Site icon Health Gujarat

કમર દર્દના કારણે પીડાઈ રહ્યા છો? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાયો, Painkiller લેવાની પણ નહીં પડે જરૂર

ઘણીવાર લોકો ઘર અને ઓફિસમાં કામ કરવા પર પીઠ દર્દની ફરિયાદ કરે છે. તે પોતાની પીડામાંથી છૂટકારો મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. પરંતુ ભાગ્યે જ લોકો જાણતા હોય છે કે આ પીડાની સારવાર તેમના રસોડા માંથી જ તમને મળી જાય છે. હા તમારા રસોડામાં પીઠના દર્દ માંથી છૂટકારો મેળવવાના ધણા ઉપાયો તમને તમારા રસોડામાં જ જોવા મળે છે. જેનો ઉપયોગ કરવાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

હીંગ :

Advertisement
image source

જ્યારે પણ તમે ભોજન બનાવો, ત્યારે તેમાં હીંગ ઉમેરવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ. તે જરૂરથી આપણા ખોરાકનો સ્વાદ વધારે છે. તે ઉપરાંત પેટમાં ગેસ થવો, ભૂખ ઓછી લાગવી જેવી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે. તેનો ઉપયોગ કોઈ પણ શાકમાં વધાર કરતી વખતે પણ કરી શકાય છે.

કુંવાર પાઠુ :

Advertisement
image source

કોઈ પણ વ્યક્તિને પેટમાં દુખાવો કે સાંધાનો દુખાવો થતો હોય તો, તેમણે એલોવેરાના રસમાં થોડી હળદર અને સિંધાલુ મીઠું ઉમેરી તેનું સેવન કરવું જોઈએ.

ડુંગળી :

Advertisement
image source

ડુંગળી દરેક દર્દમાં એક ઔષધીની જેમ ઉપયોગમાં આવે છે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો કે મોચ હોય તો તરત જ તમારે ડુંગળીનું સેવન શરૂ કરી દેવું. જો મચકોડ કે બળતરા થાય તો ડુંગળીને તળીને તેની પેસ્ટ બનાવી. ત્યાર બાદ પીડા દાયક જગ્યા પર લગાવવી. આ ઉપાય કર્યા પછી તરત જ તમને તેમાં અસર જોવા મળે છે.

સરસવનું તેલ :

Advertisement
image source

જો કોઈ પણ વ્યક્તિને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થાય તો ત્યાં સરસવના તેલને થોડું ગરમ કરીને શરીરના તે ભાગ પર હળવા હાથે માલિશ કરવી. કાનમાં દુખાવો થાય તો તેને હળવું ગરમ કરી કાનમાં તેના ટીપા નાખી દો. તેનાથી તમને ધણી રાહત થાય છે.

મીઠું પાણી :

Advertisement
image source

પીઠનો દુખાવો પણ કાળા મીઠાના દબાણથી મટાડવામાં આવે છે. તમારે કાળા મીઠાને બરાબર ગરમ કરવું જોઈએ. ત્યારબાદ આ મીઠાને કપડામાં બાંધી દો અને પીઠના ભાગ પર રાખો જ્યાં તમને દુખાવો થાય છે. મીઠું રાખવાથી સ્નાયુઓ હળવા થાય છે, અને ગમે તેવી પીડા દુર થાય છે.

સંકુચિત કરો :

Advertisement

ગરમ પાણી નો શેક કરવાથી પણ પીઠનો દુખાવો ઓછો થાય છે. તેથી જ્યારે પણ તમને પીઠનો દુખાવો થાય ત્યારે તમારી કમરને ગરમ પાણીથી શેકવી. ગરમ પાણી સિવાય, જો તમે ઈચ્છો તો, તમે તમારી કમરને બરફથી પણ સંકુચિત કરી શકો છો. બરફ સાથે સંકુચિત કરવા માટે, તમે થોડા બરફના ટુકડા લો, અને તેને એક કાપડમાં બાંધો. પછી આ કાપડથી તમારી કમર પર ઘસવું જોઈએ.

કસરત કરો :

Advertisement
image source

કસરત શરીરને તંદુરસ્ત બનાવે છે, અને કમરના દુખાવામાં પણ રાહત આપે છે. જે લોકો દરરોજ કસરત કરે છે, તેમની કરોડરજ્જુ મજબૂત રહે છે, અને તેને દુખાવાની કોઈ ફરિયાદ રહેતી નથી. તેથી, તમારે દરરોજ થોડો સમય કસરત કરવી જ જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version