Site icon Health Gujarat

મધમાંથી બનતું આ પીણું કોરોના સામે કરે છે રક્ષણ, આ રીતે ઘરે બનાવીને લો ઉપયોગમાં અને વધારી દો તમારી ઇમ્યુનિટી

મધ એક જાદુઈ પદાર્થ છે જે સ્વાસ્થ્ય માટે તો મહત્ત્વનું છે જ પણ સાથે સાથે તેમાં અગણિત આયુર્વેદિક ગુણો પણ સમાયેલા છે. મધમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાયરલ જેવા ગુણો મળી આવે છે જે આપણા શરીરને વાયરલ સંક્રમણના જોખમથી દૂર રાખે છે. મધનું સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. તેનાથી આપણા શરીરનું વજન ઘટવામાં પણ મદદ મળે છે આ ઉપરાંત શરદી ઉધરસમાં પણ રાહત મળે છે. તો આજે અમે તમારા માટે એવા કેટલાક પીણાની જાણકારી લઈને આવ્યા છીએ જેમાં મધનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે.

હની-લેમન-જીંજર ટી

Advertisement
image source

શિયાળાની સિઝનમાં વાયરલ સંક્રમણ જેમ કે શરદી, ઉધરસ, નાક વહેવુ, ગળામાં રુક્ષતા આવવી વિગેરેની સમસ્યા રહેતી હોય છે. અને તેનાથી કોરોનાના સંક્રમણનું જોખમ પણ રહે છે. કારણ કે તે બધા જ કોરોના વયારસના શરૂઆતના લક્ષણોમાં માનવામાં આવે છે. તેવામાં તમે મધ, લીંબુ અને આદુની ચાનું સેવન કરી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકો છો. તમારે આ સંક્રમણ કાળ દરમિયાન મધ, લીંબુ અને આદુનો ઉકાળો કે શરબત બનાવીને પીવું જોઈએ. મધ એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાયરલ ગુણથી ભરપુર હોય છે, જે તમારા શરીરને વાયરલ સંક્રમણથી દૂર રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત લીંબુમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન-સી હોય છે જેનાથી પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ડીટોક્સ ટર્મરિક ટી

Advertisement
image source

જો તમને હર્બલ ટીનુ સેવન કરવુ પસંદ હોય અને તમારા શરીરને ડીટોક્સ કરવા માગતા હોવ તો તમારે મધવાળી આ ડીટોક્સ ટીનું સેવન ખાસ કરવું જોઈએ. હળદર, આદુ અને કાળા મરીને મિક્સ કરીને ચા બનાવીને તેને ચાળી લેવી અને તેમાં મધ ભેળવીને તેનુ સેવન કરવું. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બનશે અને તમારું શરીર વિવિધ પ્રકારની બિમારીઓથી પણ બચેલુ રહેશે.

લેમન-હની

Advertisement
image source

સવારે વહેલા નરણા કોઠે એટલે કે ખાલી પેટે હુંફાળા પાણીમા લીંબુનો રસ અને મધ ઉમેરીને પીવાથી પણ તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સવારે ખાલી પેટે મધ અને લીંબુનું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે તેમજ ત્વચા પણ ચમકીલી બને છે, આ ઉપરાંત તમારું પાચન પણ સુધરે છે અને જો કબજીયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. આ ઉપરાંત સવારે વહેલાં હુંફાળા પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને પીવાથી શરીર ડિટોક્સ થાય છે. આ ડ્રીંક શરીરને પોષક તત્ત્વોને શોષવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version