Site icon Health Gujarat

ડાયાબિટીસથી લઇને આ મોટી બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે આ ફ્રૂટ, જાણો તમે પણ આ ફ્રૂટના બીજા ફાયદાઓ વિશે

આ ફળ કહું મોટું અને ખૂબ સ્વાદિષ્ટ હોય છે,જે ઘણા ગુણોનો ખજાનો કહેવાય છે.તેને ખાવાથી વજન ઘટાડવાની સાથે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરમાં પણ રાહત મળે છે.તે ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે.ચાલો તમને આ ફળનું નામ જણાવીએ,આ ફળને જેકફ્રુટ કહેવામાં આવે છે.વધુ પડતું,તેનું શાક,કોફ્તા,કબાબ અને અથાણાં બનાવવામાં આવે છે અને તેને ફળની જેમ પણ ખાઈ શકાય છે.

image source

જેકફ્રૂટ એટોકાર્પસ હેટોરોફિલસ નામના વનસ્પતિમાંથી મળે છે.જેકફ્રુટમાં ઘણા મહત્વપૂર્ણ કાર્બોહાઈડ્રેટ સિવાય તેમાં ઘણા બધા વિટામિન પણ જોવા મળે છે.જેકફ્રૂટનો ઉપયોગ અનેક રોગોમાં થાય છે.તો ચાલો જાણીએ તેના ફાયદાઓ પણ

Advertisement

જેકફ્રૂટના પાંદડાની પાવડર અલ્સરની સારવાર માટે ખૂબ ઉપયોગી છે.જેકફ્રુટનાં તાજા લીલા પાંદડા ધોઈને સૂકવી લો અને તેનો પાવડર તૈયાર કરો.આ પાવડરને ખાવાથી અલ્સરમાં ખૂબ જ રાહત મળે છે.

image source

જો મોમાં છાલા હોય,તો જેકફ્રૂટનાં કાચા પાંદડા ચાવીને થૂંકી નાખવા,આવું કરવાથી મોમાં પડેલા છાલામાં ઘણી રાહત મળે છે.

Advertisement

પાકેલા જેકફ્રૂટનો પલ્પ ઉકાળો અને તેને પાણીમાં સારી રીતે મિક્સ કરો.આ મિશ્રણને ઠંડુ કરી એક ગ્લાસ પી જાવ,આ મિક્ષણને પીવાથી તમારા શરીરમાં સ્ફુર્તી આવશે.જો અપચાની તકલીફવાળા દર્દીઓ આ ઉકાળો પીવે,તો તેમને અપચામાં ઘણો ફાયદો થાય છે.

image source

ડાયાબિટીઝમાં,જેકફ્રૂટનાં પાનનો રસ ખૂબ ફાયદાકારક છે અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ આ જેકફ્રુટનાં પાનનો રસ ફાયદાકારક માનવામાં આવે છે.

Advertisement
image source

જેકફ્રુટની છાલમાંથી નીકળતું દૂધ સોજાઓ,ઘા અને વિકૃત અંગો પર લગાવવામાં આવે તો રાહત મળે છે.તેના દૂધ સાથે સાંધાની માલિશ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

જેકફ્રૂટનાં ઝાડનાં તાજા પાંદડાં તોડીને નાની ગોળીઓ બનાવો.તે ગળાના રોગ માટે ફાયદાકારક છે.

Advertisement

પાકેલા જેકફ્રૂટ ખાવાથી પેટ સાફ થાય છે.તેમજ અપચાની સમસ્યા દૂર થાય છે.

અસ્થમાના દર્દીઓ માટે જેકફ્રૂટનું મૂળ ફાયદાકારક માનવામાં આવે છે.તેને પાણી સાથે ઉકાળી લેવું અને પછી તે પાણી ને ગાળીને તે પાણી પીવાથી અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે.

Advertisement
image source

જેકફ્રૂટ થાઇરોઇડના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.તેમાં હાજર સૂક્ષ્મ પોષકતત્ત્વો અને કોપર થાઇરોઇડ ચયાપચય માટે અસરકારક છે.તે બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેકશન સામે રક્ષણ આપે છે.

જેકફ્રૂટમાં હાજર મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે અને તે ઓસ્ટિઓપોરોસિસની સમસ્યાથી પણ બચાવે છે.

Advertisement

પાકેલા જેકફ્રૂટનો પલ્પને સારી રીતે મિક્સ કરી અને તેને પાણીમાં ઉકાળો.આ ઉકાળો પીવાથી શરીરમાં તાજગી આવે છે અને જેકફ્રુટમાં વિટામિન એ જોવા મળે છે જે આંખો માટે ફાયદાકારક છે અને ત્વચાને નિખારે છે.

image source

જેકફ્રૂટમાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે,જે આપણા હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.ખરેખર પોટેશિયમ સ્નાયુઓની કામગીરીને સારી બનાવવામાં અને તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.આ સાથે,તે આપણા શરીરમાં સોડિયમના સ્તરને પણ નિયંત્રિત કરે છે,જે આપણી ધમનીઓને નુકસાન પહોંચાડે છે.

Advertisement
image source

તેમાં વિટામિન સી,એ અને એન્ટીઓકિસડન્ટો પણ વધુ પ્રમાણમાં જોવામાં આવે છે.આ જ કારણ છે કે શરીરની ઇમ્યુનીટી વધારવામાં અસરકારક ભૂમિકા ભજવે છે.તેથી મજબૂત ઇમ્યુનીટી રોગો અને ચેપને શરીરથી દૂર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વજન ઓછું કરવા માંગતા લોકો માટે આ એક સારો વિકલ્પ છે.જેકફ્રુટમાં ફૈટ નથી હોતું અને તેમાં કેલરી પણ ખૂબ ઓછી હોય છે.આ ઉપરાંત તેમાં પોષક તત્વોનો પણ સમાવેશ થાય છે.જેકફ્રૂટમાં સારી માત્રામાં પ્રોટીન પણ હોય છે,જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે.

Advertisement
image source

જેકફ્રુટનો ઉપયોગ કરવાની રીત:

જેકફ્રૂટના દાણાની પેસ્ટ બનાવો અને તેમાં થોડું મધ મિક્સ કરીને તે ચહેરા પર લગાવો,તેનાથી ચહેરાની ફોલ્લીઓ અને ડાઘ દૂર થાય છે.જે લોકોનો ચહેરો શુષ્ક અને નિર્જીવ હોય છે તેમણે તેમના ચહેરા પર જેકફ્રૂટનો રસ લગાવીને તે સુકાઈ ના જાય ત્યાં સુધી તેની મસાજ કરવી જોઈએ,પછી થોડા સમય પછી ચહેરો પાણીથી ધોઈ લો. કરચલીઓથી છુટકારો મેળવવા માટે,જેકફ્રૂટની પેસ્ટ બનાવો અને તેમાં એક ચમચી દૂધ મિક્સ કરીને હળવા હાથથી ચહેરા પર લગાવો.ત્યારબાદ ગુલાબજળ અથવા ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.આ નિયમિતપણે કરવાથી ચહેરાની કરચલીઓથી છૂટકારો મળે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version