Site icon Health Gujarat

વજન ઉતારવા માટે કરીના કપૂર ફોલો કરે છે આ ડાયટ, જાણો તમે પણ અને થોડા જ દિવસોમાં ઘટાડી દો વજન

મિત્રો, આજે આપણે બોલીવૂડ ફિલ્મજગતની જે અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને આપણે ખુબ જ સારી રીતે જાણીએ છીએ. આ અભિનેત્રી છે કરીના કપૂર. આ અભિનેત્રી હાલ પ્રવર્તમાન સમયમા ૪૦ વર્ષની ઉમર ધરાવે છે. તે હાલ બે બાળકોની માતા બની ચુકી છે પરંતુ, તેમની ફિટનેસ અને સુંદરતા હાલ પ્રવર્તમાન સમયમા પણ કોઇ નવી અભિનેત્રી જેવી જ છે.

image soucre

તે હાલ અનેકવિધ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ગર્ભાવસ્થા પછી ખુબ જ થોડા સમયમા તેણીએ વેઇટ લોસ કરી લીધો હતો અને આ કારણોસર જ કારણે લોકો તેના સિક્રેટ ડાયટ પ્લાન અને ફિટનેસ અંગેનુ રહસ્ય જાણવા માટે તે હંમેશા ખુબ જ આતૂર રહે છે. તો ચાલો આજે આ લેખમા આપણે તેમના ડાયટ પ્લાન વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

Advertisement
image soucre

બોલીવૂડ ફિલ્મજગતની આ પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર હાલ બે બાળકોની માતા બની ચુકી છે તેમછતા પણ તે ફિલ્મજગતની કોઈ નવી અભિનેત્રીને ટક્કર મારે તેટલી ફિટ અને સુંદર દેખાઇ છે. પોતાના અભિનયથી સિલ્વર સ્ક્રિન પર દર્શકોને આકર્ષિત કરતી આ અભિનેત્રીનુ ફિટનેસ અને સુંદરતા પ્રત્યેનું સમર્પણ ખુબ જ વખાણવા લાયક છે.

image soucre

આ અભિનેત્રી પોતાના દિવસની શરૂઆત ૯-૧૦ પલાળેલી બદામ અને કેળા સાથે કરે છે. ત્યાર પછી આ અભિનેત્રી જિમમા વર્કઆઉટ કરે છે અને હાર્ડ એકસસાઇઝ ને પ્રાધાન્ય આપે છે. બપોરના સમયે તે લંચમા દહીં સાથે પાપડ તથા એક વાટકી પનીરની સબ્જી લે છે.

Advertisement
image soucre

આ સિવાય બપોરના સમયે ૨-૩ની વચ્ચે તે માખણ અથવા તો પનીરના ટૂકડા અથવા તો એક મુઠ્ઠી મગફળી કે એક વાટકી પપૈયાનુ સેવન કરે છે. ત્યારપછી આ અભિનેત્રી સાંજના સમયે પાંચ વાગ્યાની આસપાસ મિલ્કસેકનુ સેવન કરે છે. આ સિવાય આ અભિનેત્રી સાંજના સમયે આઠ વાગ્યાની આસપાસ રાતનુ ડ઼િનર લે છે.

image soucre

રાતના સમયે લેવામા આવતા ડિનરમા તે બુદ્દી રાયતા, ૨ રોટલી, સબ્જી અને દાળ-ભાત વગેરેનુ સેવન કરે છે. આ અભીનેત્રી સૂતા પહેલા હળદરવાળા દૂધની સાથે થોડા જાયફળનુ પણ સેવન કરે છે. જાયફળ એ ફાઇબરનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. જો કોઈ વ્યક્તિ પોતાનુ વજન ઘટાડવા ઈચ્છતી હોય તો તેના માટે આ ઉપાય ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો તમે પણ એકવાર અજમાવો આ ઉપાય અને કરો ખાતરી.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version