Site icon Health Gujarat

જાણો રોજ સવારમાં ખાલી પેટે એક ચમચી મધ પીવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે

જો તમને પૂછવામાં આવે કે શરીરનો સૌથી ઉપયોગી ભાગ કયો છે, તો તમારો એકમાત્ર જવાબ હશે મગજ. મગજ આપણા શરીરનું સંચાલક છે, જેના ઈશારા પર આપણા શરીરના દરેક ફંક્શન કામ કરે છે. આપણા શરીરમાં સૌથી વધારે કામ મગજ જ કરે છે, એટલે શરીર જે ઉર્જાનું નિર્માણ કે છે એનો એક મોટો ભાગ મગજ ઉપયોગમાં લે છે.

image source

આ જ રીતે આપણા શરીરમાં સૌથી વધરે ઓક્સિજનની જરુર પણ મગજને હોય છે. જો કે એ પણ એક સત્ય છે કે મગજમાં પોલીસેચુરેટેડ ફેટી એસીડ અને લીપીડીકસની માત્રા વધુ હોવાના કારણે શરીરમાં ઓક્સીડેશનની ક્રિયા દ્વારા જે ફ્રી રેડીકલસ નીકળે છે, એ સૌથી વધારે નુકશાન પણ મગજને જ પહોચાડે છે. ફ્રી રેડીક્લસ મગજની કોશિકાઓને નષ્ટ કરતી રહે છે, જેના કારણે અલ્જાઈમર, ડીમેંશિયા જેવા રોગ લોકોને થઇ શકે છે.

Advertisement

આપણા મગજ માટે ઘણા જરૂરી છે એંટીઓક્સીડેન્ટ

image source

શરીરમાં થનાર આ ઓક્સીડેશનને રોકવા માટે આપણને એન્ટી ઓક્સીડેન્ટની જરૂર પડે છે. આ એન્ટી ઓક્સીડેન્ટ આપણને ખાવા પીવાની વસ્તુઓમાંથી મળે છે. એટલે કહેવાય છે કે જે લોકો પ્રાકૃતિક વસ્તુઓ વધારે ખાય છે, એમને ઘડપણ અને યાદશક્તિની કમી જેવી સમસ્યા થતી નથી. મગજને નુકશાન પહોંચવાથી રોકવા માટે કેટલાય પ્રકારના પોષક તત્વો જરૂરી હોય છે. જેવા કે વિટામીન સી, વિટામીન ઈ, જીંક, બીટા કેરોટીન, સેલેનીયમ વેગેરે. એટલે કે રોજ સવારે ઉઠીને ખાલી પેટે જો તમે કોઈ એવી વસ્તુ ખાઓ જે પાવરફુલ એંટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય, તો તમારું મગજ અને શરીર બંને લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. એવી એક વસ્તુ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે.

Advertisement

મધમાં એંટી ઓક્સીડેન્ટનો ભંડાર છે

image source

મધનું મહત્વ આયુર્વેદમાં ઘણું વધારે છે અને આજના વિજ્ઞાને પણ મધની સૌથી શક્તિશાળી દવા માની છે. જો તમે મધને બનાવનારી મધમાખીઓને જુઓ તો એમના ઉપર જુઓ, તો તમને મધ કુદરતના કોઈ અનમોલ ચમત્કારથી ઓછું નહિ લાગે. અને એના ફાયદાઓ જાણ્યા પછી તો તમને વધારે આશ્ચર્ય થશે. સારી કવોલીટીના મધમાં કેટલાય પ્રકારના ઓર્ગેનિક એસીડ અને ફ્લૈવોનોઈડ્સ હોય છે. જેવા કે ફેનોલીક તત્વો હોય છે, જે લોઈમાં ભાળીને રોગો સામે લડવામાં અને ફ્રી રેડિકલ્સ સામે લાડવામાં પણ શરીરને મદદ કરે છે.

Advertisement

મધ શરીરના બધા જ અંગોનું રક્ષણ કરે છે

image source

મધમાં એંટી વાયરલ, એંટી બેક્ટેરીયલ અને એંટી ઈમ્ફ્લેમેન્ટ્રી ગુણો હોય છે. જેના કારણે તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે અને લીવર, હ્રદય, ફેફસા વગેરેની રક્ષા કરે છે. જો કે મધ સૌથી વધારે લાભકારક છે, જે તમારા મગજ માટે લાભદાયક છે. મગજની કોશિકાઓમાં થનાર નુકશાન રોકવા માટે મધ મોટી ભૂમિકા નિભાવે છે. એટલે સુધી કે એ પણ જોવા મળ્યું છે કે ઘરડા લોકો જો રોજ એક ચમચી મધ ખાય તો એમની યાદશક્તિ, એકાગ્રતા અને જોવાની ક્ષમતા લાંબા સમય સુધી બનેલી રહે છે.

Advertisement

રોજ સવારે ૧ ચમચી મધ રાખશે તમને સ્વસ્થ અને એકાગ્ર

image source

રોજ સવારે ઉઠીને એક ગલાસ ગરમ પાણીમાં ૧ ચમચી ઓર્ગેનિક અને સારી ગુણવત્તા વાળું મધ ઘોળીને પીઓ, અને ત્યારબાદ ઓછામાં ઓછું ૩૦ મિનીટ સુધી બીજું કાઈ જ ખાઓ. એનાથી તમારા શરીરને સ્ફૂર્તિ મળશે, એંટી ઓક્સીડેન્ટ મળશે અને શરીર તેમજ મગજ બન્ને લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે. બસ એટલું ધ્યાન રાખવું કે જો તમને ડાયાબીટીશ અથવા પીસીઓડીની સમસ્યા છે તો તમારે ડોક્ટરને પૂછીને જ મધનું સેવન કરવું જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version