Site icon Health Gujarat

આ બે વસ્તુઓથી કરો ઘર સાફ, થઇ જશે એકદમ ચકચકાટ

માત્ર આ બે વસ્તુઓથી તમે ચમકાવી શકો છો આખું ઘર

ગૃહીણીઓ આખો સમય પોતાના ઘરને ચોખ્ખું રાખવામાં જ વ્યસ્ત રહેતી હોય છે. બધા જ પોતાના ઘરને સ્વચ્છ રાખવા માગતા હોય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે જે વસ્તુ બીજાને ત્યાં અત્યંત સ્વચ્છ હોય છે તે આપણે ત્યાં તેટલી સ્વચ્છ નથી રહેતી. આપણે પણ તેને સ્વચ્છ રાખવાનો ઓછો પ્રયાસ નથી કરતાં તેમ છતાં તે તેટલી ચમકતી નથી હોતી. તો આજે અમે તમને એ જણાવીશું કે માત્ર બે જ સામગ્રીથી તમે તમારા ઘરને કેવી રીતે ચકચકીત બનાવી શકો છો. આ બે સામગ્રીમાં આવે છે વિનેગર અને ગરમ પાણી.

Advertisement

કાચના વાસણો તેમજ બારીઓને આ રીતે ચમકાવો

image source

તેના માટે તમારે 1 કપ હુંફાળુ પાણી લેવું તેમાં અરધો કપ વિનેગર ઉમેરી તે મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું. હવે તે મિશ્રણને એક સ્વચ્છ કપડામાં ડુબાડો અને તેનાથી બારીના કાચ, તેમજ સ્લાઇડરના કાચ તેમજ કાચના વાસણો પણ સાફ કરી શકો છો. બારીઓના કાચની વાત કરીએ તો તેની સફાઈ ઉપરથી નીચેની તરફ કરવી. ત્યાર બાદ સાદા પાણીથી કાચની બારીઓ સાફ કરી લેવી. છેવટે ચોખ્ખા સુકાયેલા કપડાથી કાચ સાફ કરો.

Advertisement

ઘરના ફ્લોરને કરો આ રીતે સાફ

image source

ફ્લોર ચકચકીત કરવા માટે તમારે ત્રણ કપ પાણીમાં એક કપ વિનેગર નાખવું. હવે આ બન્ને વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવી. હવે તૈયાર થયેલા મિશ્રણને એક સ્પ્રે બોટલમા ભરી લેવું. હવે ફરસ પર જ્યાં ક્યાંય પણ ડાઘા પડ્યા હોય જે જતા ન હોય તેના પર આ સ્પ્રે છાંટી દેવો અને તેને તેમજ 8-10 મીનીટ માટે છોડી દેવું. ત્યાર બાદ તેને ગાભાથી સાફ કરી લેવું.

Advertisement

દુર્ગંધને આ રીતે કરો દૂર

જો તમારા બાથરૂમમાં લાંબા સમયથી ગંધ આવતી હોય અને ઘણા પ્રયાસ છતાં તે જતી ન હોય તો તેના માટે એક વાટકો અનડિસ્ટિલ્ડ વિનેગર આખી રાત માટે મૂકી દો. આમ કરવાથી તે દૂર્ગંધ દૂર થઈ જશે.

Advertisement
image source

બેસીન કે બાથરૂમ ચોકડીના ગટરના પાઇપની સફાઈ

આ સફાઈ માટે તમારે બેકિંગ સોડાની જરૂર પડશે. તેના માટે તમારે અરધો કપ બેકીંગ સોડા ગટરના પાઇપમાં નાખી દેવો. ત્યાર બાદ એક કપ વ્હાઈટ વિનેગર નાખી દેવું. જ્યારે વિનેગર બેકીંગ સોડા સાથે મિક્સ થશે એટલે ગટરમાંથી એક ઉભરો આવશે અને બધું જ બ્લોકેજ દૂર થઈ જશે.

Advertisement

તેનાથી જંતુઓ પણ મરી જશે. વિનેગર નાખ્યા બાદ તેને તેમ જ 30 મીનીટ માટે છોડી દો. ત્યાર બાદ હુંફાળુ ગરમ પાણી એક ડોલ ભરીને ગટરમાં નાખી દેવું. ગટર કે ગટરની પાઇપ સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે.

Advertisement
Advertisement
Exit mobile version