Site icon Health Gujarat

જો તમે રોજ માત્ર 15 મિનિટ કરશો આ કામ, તો હેલ્થ રહેશે એકદમ મસ્ત અને ક્યારે નહિં ખાવી પડે દવાઓ

જો તમને જિમમાં જવા માટેનો સમય નથી મળતો તો તેનો અર્થ એવો નથી કે તમે વ્યાયામ જ છોડી દો. તમે સવારે જાગ્યા બાદ તંદુરસ્ત રહેવા માટે ઘરે જ કેટલાક વ્યાયામ કરી શકો છો. લાંબા આયુષ્યની ઈચ્છા કોને નથી હોતી. પરંતુ દરેક વ્યક્તિ એમ જ ઈચ્છે છે કે તેમનું જીવન સ્વસ્થ હોય અને બીમારીઓ પણ ન આવે, તેના માટે તમારે વધારે કઈ કરવાની જરૂર નથી. રોજ માત્ર 15 મિનિટની કસરત. હા… તમને જાણીને આશ્ચર્ય થશે કે રોજના માત્ર 15 મિનિટની કસરત અથવા કોઈને કોઈ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવાથી તમારી ઉમર 3 વર્ષ વધી જાય છે. દર વખતે એક મિનિટની કસરત વધારી દેવાથી ફાયદા પણ વધી જાય છે.

15 મિનિટ કસરત થી મોતનો ખતરો 14% ઘટે

Advertisement
image source

હાવર્ડ યુનિવર્સીટીના સંશોધકોએ અમેરિકન એસોશિયેશન ઓફ સ્ટાન્ડર્સ પર્સન્સ (AARP) સાથે મળીને એક રિસર્ચ કર્યું છે જેમાં એ વાત સામે આવી છે કે રોજિંદા માત્ર 15 મિનિટની શારીરિક કસરત કરવાથી જીવનનો ગાળો 3 વર્ષ સુધી વધી જાય છે અને તેનું કારણ એ છે કે રોજ 15 મિનિટ કસરત કરવાથી તમારું હાર્ટ હેલ્ધી રહે છે. આ રિસર્ચમાં સામેલ લોકો પર 8 વર્ષ સુધી નજર રાખવામાં આવી ત્યારબાદ તેના પરિણામો સામે આવત એ રોજ માત્ર 15 મિનિટ કસરત કરવાથી મોતનું જોખમ 14 % સુધી ઘટી જાય છે અને વ્યક્તિની ઉંમર 3 વર્ષ વધી જાય છે.

હૃદય અને ધમનીઓનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે કસરત

Advertisement
image source

હાવર્ડના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ડેનિયલ ફોરમેન કહે છે કે એક્સરસાઇઝ આમ તો સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે પરંતુ ખાસ કારિણીએ શરીરમાં ઇન્ફ્લેમેશનને ઓછું કરવામાં પણ મદદ કરે છે જે હૃદય અને ધમનીઓના સ્વાસ્થ્યને વધુ પ્રભાવિત કરે છે સાથે જ રોજિંદા કસરત કરવાથી શરીસમાં બનનારા ઓક્સીડેવિટ સ્ટ્રેસ સામે લાડવા અને તેને ઓછો કરવાની શરીરની ક્ષમતા પણ વધારે છે. ઓક્સીડેવીટસ સ્ટ્રેસ શરીરના કોષોને નુકશાન પહોંચાડે છે જેનાથી બીમારીઓનો ખતરો વધે છે.

એરોબિક્સ અને સ્ટ્રેચિંગથી પણ થાય છે ફાયદો

Advertisement
image source

ડૉ. ફોર્મેન કહે છે કે એ જરૂરી નથી કે તમે રોજ જિમ જઈને સખત અને પરિશ્રમ વાળી કસરતો કરો. ઓછી તીવ્રતા વાળી કસરત પણ અનેક રીતે લાભદાયક છે. તમે ઈચ્છો તો રોજ એરોબિક્સ કરી શકો છો., સ્ટ્રેન્થ ટ્રેનિંગ સાથે સંકળાયેલ કસરત કરી શકો છો અથવા સરળ સ્ટ્રેચિંગ પણ કરી ઘણી લાભદાયક થઇ શકે છે. જરૂરી એ છે કે તમે કસરત કરવાનું ટાળવાને બદલે તેને શારીરિક પ્રવૃત્તિ માનીને રોજ કરો.

રિટાયર ન થાઓ:

Advertisement
image source

ઉંમરનો કોઇ પણ તબક્કો હોય પોતાનાં હાથ – પગ ચલાવવાનું બંધ ન કરો. એટલે કે તમે તમારો સમય પોતે જ રાખો અને તમારૂ કામ પોતે જ કરો. બિલ્ડિંગમાં પછી લિફ્ટ લાગેલી હોય એખવાર ઉફર જવા માટે સીડિઓનો ઉપયોગ કરો. સીડિઓનો ઉપયોગ કરીને શરીરનો રક્ત સંચાર સારીરીતે થાય છે, જે લોકો એક્સરરાઇઝ કરવામાં અસમર્થ હોય છે તેમના માટે સીડિઓ ચડવા અને ઉતરવું બેસ્ટ મેડિસિન છે.

વજન પર રાખો કંટ્રોલ:

Advertisement
image source

આપણે એવું ભોજન કરવું જોઇએ, જેનાં કારણે વજન જરૂરત કરતા વધારેન વધે જ્યાં સુધી સંભવ હોય ભોજનમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. જો તમે નોનવેજ ખાવાનું પસંદ કરો છો તો અઠવાડીયામાં માત્ર બે વખત જ તેનું સેવન કરો. ઇંડા અને દૂધ ખાવામાં સમાવેશ કરો. જેથી શરીરને પ્રચૂર પ્રમાણમાં પ્રોટીન મળી શકે. એવું કરવાથી તમારા શરીરનું વજન નિયંત્રીત રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version