Site icon Health Gujarat

આ ટિપ્સથી બાળકોના ગળામાં ફસાઇ ગયેલી વસ્તુઓને કાઢી દો બહાર, મળી જશે પ્રાથમિક સારવાર

બાળકો હંમેશાં કંઇક ને કંઇક ખાવા માટે ઉત્સાહિત હોય છે.કોઈ પ્રિય વસ્તુ ખાતી વખતે,તેઓ ભૂલી જાય છે કે ખાવાનો કોળિયો કેટલો મોટો અથવા નાનો હોવો જોઈએ.આ જ કારણ છે કે ખાતી વખતે ઘણીવાર ખોરાક તેમના ગળામાં અટકી જાય છે.પરંતુ ખાસ વાત એ છે કે કેટલાક એવા ખોરાક છે જે બાળકોને ખવડાવતા સમયે માતાપિતાએ વધુ સાવધાન રહેવું જોઈએ.ઉપરાંત,કંઇક ખવડાવતા સમયે બાળકો સાથે વાત કરવાનું ટાળો,કારણ કે તેનાથી ખોરાક ગળામાં અટકી જવાનું જોખમ વધી જાય છે.ડો.મેઘાવી અગ્રવાલ કહે છે કે ગળામાં કંઇક અટવાય છે તેનો અર્થ એ છે કે શ્વસન માર્ગમાં અટવાયું છે,જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.તે ગંભીર કિસ્સાઓમાં પણ બદલી શકે છે જેમ કે ઉધરસ અને મૃત્યુનું કારણ બની શકે છે.સામાન્ય રીતે ખોરાકનો ટુકડો બાળકોના ગળામાં અટકી પણ શકે છે.

અહીંયા અમે તમને જણાવી રહ્યા છે એ વસ્તુઓ જેનાથી બાળકોને તકલીફ થઈ શકે છે

Advertisement

1-ગાજર

image source

જો બાળકને બધું ચાવતા આવડતું હોય તો પણ તેને ગાજર આપવું નહીં.તેમની દાઢ હજી વિકાસશીલ છે અને જો તે મોટો ટુકડો ગળી જાય છે,તો તે સાંકડી ખોરાકની નળીમાં ફસાય શકે છે,તેના પરિણામે એક ગૂંગળામણની સમસ્યા ઉભી થાય છે.

Advertisement

2-ફળો

image source

સફરજન અને અન્ય નક્કર ફળો ગૂંગણામણનું કારણ બની શકે છે તેથી તેમને નાના ટુકડા કરી દેવા જોઈએ,જેથી બાળક ગળી જાય તે પહેલાં તેમને ચાવી નાના ટુકડા કરી શકે.કેળાના મોટા ટુકડાના કારણે પણ ગૂંગળાઈ શકે છે. તમારા બાળકોને યોગ્ય રીતે ચાવવું અને ધીમે ધીમે ખાવું એ શીખવો.

Advertisement

3-બદામ

image source

બદામ ખવડાવવા પહેલાં તેને પાવડરમાં પીસી અથવા બારીક કાપીને ખવડાવો.આખી બદામ કડક હોય છે અને જો નાના ટુકડા કર્યા વિના ગળી જાય તો તે ખૂબ જોખમી હોઈ શકે છે.

Advertisement

4-ચ્યુઇંગમ અને કેન્ડી

image source

હસતી વખતે અથવા કૂદતી વખતે કેન્ડી ગળી જવી ખૂબ સામાન્ય છે.બાળકો ઘણીવાર એક સાથે ઘણી બધી કેન્ડી ખાવા માટે ઉત્સુક હોય છે અને તેથી કેન્ડી અથવા ચ્યુઇંગમ ખાવી એ એક ગંભીર જોખમ ઉભું કરે છે.

Advertisement

5-પોપકોર્ન

image source

પોપકોર્ન બાળકોમાં ખુબ લોકપ્રિય છે પરંતુ ખાસ કરીને બાળકોને તેનાથી દૂર રાખવા જોઈએ.પોપકોર્નનું કદ નાનું હોવાના કારણે તે બાળકોની સાંકડી ખોરાકની નળીમાં ફસાઈ જવાની સંભાવના વધારે છે અને ગૂંગળામણને કારણે ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે.

Advertisement

બાળકો કે નવજાત શિશુઓના ગળામાં જો કંઇક અટક્યું છે,તો આ કરો-

જો એક વર્ષથી ઓછી વયના બાળક અથવા નવજાત શિશુના ગળામાં કંઇક ખોરાક અટક્યું છે, તો પછી તેમને આ રીતે પ્રાથમિક સારવાર આપો: –
સૌપ્રથમ,તો મોટા અવાજથી કોઈ બૂમો પાડશો નથી અને બાળકોને ખિજાશો નહીં.

Advertisement

બાળકને ખોળામાં બેસાડો અને પછી બાળકનો ચહેરો નીચે કરો અને તેને તમારા સાથળ પર સુવડાવો.આ દરમિયાન,તેના માથા અને ગળાને ટેકો આપો.ધ્યાન રાખો કે બાળકનું માથું તેના ધડના સ્તરની નીચે રહે.

image source

હથેળી દ્વારા ખભાની વચ્ચે બાળકની પીઠને હળવાશથી થપથપાવો.આ કરવાથી અટકેલી વસ્તુ નીકળી જશે.

Advertisement

જોઆ કરવાથી પણ અટકેલી વસ્તુ બાર ના નીકળે તો બાળકને સીધું કરો.

તમારી બે આંગળીઓની મદદથી બાળકની છાતી પર થોડું દબાવો.વધુ જોરથી દબાવવું નહીં.

Advertisement

આ કરવાથી પણ અટકેલી વસ્તુ બાર ના નીકળે,તો આ પ્રક્રિયાનું 5-5 વાર પુનરાવર્તન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version