Site icon Health Gujarat

જાસુદના ફુલથી વાળમાં આ રીતે કરો નેચરલ કલર, જાણો બીજી કઇ-કઇ વસ્તુઓ એડ કરશો

જાસુદના ફૂલ

આજના સમયમાં સફેદ વાળ થવા એક સામાન્ય વાત થઈ ગઈ છે. આજના સમયમાં કેટલીક વ્યક્તિઓ એવી પણ છે જેમના વાળ ખુબ જ નાની ઉમરમાં સફેદ થવા લાગે છે. અહિયાં સુધી કે, કેટલાક નાના બાળકોના વાળ પણ સફેદ હી ગયેલ જોવા મળી જાય છે આવી પરિસ્થિતિમાં લોકો સફેદ વાળથી છુટકારો મેળવવા માટે કે પછી છુપાવવા માટે કેમિકલયુક્ત મહેંદી લગાવે છે કે પછી કેમીકલયુક્ત હેર કલરનો સહારો લેવા લાગે છે. જેનાથી વ્યક્તિના વાળને ખુબ નુકસાન થવા લાગે છે. અને વાળ ખરાબ થઈ જાય છે.

Advertisement
image source

હવે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કેમિકલવાળી મહેંદી અને હેર કલરના નુકસાનથી વાળને બચાવવા માટે કલરનો જ નહી ઉપરાંત ઘરેલું ઉપાયનો પ્રયોગ આપ કેવી રીતે કેઈ શકો છો. જીહા, આજે અમે આપને જણાવીશું કે, વાળને કુદરતી રીતે કલર કરવા માટે આપને લાલ જાસુદના ફૂલનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. ચાલો જાણીએ લાલ જાસુદના ફૂલ વિષે.

જાસુદના ફૂલના ફાયદાઓ.:

Advertisement
image source

લગભગ ખુબ જ ઓછા જ લોકો જાણતા હશે કે લાલ જાસુદના ફૂલ વાળને ના ફક્ત કુદરતી રીતે કલર કરે છે ઉપરાંત વાળને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. આ સાથે જ લાલ જાસુદના ફૂલ વાળના ગ્રોથને વધારવા માટે પણ ખુબ જ મદદગાર સાબિત થાય છે. તેમજ લાલ જાસુદના ફૂલ વાળ માંથી ડેન્ડ્રફને દુર કરવામાં પણ મદદ કરે છે અને લાલ જાસુદના ફૂલ વાળને કલર કરવા માટે સૌથી સારો ઉપાય છે.

સામગ્રી :

Advertisement

એક કપ લાલ જાસુદના ફૂલની પાંદડીઓ, બે કપ પાણી, સ્પ્રે બોટલ અને કાંસકો.

image source

રીત :

Advertisement

લાલ જાસુદના ફૂલમાંથી કલર બનાવવા માટે સૌપ્રથમ બે કપ પાણીને એક પેનમાં લઈને તેને ગરમ કરો. ત્યારપછી ગરમ પાણીમાં એક કપ લાલ જાસુદના ફૂલની પાંદડીઓ નાખી દેવી, જેથી કરીને લાલ જાસુદના ફૂલની પાંદડીઓનો બધો જ રંગ પાણીમાં ઉતરી જાય. ત્યાર પછી આપે આ પાણીને ૧૫ થી ૨૦ મિનીટ સુધી ગરમ કરવું. હવે આપે આ ગરમ પાણીને ઠંડુ થવા દો. ત્યારપછી આ પાણીને ગાળી લો અને એક સ્પ્રે બોટલમાં ભરી લો.

image source

હવે આપે આપના વાળને ધોઈ લેવા અને વાળ સુકાઈ જાય પછી વાળમાં કલરનો છંટકાવ કરો અને કાંસકાની મદદથી બધા જ વાળમાં આ કલરને ફેલાવી દો. ત્યારપછી આપે વાળને એક કલાક સુધી આ હેર કલરને વાળમાં સુકાઈ જવા દો. અને ત્યારપછી ઠંડા પાણીથી વાળને ધોઈ લો. એનાથી વાળનો રંગ લાલ થશે અને વાળનું ખરવાનું પણ ઘટી જશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version