Site icon Health Gujarat

નાના બળકોને મધનું સેવન કરાવતા પહેલા જાણી લો કે મધ બાળક માટે નુકસાનકારક છે કે નહી.

નાના બળકોને મધનું સેવન કરાવતા પહેલા જાણી લો કે મધ બાળક માટે નુકસાનકારક છે કે નહી.

આ વાતમાં કોઈ બે મત નથી કે મધ એ ન્યુટ્રીશનથી ભરપુર એક હેલ્ધી ફૂડ છે પરંતુ શું મધનું નાના બાળકોને સેવન કરાવવું યોગ્ય છે ?

Advertisement

નાના બાળકોના શારીરિક વિકાસ અને તંદુરસ્તી માટે માતા પિતા બાળકોને ન્યુટ્રીશન અને વિટામીનથી ભરપુર આહારનું સેવન કરાવે છે. નાના બાળકોના ખાવા પીવાની વસ્તુઓમાં ઘણું વધારે ધ્યાન આપવાની જરૂરિયાત હોય છે. કેટલાક માતા પિતા નાના બાળકોને આહારમાં મધ પણ આપે છે.

image source

આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે મધ એક ન્યુટ્રીશનથી ભરપુર ખાદ્યપદાર્થ છે. પરંતુ શું મધ નાના બાળકોને સેવન કરાવવું ખરેખરમાં યોગ્ય છે.? વિશેષજ્ઞનું કહેવું છે કે નાના બાળકોને મધનું સેવન કરાવવું તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બરાબર ગણવામાં આવે છે.

Advertisement

ગોલ્ડન લીક્વીડ તરીકે ઓળખાતા મધમાં ખરેખર ક્લોસ્ટીડ્યમ બોટુલિનમ નામના બેક્ટેરિયા મળી આવે છે. બાળકોના શરીરમાં આહારની સાથે મધ દ્વારા કલોસ્ટીડ્યમ બોટુલિનમ નામના બેક્ટેરિયા નાના બાળકના શરીરમાં પ્રવેશ કરવો જે બાળક માટે ખુબ ખતરનાક સાબિત થાય છે. આ બેક્ટેરિયાના કારણે નાના બાળકોને ફૂડ પોઈઝનીંગની સમસ્યા પણ થઈ શકે છે.

image source

નાના બાળકોને મધનું સેવન કરાવ્યાના ૮ થી ૩૬ કલાકમાં જ નાના બાળકના શરીર પર આપને મધનું સેવન કરાવ્યાની અસર જોવા મળી શકે છે. એટલું જ નહી નાના બાળકોને મધ કે ખાંડનું સેવન કરાવવાના કારણે નાના બાળકને જયારે દાંત નીકળવા લાગે છે ત્યારે પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. ઉપરાંત કેટલીક સમસ્યાઓ પણ થાય છે.

Advertisement

એટલા માટે ડોક્ટર્સ અને ન્યુટ્રીશન એક્સપર્ટસ ખાસ કરીને કહે છે કે, એક વર્ષથી નાના બાળકોને મધનું સેવન કરાવવાની ના પાડે છે. તેમજ જયારે બાળકની ઉમર એક વર્ષ થઈ જાય ત્યાર પછી જ મધનું સેવન કરાવવાની સલાહ આપે છે.

Advertisement
Advertisement
Exit mobile version