Site icon Health Gujarat

શરીરની ઈમ્યૂનિટી વધારવા આ 5 વસ્તુઓનું કરો સેવન, રોગો રહેશે તમારાથી કોસો દૂર

કોરોના મહામારીના આ યુગમાં લોકો પોતાને અને તેમના નજીકના લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે ખૂબ જ ધ્યાન રાખે છે. સામાજિક અંતરથી લઈને સ્વચ્છતા સુધીની દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ બધાની સાથે, કોરોનાથી બચવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ સૌથી મહત્વપૂર્ણ છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે કઇ વસ્તુઓ લેવી જોઈએ તે વિશે ઘણીવાર લોકોની દ્વિધા રહે છે, ખાસ કરીને શાકાહારી લોકોને ઘણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે શાકાહારી વસ્તુઓની યાદી લાવ્યા છીએ જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે.

1. નાળિયેર તેલ

Advertisement
image source

નાળિયેર તેલ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે અને તે એક કુદરતી સુપફુડ તરીકે જાણીતું છે. નાળિયેર તેલમાં ફેટી એસિડ્સનું શ્રેષ્ઠ મિશ્રણ છે અને નાળિયેર તેલમાં કુદરતી અને ઓષધીય ગુણ પણ છે. નાળિયેર તેલના દૈનિક ઉપયોગથી તમે ઘણા આરોગ્ય લાભો પણ મેળવી શકો છો. નાળિયેરમાં લોરીક એસિડની માત્રા વધુ હોય છે. નાળિયેર તેલ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે અને તે એક કુદરતી સુપફુડ તરીકે જાણીતું છે. હકિકતમાં નાળિયેર તેલમાં મોનોલોરીન હોય છે જે બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. આ સાથે વજન ઘટાડવામાં પણ તે ખૂબ ફાયદાકારક છે. તમે દરરોજ તમારા માથામાં ઠંડા નારિયેળ તેલના થોડા ટીપા નાખી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તમે તમારી આંગળીઓને નાળિયેર તેલથી મસાજ પણ કરી શકો છો. જે તમારા બ્લડ સ્ટ્રોકને પણ યોગ્ય બનાવશે અને તમારા સ્વાસ્થ્યને અસર કરશે નહીં.

2 આદુ

Advertisement
image source

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આદુ ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓકિ્સડન્ટ ગુણધર્મો છે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ ઉપયોગી છે. ઘણીવાર ભોજન પચવામાં સમસ્યા થઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘી કે મધ સાથે આદૂનો રસ લેવો જોઈએ. અપચો, ગેસ, પેટનો દુખાવો, એસિડિટી અને ઝાળાની તકલીફ થાય તો પણ આદુનું સેવન કરવું. તેનાથી પાચનક્રિયા સુધરે છે. તેના માટે આદુ, મરી અને પીપળીનું ચૂર્ણ સમાન માત્રામાં લેવું. આ ચૂર્ણમાં બે ગ્રામ જૂનો ગોળ ઉમેરી અને તેનું સેવન કરવું. તેનું સેવન કરવાથી ફેંફસા અને પેટના રોગના ઉપચારમાં લાભ થાય છે. જો ભૂખ ન લાગતી હોય તો આદુનું સેવન સિંધવ નમક સાથે કરવું.

3. કાળા મરી

Advertisement
image source

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં કાળા મરી પણ ખૂબ ફાયદાકારક છે. તે શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ છે. જે શરદી અને ખાંસી માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કાળા મરીએ ત્રિદોષ નાશક છે. આપણા શરીરનું બંધારણ જે, વાત્, પિત્ત અને કફથી થયું છે, તે ત્રણને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય રહ્યો. કાળા મરી સ્વાદે ભલે તીખા રહ્યા પણ શરીરને ઠંડક આપનારા છે. કાળા મરી પાચન અગ્નિને નિયંત્રિત કરવાની અદભુત શક્તિ ધરાવે છે અને તે પાચન ક્રિયાને સુચારુ કરીને શરીરના ચય અને ઉપચય એટલે કે મેટાબોલિજ્મ ને બરોબર કરે છે જેના કારણે શરીરમાં કોઈ મેટાબોલિજ્મ વિકાર પેદા નથી થતો. મેટાબોલિજ્મ ખરાબ થવાના મુખ્ય લક્ષણ જોવામાં આવે છે શરીર માં થનાર મોટાપા ને લીધે કાળા મરી બે દાણા ખાવ તો શરીર ઉપર વધારાની ચરબી જમવાની તકલીફ થી બચી શકો છો.

4. હળદર

Advertisement
image source

કાળા મરીની જેમ હળદર પણ એક શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ છે. બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. જો તમે શરદી અને ઉધરસથી પરેશાન હોય તો હળદરનું દૂધ તેમા રામબાણ ઈલાજ છે. શરદીમાં નાકમાંથી સ્ત્રાવ થતો હોય, ખાંસીમાં કફ ખૂબ જ નીકળતો હોય, શ્વાસનલિકા કફથી ભરાઈ જતી હોય, આંખમાંથી પાણી નીકળી અને લાલાશ થઇ જતી હોય તેવા શ્લેષ્માસ્ત્રાવના રોગમાં હળદર તેનાં રૂક્ષ ગુણને કારણે અસરકારક છે. શરદી-ખાંસીમાં દૂધમાં હળદર નાખીને પીવાની પ્રથા પ્રચલિત છે. પરંતુ આ પ્રયોગની રોગ મટાડવાની અસરકારકતાનો આધાર હળદરની આવશ્યક માત્રા (પ્રમાણ) જળવાય તેનાં પર છે. આથી વયસ્ક વ્યક્તિને ૩ ગ્રામ હળદરનું ચૂર્ણ બે વખત આપવું જોઈએ, તો જ તે કફ-શરદી મટાડશે. નાના બાળકોમાં આ પ્રમાણ વય-વજન આધારે નક્કી થાય.

5. કલૌંજી (Nigella Seeds)

Advertisement
image source

કલૌંજી (Nigella Seeds)રોગપ્રતિરક શક્તિ વધારવામાં પણ ખૂબ મદદ કરે છે. કિચનમાં રહેલી કલોંજી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં વજન ઉતારવા માટે પણ લાભદાયી છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર કલોંજી વજન ઉતારવામાં દવા તરીકે કામ કરે છે. કલોંજીના ઔષધીય ગુણો વાળથી લઈને ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. કલોંજી કોલેસ્ટ્રોલ ઘટાડે છે. કલોંજી મેટાબોલિઝમ રેટ વધારવામાં મદદ કરે છે જેથી વેટ લોસ સરળ થાય છે. કલોંજીમાં નિગોલોન, એમિનો એસિડ અને સેપોનીન હોય છે. આ ઉપરાંત કલોંજીમાં ક્રૂડ ફાઈબર, પ્રોટીન, ફેટી એસિડ, એલ્કાલોઈડ, આયરન, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ રહેલું છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ છે. આંખો, ડાયાબિટીસ, વજન, કિડની માટે સર્વશ્રેષ્ઠ છે કલોંજી. હેલ્ધી રાખે છે, મેમરી બૂસ્ટ કરે છે, અસ્થમામાં અસરકારક છે, કેન્સરના રિસ્કને ઓછું કરે છે વગેરે જેવા અદભૂત ફાયદાઓ કલોંજી ખાઈને મેળવી શકાય છે. જાગેલા સતાઈવા નામના છોડના બીને કલોજી કહે છે તે ડુંગળીના બી જેવા હોય છે, તેને બ્લેક ક્યુમીન પણ કહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version