Site icon Health Gujarat

જીમ બંધ છે અને તમારું વજન વધતું જાય છે? તો પછી કરીના કપૂરની આ વર્કઆઉટ ટીપ્સને કરો ફોલો અને જાળવી રાખો ફિગર

કોરોના વાયરસની બીજી તરંગ દિવસેને દિવસે વધી રહી છે, આ માટે દેશના તમામ ભાગોમાં લોકડાઉન થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિઓમાં ઘરે રહેવાના કારણે લોકોનું વજન વધી રહ્યું છે. પરંતુ કરીના કપૂરના ઘરેલુ વર્કઆઉટને અનુસરીને, દરેક લોકો ઘરે રહીને પણ ફીટ રહી શકે છે.

image source

મહારાષ્ટ્રમાં કોવિડના સૌથી વધુ કેસ છે, તેથી જરૂરી સુવિધાઓ સિવાય તમામ દુકાનો, શાળાઓ, મંદિરો અને જીમ પણ બંધ છે. આવા સંજોગોમાં, દરેક સામાન્ય અને દરેક લોકોમાં ઘણી સમસ્યાઓ વધી રહી છે. જો કે, અહીં આપણે વજન ઘટાડવા અને જાડાપણા વિશે વાત કરી રહ્યા છીએ.

Advertisement
Advertisement

અત્યારે કોરોના દરમિયાન લોકોને ઘરે રહેવાના કારણે ઘણું વજન વધી રહ્યું છે. કોરોનાના ડરથી લોકો બહાર વોકિંગ કરવા જતા નથી અને બધા જીમ પણ બંધ છે. જો કે, જે લોકો ફીટનેસ ફ્રીક હોય છે તેઓ જિમ બંધ થયા પછી પણ પોતાનું ફિગર જાળવી રાખે છે. જો તમે તમારા ફિગર પ્રત્યે ચિંતિત છો અને તમને સમજાતું નથી કે તમારે તમારું વજન જાળવી રાખવા માટે શું કરવું જોઈએ. તો આજે અમે તમને કરીના કપૂરના વર્કઆઉટ વિશે જણાવીશું. આ ટિપ્સ અનુસરવાથી તમે પોતાને ફીટ રાખી શકો છો. કરીના કપૂર બે બાળકોની માતા હોવા છતાં પણ અત્યારે પેહલા જેવી જ સુંદર અને પરફેક્ટ ફિગર જાળવી રાખે છે.

કરીના પાસેથી વજન ઘટાડવાની પ્રેરણા લઈ શકાય છે

Advertisement

જેમ કે તમે બધા જાણો છો કે લોકડાઉનને કારણે લોકો તેમના ઘરોમાં કેદ છે. જીમ બંધ હોવાને કારણે લોકો હવે ઘરે વર્કઆઉટ્સ કરી રહ્યા છે. અભિનેત્રી કરીના કપૂર જયારે બીજી વખત માતા બની હતી ત્યારે તેનું વજન વધી ગયું હતું અને હવે વજન ઘટાડવા માટે તે સખત મહેનત કરી રહી છે. તે વારંવાર તેના વર્કઆઉટના ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

બેબો ઘરે પરસેવો જ વહાવે છે

Advertisement
image source

પોતાના બીજા પુત્રને જન્મ આપ્યા બાદ કરીનાએ એક મહિના સુધી આરામ કર્યો અને ત્યારબાદ તેણી તેની ફિટનેસમાં આવવા લાગી. ડિલિવરી પછી પણ, તેણીનું વજન ખૂબ વધી ગયું હતું અને પછી જીમ બંધ થઈ ગયા હતા, હવે તેણી પોતાનું વજન ઘટાડવા માટે ઘરે પરસેવો વહાવી રહી છે. જો તમે તમારું ફિગર જાળવી રાખવા માંગો છો, તો તમે જીમમાં ગયા વગર કરીનાના વર્કઆઉટ્સમાંથી પ્રેરણા પણ લઈ શકો છો.

આ કરીનાનું હોમ વર્કઆઉટ છે

Advertisement
image source

કરીના પહેલેથી જ ખૂબ જ ફીટ છે અને ખૂબ જ ટૂંક સમયમાં તે તેના ફિગરમાં પછી ફરશે. તમે જાણો જ છો કે કરીના કપૂર તેના ઝીરો સાઇઝ ફિગર દ્વારા પ્રખ્યાત છે.

જીમ વગર, કરીના ઘરે યોગનો સહારો લે છે. તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાનો ફિટનેસ મંત્ર પણ શેર કર્યો હતો કે, તે દરરોજ સવારે તેનું પ્રિય યોગ મુદ્રા સૂર્ય નમસ્કાર કરે છે.

Advertisement

તે ટશન મૂવી દરમિયાન ઝીરો ફિગર મેળવવા માટે એક સમયે 108 સૂર્ય નમસ્કાર કરતી હતો. જોકે હવે તે ફક્ત 50 સૂર્ય નમસ્કાર જ કરે છે.
કરીનાની આ કસરતને અનુસરીને તમે ફીટ થઈ શકો છો

image source

કરીના કપૂર સૂર્ય નમસ્કાર ઉપરાંત ઘરે જિમ્નેસ્ટિક વર્કઆઉટ કરે છે. તે ગર્ભાવસ્થા દરમિયાન વર્કઆઉટ અને યોગ પણ કરતી હતી. આ બધા સિવાય, તે વોકિંગ પણ કરે છે, પરંતુ યોગ અને ફંક્શનલ ટ્રેનિંગ એ તેનો ફિટનેસ મંત્ર છે. વર્કઆઉટ સેશનમાં કરિનાને સૌથી વધુ પ્લાટે પસંદ છે. આ સિવાય તે દોરડાની કસરત, કેટલ-બેલ સ્ક્વોટ્સ અને બોક્સીંગ પણ પસંદ કરે છે.

Advertisement

આ કરીનાની ફિટનેસ ડાયેટ છે

image source

તે ફિટનેસ જાળવવા માટે તેના આહાર પર પણ ખૂબ નિયંત્રણ રાખે છે. તે બહાર જંક ફૂડ ખાવાના બદલે હોમમેઇડ ફૂડ ખાવાનું પસંદ કરે છે અને તે રાત્રે 8 વાગ્યે જ તેનું ડિનર લે છે. કરીના પહેલા નોન-વેજ ખાતી હતી પરંતુ હવે છેલ્લા 10 વર્ષથી કરીના નોન-વેજ ફૂડ છોડી દીધું છે. તે રાત્રે દાળ-ભાત અને ખીચડી ખાવાનું વધુ પસંદ કરે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version