Site icon Health Gujarat

માનસિક સ્વાસ્થ્ય માટે કાજુ છે અત્યંત લાભપ્રદ, જાણો આ ફાયદાઓ વિશે તમે પણ

સુશાંત સિંહની આત્મહત્યા બાદ લોકોની થોડી થોડી સમજમાં આવ્યું છે કે માનસિક બીમારી એવું ડિપ્રેશન પણ શારીરિક સમસ્યા જેટલું જ ધ્યાન માગી લે છે અને તેટલું જ મહત્ત્વ ધરાવે છે. તો આજે અમે તમારા માટે એવા જ એક ખાદ્ય પદાર્થ વિષેની જાણકારી લાવ્યા છે જે તમારું ડીબ્રેશન દૂર કરી શકે છે અને તમને માનસિક બીમારીઓથી દૂર કરી શકે છે.

જોખમી પણ સામાન્ય બીમારી એવું ડિપ્રેશન આજે ઘણા બધા લોકોના જીવ લઈ રહી છે. તાજેતરમાં આપણે આપણા માનિતા સ્ટાર સુશાંત સિંહ રાજપૂતને આ જ બિમારીના કારણે ખોઈ દીધા. સુશાંતના મૃત્યુથી આખો દેશ દુખી છે. તેમના ફેન્સ તેમને અત્યાર સુધીમાં નથી મળ્યા તેમ છતાં તેમના મૃત્યુના સમાચાર સાંભળીને હજુ સુધી દુઃખી અને આઘાતમાં છે, ઘણા લોકો ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા પણ હતા. સુશાંતને તો હવે આપણે પાછા નથી લાવી શકતા. પણ આજે આપણી વચ્ચે ઘણા લોકો છે જેઓ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા છે તેમને ચોક્કસ બચાવી શકીએ છીએ.

Advertisement
IMAGE SOURCE

ડિપ્રેશન એક સામાન્ય સમસ્યા છે. જેમ કે કોઈ વાયરલ કે ફ્લૂ. કારણ કે આપણા સમાજમાં દર 20માંથી એક વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર બને છે, પણ આ બિમારી અને સમસ્યાઓ વિષે લોકો વાત નથી કરતા અથવા તો તેવું કરવા નથી ઇચ્છતા. કારણ કે મગજ અને લાગણીઓ સાથે જોડાયેલી સમસ્યાઓને ગાંડપણ સાથે જોડવામાં આવે છે, જે જરા પણ યોગ્ય નથી. આ આખો ખ્યાલ જ પાયા વિહોણો છે.

ડીપ્રેશનના દર્દીનું ડાયેટ

Advertisement

ડિપ્રેશનના અલગ અલગ સ્તર હોય છે, શરૂઆતના સ્તર પર વ્યક્તિને માત્ર સ્ટ્રેસ જ ફીલ થાય છે ત્યાર બાદ તેમાં ધીમે ધીમે એંગ્ઝાયટી આવે છે. ત્યાર બાદ ડિપ્રેશન અને ત્યાર બાદ ક્રોનિક અથવા તો ક્લિનિકલ ડિપ્રેશનનો ફેઝ આવે છે.

IMAGE SOURCE

જો સ્ટ્રેસને જ શરૂઆતના સ્તર પર દૂર કરી દેવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો જ નથી કરવો પડતો. માટે યોગ્ય એ રહે છે કે ખાવા પીવામાં ધ્યાન આપવામાં આવે અને તે દ્વારા સ્ટ્રેસને મેનેજ કરવામા આવે. અમે અહીં ખાન-પાનની વાત કરવા જઈ રહ્યા છીએ.

Advertisement
IMAGE SOURCE

જે લોકોને સ્ટ્રેસની એટલે કે માનસિક તાણની સમસ્યા રહેતી હોય, તેમને નાની વાતે ચિંતા થવા લાગે છે સ્ટ્રેસ રહ્યા કરે છે. કોઈ પણ વાતનું ટેન્શન હોવાથી ઉંઘ પણ ઉડી જાય છે. ખૂબ જલદી ગુસ્સો પણ આવે છે અને નાની-નાની વાતે રોવાનું પણ આવી જાય છે. આવા લોકોએ પોતાના નાશ્તામાં કાજૂનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ.

IMAGE SOURCE

તમારે સવારે કાજૂમાં મધ ભેળવીને ખાવું જોઈએ. કાજુની સાથે બીજા ડ્રાઇફ્રુટ્સ અને મધ પણ મિક્સ કરીને તેને દૂધ સાથે પણ લઈ શકાય છે. કાજૂમાં કોપર, મેગ્નેશિયમ અને પ્રોટિન જેવા તત્ત્વો હોય છે. કાજૂના સેવનથી આપણા બ્રેઇનમાં સેરોટોનિન હોર્મોનનું ઉત્પાદન થાય છે. આ એક હેપી હોર્મોન છે અને સ્ટ્રેસને ઘટાડે છે.

Advertisement
IMAGE SOURCE

કાજૂમાં મળી આવતા ઝિંક અને પોટેશિયમ આપણા લોહીમાં ઓક્સીજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેનાથી આપમા શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને આપણે એનર્જેટિક અનુભવ કરીએ છીએ. તેનાથી મૂડ હેપી રહે છે અને બ્રેનમાં સારા હોર્મોન્સનું સીક્રેશન વધી જાય છે. તેનાથી પણ ડિપ્રેશનને નિયંત્રિત કરી શકાય છે.

કાજૂથી આ સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે.

Advertisement

આપણે આગળ વાત કરી તેમ કોઈ પણ વ્યક્તિને ડિપ્રેશન સીધું જ નથી આવતું પણ તેને તબક્કાવાર ડિપ્રેશન આવે છે. તેની શરૂઆત ધીમે ધીમે થાય છે, પણ શરૂઆતમાં જ જો આ સમસ્યા પર ધ્યાન આપવામાં ન આવે તો ડિપ્રેશન વ્યક્તિને ઘેરી લે છે.

IMAGE SOURCE

કાજૂમાં ઝિંક પણ સમાયેલું હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથે સાથે પોટેશિયમ અને સેલેનિયમ જેવા તત્ત્વો આપણા શરીરને કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.

Advertisement

જો કોઈ ના કૌટુંબિક ઇતિહાસમાં હાર્ટની સમસ્યા રહી હોય તો તેમણે પણ કાજૂનું સેવન પોતાના ડેઈલી ભોજનમાં કરવો જોઈએ. કારણ કે કાજૂ મોનો સેજ્યુરેટેડ ફેટ હોય છે, તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

જો કોઈ વ્યક્તિ અચાનક ગભરાવા લાગે તો તેણે પણ કાજૂનું નિયમિત સેવન કરવું જોઈએ. કાજૂને તમે મધ, દૂધ, ફ્રૂટ ચાટ, સ્પ્રાઉટ જેવા ફૂડ્સ સાથે લઈ શકો છો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version