Site icon Health Gujarat

અપનાવો આ ઘરેલુ ઉપચારો, અને હાઇ બ્લડ પ્રેશરને કરી દો કંટ્રોલમાં

હાઇ બી.પીની સમસ્યા હવે લગભગ દરેકને હોય છે જ. મોટી ઉંમરના લોકો,યુવાનો અને હવે તો બાળકો પણ આનો શિકાર બની રહ્યા છે. સામાન્ય રીતે આનો એક માત્ર ઈલાજ રોજ આની એક ગોળી લેવી એવો છે. પરંતુ દરરોજ સ્ટ્રોંગ દવાનું સેવન આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. આવા સમયે બને એટલા ઘરેલુ ઉપચારનો જ સહારો લેવો બેસ્ટ છે જેના કારણે બી.પી પણ કંટ્રોલમાં રહે અને શરીરને નુકશાન પણ ના થાય. તો આવો જાણીએ હાઇ બી.પીને કંટ્રોલમાં રાખવાના ઘરેલુ નુસખા……

કેળુ

Advertisement
image source

કેળામાં રહેલું પોટેશીયમ હાઇ બી.પીને કંટ્રોલમાં રાખે છે. જો તમે રોજ એક કેળાનું સેવન કરો છો તો તમારા શરીરને પૂરતી ઉર્જા મળી રહે છે. કેળાની સાથે સાથે લીલી ભાજી,ટામેટાં,બટાકા,શક્કરીયાં પણ હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

લસણ

Advertisement
image source

કાચું કે શાકમાં નાખેલું લસણ ખાવાથી હાઇ બી.પી. કંટ્રોલમાં રહે છે. હાઇ બી.પીની સાથે સાથે તમારા વાધેલા કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે.

કાળા મરી

Advertisement
image source

કળા મરીમાં રહેલી એંટી ઓક્સિડેંટ તત્વો પણ રક્ત વાહિનીને બરાબર ચાલવામાં મદદ કરે છે. જો તમે રોજ એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી કાળા મરીનો પાવડર અને એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી બ્લડ પ્રેસર લેવલને બેલેન્સ કરવામાં મદદ કરશે.

ઓછામાં ઓછું સોડિયમ

Advertisement

ચટપટું અને મસાલેદાર ખોરાક એટલે કે સોડિયમ થી ભરપૂર,જો તમને હાઇ બી.પી ની સમસ્યા છે તો બહારનું બને એટલુ ઓછું ખાઓ.

રોજ કરો કસરત

Advertisement
image source

ઘરેલુ નુસખાની સાથે સાથે હેલ્થી ડાયટ અને રોજ કસરત ખૂબ જ જરૂરી છે. યોગ અને વ્યાયામની મદદથી પોતાની જાતને બને એટલી ફિટ રાખવાની કોશિશ કરવી જોઇયે.

ડાર્ક ચોકલેટ

Advertisement
image source

ડાર્ક ચોકલેટને કોકોટ ઝાડના બીજમાંથી બનાવવામાં આવે છે, જેમાં વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં ફ્લેવાનોલ હોય છે જે કે બ્લડ પ્રેશને ઓછું કરવામાં મદદ કરે છે

મેગ્નેશિયમ

Advertisement

સોડિયમની જેમ મેગ્નેસિયમ પણ તમારી બોડી માટે ફાયદાકારક છે. સરગવો,પાલક,મેથી,બદામ,મગફળી અને સોયાબીનમા ભરપૂર માત્રમાં મેગ્નેસિયમ હોય છે.

દારૂ અને ધૂમ્રપાન કરવાનું બંધ કરો

Advertisement
image source

દારૂ તમારા બ્લડ પ્રેશરને ઝડપી વધારે છે. એટલા માટે દારૂ પીનારને હાર્ટ સ્ટ્રોક વધારે થાય છે. જે લોકોને હાઈ બીપી છે તેમને ના તો દારૂ પીવો જોઇએ કે ના તો ધૂમ્રપાન કરવું જોઇએ.

દરરોજ વ્યાયામ કરો

Advertisement

દરરોજ વ્યાયામ, ખાસ કરીને કાર્ડિયો કરવાથી બ્લડ પ્રેશર હંમેશા નિયંત્રિત રહે છે. તમારે દોડવાં કે જોગિંગ કરવા માટે દરરોજ જવું જોઈએ.

મીંઠાનો ઉપયોગ ઓછો કરો

Advertisement
image source

તમારે પેકેટવાળા ફૂડ જેમાં વધારે મીંઠુ હોય છે, તેનાથી દૂર રહેવું જોઇએ. કેમકે તેમાં વધારે પડતું મીંઠુ હોય છે. મીંઠુ તમારું બીપી વધારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version