Site icon Health Gujarat

કોરોના કાળમાં ખાસ કરો આ વસ્તુઓનું સેવન, શિયાળામાં નહિં થાય શરદી-ખાંસી

શિયાળાની ઋતુ આવી રહી છે.આ ઋતુમાં આપણે ઘણીવાર કફ,શરદી તથા ઉધરસ જેવા રોગોનો સામનો કરવો પડે છે,આ કેહવા માટે ખૂબ જ સામાન્ય રોગ છે,પરંતુ આ રોગમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ છે.એમાં પણ અત્યારે ચાલતા કોરોનાથી કોઈ અજાણ નથી.કોરોના એ ખુબ જ ગંભીર સમસ્યા છે.અત્યારના સમયમાં જરા પણ શરદી અથવા ઉધરસની સમસ્યા થવાથી આપણને જ ડર લાગવા લાગે છે,કે ક્યાંય આપણે તો કોરોનાનો શિકાર નથી બની ગયાને.તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું,જેની મદદથી તમે કફ,શરદી તથા ઉધરસની સમસ્યાથી દૂર રહી શકો છો.તો ચાલો જાણીએ આ ચીજો વિશે:

હળદર

Advertisement
image source

હળદરના ફાયદા તો બધા જાણે જ છે.લગભગ શિયાળાની ઋતુમાં દરેકના ઘરમાં હળદરનું દૂધ પીવાની ટેવ હશે જ,પણ જો ના હોય તો આજથી જ આ ટેવને ઉપનાવો.દરરોજ રાત્રે સૂતા પહેલા તમે બદામ અને હળદરનું દૂધ જરૂરથી પીવો.આ દૂધ નિયમિત પીવાથી કફ ને શરદી જેવી સમસ્યાથી બચી શકાય છે.

મધ

Advertisement

રાત્રે સુતા પહેલા થોડા ટીપાં મધ પીવો.આ તમને ફલૂ અને ચેપ જેવી સમસ્યાઓથી બચાવે છે.

લસણ

Advertisement

દરરોજ સવારે ખાલી પેટ પર 1-2 લસણની કળીનું સેવન કરવાથી શરદી,કફ તથા ઉધરસ જેવા રોગોથી બચી શકાય છે.

ઉકાળો

Advertisement
image source

શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી બચવા માટે ઉકાળો એ સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે.શરદી અને ઉધરસથી બચવા માટે આ ખાસ ઉકાળો બનાવવો ખૂબ જ સરળ છે.સૌથી પેહલા એક ગ્લાસ પાણી ઉકાળો. પાણી ઉકળે એટલે તરત જ તેમાં લવિંગ,કાળા મરી,એલચી,આદુ,ગોળ જેવા બધા ઘટકો ઉમેરી લો.ત્યારબાદ તેને થોડા સમય માટે ઉકળવા દો.જ્યારે પાણી અડધું ઘટી જશે,ત્યારે તેમાં તુલસીના પાન ઉમેરો.ત્યારબાદ એક મિનિટ સુધી આ ઉકાળો પછી તેમાં ચાના પાન ઉમેરો અને પછી આ ઉકાળો ગાળી તેને પીવો.

આદુ અને તુલસીનું મિક્ષણ

Advertisement

આદુને બારીક પીસીને તેનો રસ કાઢો,ત્યારબાદ આ રસમાં તુલસીનો રસ મિક્સ કરીને તેનું સેવન કરો.જો તમે ઇચ્છો તો તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.

ગરમ પાણી

Advertisement
image source

નવશેકું પાણી પીવાથી વારંવાર થતી શરદી,ઉધરસ તથા કફની સમસ્યા દૂર થાય છે.ગરમ પાણી ગળામાં થતી બળતરા ઘટાડે છે અને શરીરમાંથી પ્રવાહી બહાર કાઢવામાં મદદ કરે છે.

આદુવાળી ચા

Advertisement
image source

સ્વાદિષ્ટ સ્વાદ સિવાય આદુમાં ખૂબ મીઠી સુગંધ પણ હોય છે જે સામાન્ય શરદી અને ઉધરસના ઉપચારમાં ખૂબ મદદગાર છે.આ માટે આદુને બારીક પીસીને અને તે ચામાં ઉમેરી આ ચાનું સેવન કરવાથી તમને જલ્દી ફાયદો થશે.નિયમિત આદુવાળી ચા પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે.આદુ તમને સામાન્ય ઉધરસથી પણ રાહત આપે છે.

ગોળનો ઉકાળો

Advertisement

કાળા મરી,જીરું અને ગોળ સાથે પાણીને મિક્ષ કરી તેને ઉકાળો.ત્યારબાદ આ ઉકાળો પીવાથી શરદી,ઉધરસ તથા કફની સમસ્યાઓ દૂર થાય છે.

લસણ

Advertisement
image ource

શરદી,ઉધરસ તથા કફની સમસ્યા દૂર કરવા માટે લસણ પણ ખુબ ફાયદાકારક છે.આ માટે સૌથી પેહલા ઘીમાં લસણ તળી લો અને તે થોડું તળાય ત્યાં સુધી તેને ગરમ કરો.ત્યારબાદ તળેલું લસણ બહાર કાઢો અને થોડું ઠંડુ થાય ત્યારે તેને ખાઓ.તમને તળેલું લસણ ખાવામાં થોડું કડવું લાગશે,પણ આ લસણ ઠંડીની ઋતુમાં દરેક સમસ્યા દૂર કરવામાં ખૂબ અસરકારક છે.જેથી તમારી શરદી અને ઉધરસની સમસ્યા માત્ર થોડા સમયમાં જ દૂર થશે.

વિટામિન સીનું સેવન કરવું

Advertisement

વિટામિન સી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.નિયમિત આહારમાં વિટામિન સીનું સેવન કરવાથી શરદી અને ફ્લૂ અને અન્ય ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે.તે આપણા શરીરમાં લોહીની સમસ્યા પણ સુધારે છે.

અળસીના બી પણ ફાયદાકારક છે.

Advertisement
image source

અળસીનાં બી પણ શરદી અને કફની સારવાર માટે ફાયદાકારક ઉપાય છે.તમે અળસીના બીનો ઉપયોગ તેને ઉકાળીને કરી શકો છો.આ માટે તમે ત્યાં સુધી અળસી ઉકાળો જ્યાં સુધી તે ઘાટું થઈને નીચે ન બેસી જાય.પરંતુ તેને વધારે ઘાટું ન બનાવો.ત્યારબાદ આ ઉકાળેલા પાણીમાં તમે લીંબુનો રસ અને મધના થોડા ટીપા ઉમેરો.ત્યારબાદ તેનું સેવન કરો.આ ઉપાય તમારી શરદી,ઉધરસ અને કફની સમસ્યા દૂર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version