Site icon Health Gujarat

ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરવા આજથી જ કરો નિયમિત આ કામ કરવાનુ શરૂ

વરસાદની ઋતુ શરુ થઈ ગઈ છે એટલે કે દેશમાં હવે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે ત્યારે હવે આપે ચોમાસામાં થતા તાવ અને સંક્રમણથી પોતાને બચાવવા પણ ખુબ જરૂરી છે. જેના માટે આપે આપની રોગપ્રતિકારક ક્ષમતાને મજબુત બનાવવાની જરૂર છે. રોગપ્રતિકારક ક્ષમતાને વધારવી એ હાલની પરિસ્થિતિમાં કોરોના વાયરસના સંક્રમણથી પણ આપને બચાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની ઋતુમાં બીમારીઓ વધુ જોવા મળે છે જેમાં ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયાના તાવનો ભય સૌથી વધારે રહે છે પરંતુ આ વર્ષે ડેન્ગ્યુ અને મેલેરિયાની સાથે કોરોના વાયરસના લીધે આ વર્ષે ચોમાસું વધારે કષ્ટદાયક બનવા જઈ રહ્યું છે. આજે અમે આપને કેટલીક નિયમિત રીતે કરી શકો એવી ક્રિયાઓ વિષે જણાવીશું જેની મદદથી આપ આપના શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં આપોઆપ વધારો થઈ શકે છે. ચાલો જાણીએ.

ઉઠવાનો સમય.:

Advertisement
IMAGE SOURCE

ગુજરાતીમાં કહેવત છે કે, ‘વહેલા ઉઠે એ વીર.’ આ કહેવત પ્રમાણે આપે સવારના સમયે શક્ય હોય તેટલા વહેલા પથારી માંથી ઉભા થઈ જવું જોઈએ. શક્ય હોય તો આપે સૂર્યોદય પહેલા જ ઉઠી જવું વધારે લાભદાયક હોય છે. એટલે કે આપે અંદાજીત સવારે ૬ વાગે ઉઠી જવું જોઈએ. ૬ વાગે ઉઠીને આપે સૌપ્રથમ એક ગ્લાસ હુંફાળું પાણી પીવું જોઈએ. જો આપ હુંફાળું પાણી એક ગ્લાસ કરતા વધારે પી શકો છો તો આપે વધારે ગ્લાસ હુંફાળા પાણીનું સેવન કરવું. તેમજ આપે ઓછામાં ઓછું એક ગ્લાસ હુંફાળા પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ.

IMAGE SOURCE

ત્યાર પછી આપે આપના સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને ત્યાર બાદ યોગ કરવાની શરુઆત કરવી જોઈએ. જો આપને યોગ કરવાનું મુશ્કેલભર્યું લાગી રહ્યું છે તો આપે પહેલા સરળ આસનથી શરુઆત કરવી જોઈએ. જેવા કે, વજ્રાસન, શવાસન, સુખાસન જેવા આસનો પણ આપ કરી શકો છો.

Advertisement

એક કપ ઉકાળો પીવો.:

IMAGE SOURCE

યોગાસન કરી લીધા પછી આપે દસ મિનીટ પછી જ એક કપ કાવો કે પછી ઉકાળો પીવો જોઈએ. જો આપ કાવો કે ઉકાળો નથી પીવા ઈચ્છતા તો આપે તુલસીની ચા પીવી જોઈએ. આમ આપ તુલસીની ચા અને ઉકાળો પીશો તો આપ આપના શરીરમાં નવી ઉર્જા અને તાજગીનો અનુભવ કરી શકો છો. આપ ઈચ્છો તો તુલસીની ચા સાથે કુકીઝ પણ લઈ શકો છો.

Advertisement
IMAGE SOURCE

યોગાસન કરી લીધા પછી આપ આપના રોજીંદા કાર્યોને પુરા કરી શકો છો. યોગાસન પછી આપે આપના ઇષ્ટદેવનું સ્મરણ કરવા માટે પૂજાપાઠ કરવા જોઈએ. જેનાથી આપનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. પ્રભુ સ્મરણ કરી લીધા પછી આપે પાના કામની શરુઆત કરવી જોઈએ. આમ કરવાથી આપનું મન સકારાત્મક વિચારોને જાળવી રાખવામાં મદદ કરે છે.

નિયમિત આહાર :

Advertisement
IMAGE SOURCE

આપે આપના રોજીંદા ભોજનમાં પોષણથી ભરપુર આહારનો સમાવેશ કરવો જોઈએ. આ ભોજનમાં આપના શરીરને આવશ્યક વિટામીન્સ અને અન્ય જરૂરી પોષક તત્વો મળે છે. ચોમાસાની ઋતુમાં આપે તન વિટામીન્સનું સૌથી વધુ ધ્યાન રાખવાનું છે આ વિટામીન્સ છે, વિટામીન એ, વિટામીન સી, અને વિટામીન ડીની સાથે જ અન્ય પોષક તત્વોનું ધ્યાન રાખવાનું છે.

ઊંઘવાનો સમય.:

Advertisement
IMAGE SOURCE

જો આપને આપની ઊંઘ ખુબ જ વ્હાલી છે પણ આપનો આ ઊંઘ પ્રત્યેનું વ્હાલ ફક્ત સવારે ઉઠવાના સમયે જ હોય છે. તો આ ખરેખરમાં ખોટું છે. આપે પોતાને ચોમાસાની ઋતુ દરમિયાન શરીરને બીમારીઓથી અને કોરોના વાયરસથી પોતાને બચાવવા માટે શરીરને મજબુત બનાવવા માટે આપે રાતના સમયે ૧૦ વાગ્યા સુધીમાં પથારીમાં જઈને સુઈ જવું જોઈએ. જેના લીધે આપ આપના શરીરને પુરતી ઊંઘ આપી શકશો અને તેનાથી આપના શરીરને આપ સ્વસ્થ બનાવવામાં મદદ કરશે. શક્ય હોય તો આપે સવારે ૬ વાગ્યાના સુમારે ઉઠી પોતાના રૂટીનની શરુઆત કરી શકો એવું રૂટીન ફોલો કરવું જોઈએ. જો કે, આપને શરુઆતમાં કેટલાક દિવસો સુધી કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે પણ આપને ધીમેં ધીમે આ રૂટીનની આદત થઈ જશે. ત્યાર પછી આપને કોઈ તકલીફ આવશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version