમિયાન હૃદયના આરોગ્યને સ્વસ્થ રાખવા માટે પરફેક્ટ ડાયટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ માટે તમે જંક ફૂડથી દૂર રહો અને તમારા ભોજનમાં લીલા શાકભાજીનું પ્રમાણ વધારવું.સૌથી મહત્વપૂર્ણ એ છે કે તમારા શરીરમાં પાણી અને વિટામિનની ઉણપ ના આવવા દો.
આવા સમયે યોગ્ય નિત્યક્રમને અનુસરો.જેમ કે તમે સમયસર સૂઈ જાઓ અને સમયસર જાગો.તમે સપ્તાહના અંતે પૂરતો આરામ કરો.કારણ કે પૂરો આરામ એ આખા આરોગ્યને તંદુરસ્ત રાખવામાં ખરેખર મદદ કરે છે.

ડિજિટલ મોડ અપનાવો

Advertisement
image source

એક બીજાના સંપર્કમાં આવવાથી વાયરસનું સંક્ર્મણ વધુ વધે છે.આવી સ્થિતિમાં સામાજિક રીતે મળવા માટે તમે ડિજિટલ મોડ અપનાવો.જેમ કે વિડિઓ,ઝૂમ કોન્ફરન્સ અને ગ્રુપ વિડિઓ કોલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.સાથે વર્ચુઅલ લર્નિંગ ક્લાસ પણ લો.

ધૂમ્રપાન અને દારૂના સેવનથી બચો

Advertisement
image source

હૃદય અને ફેફસાના દર્દીઓ માટે ધૂમ્રપાન કરવું અને આલ્કોહોલ પીવો એ મૃત્યુ તરફ જવા જેવું છે.આવી સ્થિતિમાં,તેની અસરો સામાન્ય લોકોમાં પણ જોવા મળે છે.દારૂ પીવું અને ધૂમ્રપાન કરવું રોગપ્રતિકારક શક્તિને નબળું પાડે છે.રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી કોરોના ચેપ તમારા પર સીધો અસર કરી શકે છે.તેથી કોરોનાથી બચવા અને તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે આજથી ધૂમ્રપાન અને દારૂના સેવનથી દૂર રહો.

વજન નિયંત્રણમાં રાખો

Advertisement
image source

આ માટે તમે સ્વસ્થ વજન અને બીએમઆઈ રેકોર્ડ બનાવો.તંદુરસ્ત શરીરની રચના તમારા હૃદયને તપાસવામાં અને અન્ય રોગોની શક્યતાને ઘટાડવામાં મદદરૂપ છે.વજનને નિયંત્રણમાં રાખવાથી તમને હૃદયની કોઈપણ બીમારી નહીં થાય.

વર્કઆઉટ પણ મહત્વપૂર્ણ છે

Advertisement
image source

દરેક વ્યક્તિએ નિયમિતપણે વર્કઆઉટ્સ કરવા જોઈએ.આના દ્વારા શરીર આખો દિવસ સક્રિય રહે છે અને શરીરમાં ઉર્જા પણ જળવાઈ રહે છે.દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જરૂરી છે.તમારી દિનચર્યામાં ડાંસ પણ શામેલ કરો.કારણ કે ડાંસ પણ કસરત કરવા જેવું જ કાર્ય છે.આમાં સૌથી મહત્વપૂર્ણ એરોબિક્સ ડાંસની કસરત છે.

કામ વચ્ચે જરૂરથી બ્રેક લો

Advertisement
image source

જો કે કાર્ય જરૂરી છે,પણ તેનો અર્થ એ નથી કે તમે તમારા શરીરને આરામ ન આપો.કામની વચ્ચે વિરામ લેવાથી શરીરની ઉર્જા વધે છે.આ સાથે હૃદય પણ યોગ્ય રીતે કાર્ય કરે છે.

ડોક્ટરની તાપસ કરાવવી જરૂરી છે

Advertisement
image source

છાતીમાં દુખાવો,માથામાં દુખાવો,પગમાં સોજો અને ચક્કર જેવા શરીરમાં રહેલા કોઈ સરળ લક્ષણો અને અસમાનતાઓને અવગણશો નહીં તેની કાળજી લો.હોઈ શકે કે આ રોગો હૃદયને લગતા જોખમને સૂચવે છે અથવા આ કોરોના ચેપના લક્ષણો પણ હોય શકે છે.આ સમસ્યા ખાસ કરીને 70 અને તેથી વધુ વયના લોકોમાં વધારે જોવા મળે છે.આવા લક્ષણો જો તમારા શરીરમાં હોય તો આજે જ ડોક્ટર પાસે તાપસ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version