Site icon Health Gujarat

કાચી કેરી પર મીઠું નાખીને ખાવાથી એસિડિટીમાંથી મળે છે રાહત, આ સાથે જાણો બીજા આટલા બધા ફાયદાઓ વિશે

ઉનાળાની ઋતુ આપણા સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે,તેથી ખોરાકની બાબતમાં સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ ઋતુમાં જે કેરીનું ફળ આવે છે તે બધાને ખૂબ જ પ્રિય હોય છે અને એટલા માટે જ બધા લોકો માત્ર કેરી માટે જ ઉનાળાની ઋતુની રાહ જોઈને બેઠા હોય છે સ્વાદની દ્રષ્ટિએ જેટલી સ્વાદિષ્ટ પાકેલી કેરી હોય છે તેનાથી વધુ ખાદ્ય ચીજોમાં કાચી કેરીનો ઉપયોગ થાય છે.કાચી કેરી સ્વાદિષ્ટ હોય છે અને સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે.

તો ચાલો જાણીએ કાચી કેરીના ફાયદાઓ

Advertisement

એસિડિટીને રાખે દૂર

image source

જો તમને એસિડિટી,ગેસ અથવા અપચા જેવી સમસ્યા થઈ રહી છે,તો કાચી કેરી ખાવી તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.તે તમને કબજિયાત અને પેટની બધી સમસ્યાઓનો છુટકારો મેળવવામાં મદદ કરે છે.

Advertisement

ત્વચા માટે ફાયદાકારક

image source

કાચી કેરી નિયમિત ખાવાથી વાળનો રંગ કાળો રહે છે અને ત્વચાને નિખાર અને ચમકદાર રાખવામાં પણ મદદ મળે છે.

Advertisement

ડાયાબિટીસની સમસ્યાને ઓછી કરે છે

image source

ડાયાબિટીસની સમસ્યા હોય તો કાચી કેરીનો ઉપયોગ તમે સુગર લેવલને ઓછું કરવા માટે કરી શકો છો તે તમારી સુગર લેવલ ઘટાડવામાં ખૂબ મદદગાર છે.કાચી કેરી શરીરમાં આયર્નની ઉણપ પૂરી કરે છે.તેમાં વિટામિન સી પુષ્કળ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

Advertisement

પરસેવાની સમસ્યાથી છુટકારો

image source

જો તમને વધારે પડતો પરસેવો થતો હોય,તો કાચી કેરી ખાવાથી અથવા કોઈ પણ રૂપમાં તેનો ઉપયોગ કરવાથી આ સમસ્યા સરળતાથી દૂર કરવામાં અસરકારક રહેશે.

Advertisement

હાડકાઓ મજબૂત થાય છે

image source

શરીરમાં હાડકાની મજબૂતી માટે કેલ્શિયમનું યોગ્ય અવશોષણ મહત્વપૂર્ણ છે.કાચી કેરીમાં વિટામિન કે રહેલું હોય છે.વિટામિન કે કેલ્શિયમનું અવશોષણ સુધારે છે.તેમાં કેટલાક પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે.

Advertisement

કાચી કેરીને કેવી રીતે ખાવી જોઈએ

image source

કાચી કેરીને કાપીને મીઠું કે કાળું મીઠું નાંખીને ખાઈ શકાય છે.તેનો ઉપયોગ મસાલા ઉમેરીને સૂકવીને પણ કરી શકાય છે.આ ઉપરાંત ઉનાળામાં કાચી કેરીમાંથી પણ અનેક પ્રકારની ખાદ્ય ચીજો બનાવવામાં આવે છે,જેમાં કેરીનો બાફલો અને કેરીની મીઠી ચટણી મુખ્ય હોય છે.કાચી કેરીનો ઉપયોગ ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ વાનગીઓમાં થાય છે.જેમ કે કેરીની દાળ,કેરીની ખાટી ચટણી,કેરીની મીઠી ચટણી અને કેરીનું અથાણું વગેરે.

Advertisement

કાચી કેરીથી થતું નુકશાન

image source

કાચી કેરીનો વધુ પડતો વપરાશ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે,તેથી તેને મધ્યસ્થ રીતે ખાઓ. સૂવાના સમય પહેલાં તેને ખાવાનું ટાળો.વધારે પ્રમાણમાં કાચી કેરી ખાવાથી ગળામાં બળતરા,ઉલ્ટી,અપચો, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.કાચી કેરી ખાતા પહેલા,સગર્ભા સ્ત્રીઓએ કેરી ખાવા બાબતે તેમના ડોકટની સલાહ લેવી જરૂરી છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version