Site icon Health Gujarat

ખીલની સમસ્યા થશે જડમુળથી દૂર, બસ આજે જ અજમાવો બટાકાનો આ ઉપાય અને બનશે આકર્ષક ત્વચા…

બટાકાનું શાક તો તમે બહુ ખાતાં હશો પણ શાકભાજી નો રાજા બટાકામાં આયર્ન, વિટામિન સી અને રિબોફ્લેવિન ભરપૂર પ્રમાણમાં હોય છે. પણ માત્ર તેને ખાવાથી જ નહીં પણ લગાવવા થી પણ સ્કિન ને ઘણા ફાયદા મળે છે. કાચાં બટાકા નો રસ ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે. આ સ્કિનના ખુલ્લા રોમ છિદ્રો બંધ કરી ને સ્કિનને ટાઈટ રાખે છે, અને કરચલીઓ દૂર કરે છે, બ્લેકહેડ્સ અને ખીલમાં પણ બટેકા રામબાણ છે, સાથે જ તેને બનાવવું પણ એકદમ સરળ છે. તો ચાલો જાણીએ.

બટાકા અને હળદર :

Advertisement
image source

બટાકા અને હળદર નો ફેસપેક લગાવવા થી ટેનિંગ દૂર થાય છે, અને સ્કિન નો રંગ પણ નિખરે છે. તેના માટે અડધાં બટાકા નો રસ કાઢી તેમાં એક ચપટી હળદર પાઉડર મિક્સ કરીને ફેસ અને ગરદન પર લગાવી દો. અડધાં કલાક બાદ ફેસવોશ કરી લો.

બટાકા અને મુલતાની માટી :

Advertisement
image source

આ ફેસપેક સ્કિન નો ગ્લો વધારે છે, અને ડાઘ-ધબ્બા પણ દૂર કરવામાં મદદ કરે છે. આને બનાવવા માટે અડધાં બટાકા નો રસ કાઢી તેમાં એક ચમચી મુલતાની માટી અને થોડાં ટીપાં ગુલાબ જળ મિક્સ કરી ને ફેસ અને ગરદન પર લગાવો. ત્રીસ મિનિટ બાદ ધોઈ લો.

બટાકા અને દહીં :

Advertisement
image source

એક મોટી ચમચી બટાકા ની પેસ્ટ લઈ તેમાં એક ચમચી દહીં મિક્સ કરો. પછી આ પેસ્ટ લગાવી અડધો કલાક બાદ ફેસ વોશ કરી લો. આનાથી સ્કિન તરોતાજા અને ટાઈટ પણ બનશે.

બટાકા અને ઈંડુ :

Advertisement
image source

બટાકા અને ઈંડા નો ફેસપેક લગાવવા થી સ્કિનના રોમ છિદ્રો ટાઈટ થાય છે. અડધાં બટાકા નો રસ કાઢી તેમાં એક ઈંડા નો સફેદ ભાગ મિક્સ કરીને ફેસ પર લગાવો. ત્યાર બાદ વીસ મિનિટ બાદ ફેસ વોશ કરી લો.

બટાકા અને લીંબુ :

Advertisement
image source

આપે સૌથી પહેલા બટાકાની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ બટાકાની આ પેસ્ટમાં એક ચમચી લીંબુનો રસ ભેળવવો અને ચહેરા પર લગાવી લેવો. પંદર મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખો ત્યાર બાદ આપે ચહેરા ને ધોઈ લેવો જોઈએ. આ નેચરલ ફેશિયલ બ્લીચનું કામ કરે છે. આ ફેસપેક આપની ડાર્ક સ્કિન કોમ્પ્લેકશન ને દુર કરવામાં મદદ કરે છે.

image source

એક મોટી ચમચી બટાકાના રસમાં બે ચમચી લીંબુનો રસ અને બે ચમચી મુલતાની માટી ને ભેળવીને ફેસપેક તૈયાર કરો. હવે આ ફેસપેકને દસ થી પંદર મિનીટ સુધી ચહેરા પર લગાવીને રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. એનાથી આપના ચહેરા પરના દાગ દુર થઈ જશે અને ચહેરા પર ચમક આવી જશે

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version