Site icon Health Gujarat

એક વાર ફોલો કરો આ ટિપ્સ, બાળક ફટાફટ તૈયાર થઇ જશે નાહ્વા માટે

કેટલાક બાળકો નહાતી વખતે પાણી જોતા રડવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં માતા-પિતા પણ સમજી શકતા નથી કે બાળકો સ્નાન કરતી વખતે કેમ રડે છે અથવા તેમને નહવાનું કેમ પસંદ નથી.

દિવસની શરૂઆતમાં અને રાત્રે સૂતા પહેલા સ્નાન કરવું એ ખૂબ સારું માનવામાં આવે છે. તે સ્વચ્છતા ઉપરાંત શરીરને હળવા રાખે છે અને બાળક તરત જ સૂઈ જાય છે.જો કે કેટલાક બાળકોને નહાવાનું પસંદ નથી અને તેના ઘણા કારણો હોઈ શકે છે. નહાતી વખતે બાળક રડવાનું ઘણા કારણો છે.

Advertisement

બાળકોએ કેટલી વાર નવડાવવું કરાવવું જોઈએ

image source

નવજાત શિશુને સ્પોન્જ બાથ અઠવાડિયામાં બે થી ત્રણ વખત આપી શકાય છે.બાળક સ્નાન કરે છે ત્યાં તાપમાન ગરમ હોવું જોઈએ.બાળકને ટુવાલમાં લપેટેલો રાખો અને ફક્ત તે જ ભાગ કાઢો જે સાફ કરવાની જરૂર છે.જ્યાં સુધી નાભિની દોરી પોતાની રીતે જ તૂટી ન જાય ત્યાં સુધી તેને સૂકી રાખો જેથી કોઈ ચેપ ન થાય.

Advertisement

નાભિની દોરી તૂટી પછી તમે દરરોજ બાથટબમાં બાળકને સ્નાન કરાવી શકો છો.શરૂઆતમાં ફક્ત સ્પોન્જ બાથ જ કરવો,આનાથી બાળકને નહાવાની ટેવ પડે છે.તમે તમારી પસંદગીના સમય પર સવારે અથવા સાંજે બાળકને સ્નાન કરાવી શકો છો.

બાળકને નહાવાનું પસંદ નથી.

Advertisement
image source

જો બાળકની આંખમાં સાબુ અથવા પાણી જાય છે,તો તે તમને તેના વિશે જાણ કરતા રડવાનું શરૂ કરે છે. પાણી ખૂબ ગરમ અથવા ઠંડું હોય અથવા નાહવાનો રૂમ ખૂબ ઠંડો હોય અથવા બાળક ટુવાલમાં યોગ્ય રીતે લપેટવામાં ન આવે તો પણ બાળકો રડવાનું શરૂ કરે છે.

ખાલી પેટ પર અથવા ભૂખ લાગી હોય,એ સમય પર પણ બાળકો સ્નાન કરવામાં આનંદ લેતા નથી.નહાતા પહેલા,બાળકનું પેટ સંપૂર્ણ ભરેલું હોવું જોઈએ.જો બાળક ચીડિયા હોય તો તેને નવડાવવું નહીં.

Advertisement
image source

જો નહાતી વખતે બાળકને આરામ નથી થતો અથવા તેનો કોઈ ડર છે,તો તે રડવાનું શરૂ કરે છે અથવા તો નાહવાના ટબમાંથી ભાગવા લાગે છે.જો તેમને નહાવાના સમયે કોઈ ખરાબ અનુભવ હોય,તો તે તેમના મગજમાં નહાવાના ડરનું કારણ બની શકે છે.પાણીનો અવાજ પણ કેટલાક બાળકોને ડરાવે છે.જો એવું હોય તો તમે પેહલા પાણી ભરી અને પાણીની પુરી ચકાસણી કરીને જ તમારા બાળકને નાહવાના રૂમમાં લઈ આવો.

બાળકો નાહવાની માજા લઈ શકે,તે માટે શું કરવું જોઈએ ?

Advertisement
image source

બાળકો નહાવાની મજા લઇ શકે છે,તે માટે તેના પ્રિય રમકડાંને તેના બાથમાં રાખો.પાણી ઠંડુ અથવા ગરમ ન હોવું જોઈએ,પરંતુ જો પાણી ઠંડું હોય,તો પછી બાળકને પાણીમાંથી કાઢી નાખતાની સાથે જ તેને નરમ ટુવાલમાં લપેટવું.

જો બાળકનો જન્મ અકાળ થાય છે.એટલે કે જો પુરા મહિના પેહલા જ બાળકનો જન્મ થઈ જાય છે તો જ્યાં સુધી પુરા મહિના પુરા ન થાય ત્યાં સુધી બાળકને પાણીથી દૂર જ રાખવું.

Advertisement
image source

બાળકની ત્વચા પરના સફેદ પડને દૂર ન કરો,એટલે કે વર્નિક્સ કેસિઓસા.તેને તમારા બાળકની ત્વચામાં સરખા બેસી જવા દો.હળવા શેમ્પૂથી બાળકના વાળ ધોવા.બાળકના ચહેરા પર સાબુ ધ્યાનથી લગાવો.

જો તમારા બાળકને નહાવાનું પસંદ નથી,તો તે તમને કેટલાક સંકેતોની મદદથી આ કહેવાનો પ્રયત્ન કરશે.જો તમારું બાળક નહાવાનું પસંદ નથી કરતું અથવા નહાતી વખતે કંઇકથી ડરતું હોય છે,તો આ સ્થિતિમાં તમારા બાળકને નવડાવવાનું બંધ કરવું અથવા એક-બે દિવસ પછી નવડાવવાના બદલે બાળક માટે નહાવાનો સમય રસપ્રદ બનાવો.

Advertisement
image source

જયારે બાળકને ઊંઘ આવતી હોય,ત્યારે તેને નવડાવવાનો પ્રયત્ન ન કરો.આ કરવાથી તે પાણીથી અને નાહવાથી વધુ ડરવા લાગશે.એટલા માટે જયારે બાળક ખુશ હોય અથવા તો રમતમાં હોય ત્યારે તેને રમાડતા-રમાડતા જ નવડાવી દેવું.જેથી તે ખુશ જ રહેશે.

બાથટબમાં તેની પસંદનાં રમકડાં મૂકો અને તેની સાથે ઘણી વાતો કરો.તમારા બાળકને આરામદાયક લાગે છે તેના દ્વારા આ સમસ્યાને દૂર કરી શકો છો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version