Site icon Health Gujarat

નાના બાળકોને ઇન્ફેક્શનથી બચાવવા ખાસ આ બે રીતે કરો દૂધની બોટલની સફાઇ

બાળકોની દૂધની બોટલ સાફ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે,કારણ કે બોટલ સાફ ન કરવાથી તેમના સ્વાસ્થ્ય પર ભાર પડી શકે છે.

તમારા નાના બાળકની સંભાળ અને એકંદર વિકાસ માટે,માતાપિતાએ તેની યોગ્ય કાળજી લેવી જોઈએ.જ્યાં સુધી તમારું બાળક કંઈપણ બોલી અથવા સમજી શકે નહીં,ત્યાં સુધી તેઓની જરૂર કરતાં વધુ કાળજી લેવી જોઈએ.શું તમારા ઘરમાં પણ નાનું બાળક છે ? જો હા,તો શું તમે દરરોજ તેની દૂધની બોટલ સારી રીતે સાફ કરો છો ? દરરોજ બાળકની દૂધની બાટલી સાફ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બાળકોની બોટલમાં સૂક્ષ્મજંતુઓ અને બેક્ટેરિયા સરળતાથી આવી શકે છે,

Advertisement
image source

જે તમારા બાળક માટે ખૂબ જ નુકસાનકારક છે.તેથી આવી સ્થિતિમાં,તમારા બાળકની સલામતી તમારા હાથમાં છે.ખાસ કરીને જ્યારે વાત બાળકના ઉત્પાદન અને તેના ઉપયોગની આવે છે,ત્યારે તમારે આ વસ્તુઓ વિશે વધુ કાળજી લેવાની જરૂર છે.કારણ એ છે કે આ ઉત્પાદનો પણ અમુક રસાયણોથી બનાવવામાં આવે છે,જે તમારા બાળક માટે હાનિકારક હોઈ શકે છે.ચાલો અમે અહીં તમને જણાવીએ કે તમારા નાના બાળકોને દૂધ અથવા પાણીની બોટલને કેવી રીતે સાફ કરવી, કારણ કે નાના બાળકોને લગભગ દરેક સમયે આ બોટલની જરૂર હોય છે.

નાના બાળકોની દૂધ અથવા પાણીની બોટલ સાફ કરવાનાં ઉપાય

Advertisement
image source

સૌ પ્રથમ,તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા બાળક માટે સારી ગુણવત્તાની બોટલ પસંદ કરો.આ પછી,બીજું મહત્વપૂર્ણ પગલું એ છે તેનો ઉપયોગ કરતા પહેલા ચકાસો કે જંતુમુક્ત છે કે નહીં.અહીં અમે તમને બાળકની બોટલને સારી રીતે સાફ કરવાની યોગ્ય રીત જણાવી રહ્યા છીએ.

થોડા ગરમ પાણીથી બોટલ સાફ કરો

Advertisement
image source

સૌ પ્રથમ,તમારા બાળકની બોટલ ખોલો અને તેના બધા ભાગ અલગ કરો.આ પછી,તે બોટલ અને તેના ભાગોને એક ટબમાં રાખો.

હવે આ ટબને પાણીથી ભરો,બોટલના બધા ભાગ પાણીમાં ડૂબી જાય ટબને ત્યાં સુધી ભરો.

Advertisement

આ પછી તમે તેને 5 મિનિટ સુધી પાણીમાં ઉકાળવા માટે ગેસ પર મૂકો.

image source

હવે પાણી ઠંડુ થયા પછી બોટલને કાળજીપૂર્વક બહાર કાઢો.

Advertisement

હવે તેને અન્ય ઠંડા પાણીથી ધોઈ લો અને બરાબર રીતે સાફ કરી લો.ઉપયોગ કરતા પહેલા ખાતરી કરો કે બોટલના બધા ભાગ સુકાઈ ગયા છે.

બ્લીચથી બોટલ સાફ કરો

Advertisement
image source

તમે બ્લીચથી પણ બાળકની દૂધની બોટલ સાફ કરી શકો છો.આ માટે,તમે 10-12 કપ પાણીમાં બ્લીચની 2 ચમચી ઉમેરો.
હવે બોટલ ના બધા ભાગો ખોલી ને તેમાં નાખો અને 5 મિનિટ સુધી આ પાણી માં રહેવા દો.

હવે તેના તમામ ભાગોને પાણીમાંથી કાઢી લો અને કાળજી લો કે આ પછી બોટલના ભાગોને સામાન્ય પાણીથી સાફ ન કરો.કારણ કે આ કરવાથી તે ફરીથી જીવાણુઓને પકડશે.

Advertisement

કેટલીવાર બોટલને સાફ કરવી જોઈએ ?

image source

તમારા બાળકની દૂધની બોટલને સૂક્ષ્મજંતુ મુક્ત અને બેક્ટેરિયા મુક્ત રાખવા માટે,બાળકને એ બોટલમાં દૂધ અથવા પાણી પીવડાવ્યા પછી તરત જ બોટલ સાફ કરો.આ સિવાય તમે બોટલ અને તેના અન્ય ભાગોને ગરમ અને સાબુવાળા પાણીથી ધોઈ શકો છો.તમે તેને સાફ કરવા માટે બ્રશનો ઉપયોગ કરો અને પછી તેને સૂકી હવા પર છોડી દો અને તેનો બીજી વાર ત્યારે જ ઉપયોગ કરો જયારે બોટલ સંપૂર્ણ સુકાઈ ગયા હોય.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version